• search

મોદીનો પીછો કરી રહ્યું છે IIM, શા માટે આવી આ સ્થિતિ?

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 મેઃ ભારતના વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીની જીવન ગાથા બધાએ સાંભળી અને વાંચી હશે, બધાએ તેમાંથી પ્રેરણા પણ લીધી હશે. સામાન્ય રીતે લોકો કહે છેકે મોદીના જીવનથી બાળકોએ શીખ લેવાની જરૂર છેકે કેવી રીતે મહેનત કરીને ઉંચાઇઓ પર પહોંચી શકાય છે, યુવાઓએ પ્રેરણા લેવી જોઇએ કે કેવી રીતે પોતાના હુનરનો ઉપયોગ કરીને સફળતા મેળવી શકાય છે. રાજનેતાઓએ શીખ લેવી જોઇએ કે કેવી રીતે એક સારા શાસક બની શકાય છે.

અમે અહી વાત કરી રહ્યાં છીએ મોદીના મેનેજમેન્ટ અને લીડરશીપ સ્કિલની, જેનાથી કોઇપણ મેનેજર અથવા મેનેજમેન્ટના વિશ્વમાં આગળ વધવાની આકાંક્ષા રાખનારા વ્યક્તિ શીખી શકે છે. ભારતીય પ્રબંધન સંસ્થાનની એક ટીમ હવે મોદી ઉપર અધ્યયન કરવા જઇ રહી છે. આઇઆઇએમ અમદાવાદ અને બેંગ્લોરની ટીમો મોદીનો સંપર્ક કરવામાં લાગી ગઇ છે. જ્યારે આઇઆઇએમ માટે મોદી મહત્વપૂર્ણ હોઇ શકે છે, તો તમારા જેવા મેનેજર અથવા મેનેજર બનવા ઇચ્છૂકો માટે કેમ નહીં.

તો પછી ચાલો તસવીરો થકી જાણીએ મોદીના મેનેજમેન્ટ પોઇન્ટ્સ અને તેમના જીવન સાથે જોડાયેલી આ સ્કિલ્સ અંગે.

નરેન્દ્ર મોદીની મેનેજમેન્ટ સ્કિલ્સ

નરેન્દ્ર મોદીની મેનેજમેન્ટ સ્કિલ્સ

મોદીની મેનેજમેન્ટ સ્કિલ્સ જાણવા માટે સ્લાઇડર્સ પર ક્લિક કરો.

જનતા મેનેજમેન્ટ

જનતા મેનેજમેન્ટ

જે પ્રકારે દેશની જનતાને એક તાતણે બાંધવાનું કામ મોદીએ કર્યું છે, તે બધાના વસની વાત નથી. રેલીઓમાં તો બધા સંબોધન કરે છે, પરંતુ લોકોને ખેંચી લાવવાનું કામ બધા કરી શકતા નથી.

સંચાર ગુણવત્તા

સંચાર ગુણવત્તા

મોદીની કોમ્યુનિકેશન સ્કિલ્સ સારી છે, તેમાં કોઇ શંકા નથી, એ જ કારણ છેકે જ્યારે મોદી બોલે છે તો સાંભળનારા મૌન થઇ જાય છે. બોલવાની સાથોસાથ મોદી એક સારા શ્રોતા પણ છે.

દરેક કામમાં સહયોગ

દરેક કામમાં સહયોગ

આરએસએસના દિવસોમાંથી જ મોદી કોઇપણ કામમાં પીછેહટ નથી કરતા. દરેક કામમાં પોતાનું સહયોગ આપવામાં મોદી હંમેશા તત્પર રહે છે.

બિઝનેસ મેનેજમેન્ટ

બિઝનેસ મેનેજમેન્ટ

મોદીનું બિઝનેસ મેનેજમેન્ટ કેટલું સારું છે, તેનો અંદાજો તમે ગુજરાતમાં ઉંચાઇઓ પર પહોંચી રહેલા વ્યવસાયને જોઇને લગાવી શકો છો.

નાણાકીય મેનેજમેન્ટ

નાણાકીય મેનેજમેન્ટ

ક્યાં કેટલો ખર્ચ કરવાનો છે, એ વાત મોદી સારી રીતે જાણે છે. આ જ કારણ છેકે ઉત્પાદનથી થનારી આવકને મોદી સારી રીતે વિકાસ કાર્યોમાં લગાવે છે. ઉદાહરણ ગુજરાત છે.

પ્રોજેક્ટ મેનેજમેન્ટ

પ્રોજેક્ટ મેનેજમેન્ટ

ગુજરાતમાં અલગ અલગ પરિયોજનાને અંજામ આપવા માટે મદીએ જીઓજી વિભાગ બનાવ્યો છે, જે તમામ પરિયોજનાની કાર્યપ્રણાલીનો હિસાબ રાખે છે.

ટીમ મોટીવેશન

ટીમ મોટીવેશન

મોદી પોતાની ટીમનું મનોબળ વધારવાનું કામ હંમેશા કરે છે. માત્ર 3 મહિના પહેલા ઓપિનિયન પોલના પરિણામ ભાજપની વિરુદ્ધ હતા, પરંતુ ટીમ મોટીવેશને ટાર્ગેટ 272 અચીવ કરીને દર્શાવ્યો છે.

પ્રતિનિધિમંડળ પર વિશ્વાસ

પ્રતિનિધિમંડળ પર વિશ્વાસ

મોદી ક્યારેય પોતાને સુપીરિયર નથી સમજતા. પોતાના પ્રતિનિધિમંડળ પર તેમને પૂરો વિશ્વાસ છે, હાલની ચૂંટણીમાં અમિત શાહ, રાજનાથ સિંહ અને નીતિન ગડકરી મોટું ઉદાહરણ છે.

ટીમ ડેવલોપમેન્ટ

ટીમ ડેવલોપમેન્ટ

મોદી જ્યારે પણ કોઇ કામ તરફ આગળ વધે છે, તો કામને અલગ-અલગ ટીમોમાં વેંચી દેશે, જે એક સારા મેનેજરની ઓળખ છે.

ટીમ સાથે કામ કરવું

ટીમ સાથે કામ કરવું

મોદી પોતાની ટીમ સાથે મળીને કામ કરવામાં પીછેહટ નથી કરતા. એવું નથી કે તે દરેક વખતે સમીક્ષા કરવા માટે જ બેસી રહે છે.

ટીમની બહારના લોકો સાથે કોમ્યુનિકેશન

ટીમની બહારના લોકો સાથે કોમ્યુનિકેશન

એક સારા મેનેજર એ છે, જે ટીમની બહાર બેસેલા લોકો સાથે પોતાનું સંચાર સારી રીતે સ્થાપિત કરી શકે. મોદીમાં આ ગુણ છે. તેથી જ તે અલગ અલગ રાજ્યોને મદદ કરવામાં ક્યારેય પીછેહટ નથી કરતા.

નિયમબદ્ધતા

નિયમબદ્ધતા

મોદીએ સંસદના સેન્ટ્રલ હોલમાં નેતા તરીકે પસંદગી પામ્યા બાદ સૌથી પહેલા કહ્યું કે ચૂંટણીમાં મે એક ડિસિપ્લિન્ડ સોલ્જર તરીકે કામ કર્યું છે અને અંતમાં પોતાનું રિપોર્ટિંગ હેડને કર્યું છે.

અવરોધોને દૂર કરવા

અવરોધોને દૂર કરવા

સારો મેનેજર એ હોય છે, જે પોતાના કામમાં આવતા અવરોધોને દૂર કરતો જાય. મોદીએ 2002થી લઇને 2014 સુધી ગુજરાતના રમખાણોથી લઇને ઇશરત એન્કાઉન્ટર સુદી તમામ અવરોધોને દૂર કર્યા.

નેતૃત્વ ક્ષમતા

નેતૃત્વ ક્ષમતા

મોદીની નેતૃત્વ ક્ષમતાનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે છેલ્લા પાંચ વર્ષથી તેઓ નંબર વન મુખ્યમંત્રી છે.

ટીમ મેનેજમેન્ટ

ટીમ મેનેજમેન્ટ

ટીમ બનાવવા કરતા વધારે મહત્વનું છે તેનુ મેનેજમેન્ટ કરવું. કઇપણ બાબતે કોઇ ચૂક ના રહી જાય, તેના માટે ટીમનું મેનેજમેન્ટ જરૂરી છે, મોદીએ પોતાના અભિયાનમાં તમામ બેઠકોનું મેનેજમેન્ટ સારી રીતે કર્યું છે.

સ્ટ્રેટેજિક ટૂલ્સ

સ્ટ્રેટેજિક ટૂલ્સ

મોદી 13 ડિસેમ્બરથી જ નહીં પરંતુ બે વર્ષ પહેલાથી વડાપ્રધાન પદના માર્ગે ચાલી પડ્યાં હતા. પોતાની સાચી રણનીતિ સાથે પહેલા લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું અને પછી પોતાના હુનર ગણાવ્યા.

નિર્ણય લેવો

નિર્ણય લેવો

આરએસએસના તમામ સભ્યો જણાવે છેકે મોદી હંમેશાતી જ ક્વિક ડિસીઝન માટે જાણીતા છે. એકવાર વિરોધી નેતા જીતની કગાર પર હતા, પરંતુ માત્ર એક રાતમાં મોદીની રણનીતિએ તેમને જમીન પર લાવી દીધા.

સ્ટ્રેસ મેનેજમેન્ટ

સ્ટ્રેસ મેનેજમેન્ટ

મોદી દરરોજ સવારે યોગ કરે છે, જેથી સ્ટ્રેસ મેનેજમેન્ટ કરી શકે. મેનેજર માટે આ ઘણી જરૂરી બાબત છે.

પ્રેક્ટિકલ ક્રિએટિવિટી

પ્રેક્ટિકલ ક્રિએટિવિટી

મોદીની ક્રિએટિવિટીની વાત કરીએ તો ચૂંટણી દરમિયાન જે-જે રાજ્યમાં તે ગયા, દરેક રાજ્યમાં ક્રિએટિવ આઇડિયા આપી શકે. આ એક સારા મેનેજરની નિશાની છે.

શીખવાના ગુણ

શીખવાના ગુણ

મોદી એક એવી વ્યક્તિ છે, જે પોતાના દુશ્મનો પાસેથી પણ શીખવાની ક્ષમતા ધરાવે છે.

સકારાત્મક વિચાર

સકારાત્મક વિચાર

મોદીએ પોતાના આખા ચૂંટણી પ્રચારમાં દેશને એક સકારાત્મક વિચાર આપ્યો. સેન્ટ્રલ હોલમાં પણ તેમણે ગત સરકારની નિષ્ફળતાઓને ગણાવી નહીં.

આકરી મહેનત

આકરી મહેનત

આ વાતના સૌથી મોટા સાક્ષી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી અને કર્મચારી છે. કર્મચારી પોતાના ઘરે જતા રહે છે, પરંતુ મોદી રાત્રે 11-12 વાગ્યા સુધી કામ કરે છે.

ત્વરિત નિર્ણય

ત્વરિત નિર્ણય

મોદી પોતાના ત્વરિત નિર્ણય માટે આરએસએસમાં જાણીતા છે. પોતાની આ સ્કિલનો પરિચય તેણે મુખ્યમંત્રી તરીકે પણ આપ્યો.

પરિસ્થિતિઓને સંભાળી લેવી

પરિસ્થિતિઓને સંભાળી લેવી

પરિસ્થિતિ ગમે તેવી કેમ ના હોય, મોદી તેને હેન્ડલ કરવાનું સારી પેઠે જાણે છે.

ડ્રેસ સેન્સ

ડ્રેસ સેન્સ

મોદી પોતાના ડ્રેસ અપમાં પણ કોઇ ખોટ રાખતા નથી. સારા મેનેજર માટે આ ઘણું જરૂરી છે.

ટીમ સ્પિરિટ

ટીમ સ્પિરિટ

સમય સમય પર ટીમની અંદર જાન ફૂંકવી ઘણી જ જરૂરી છે, ચૂંટણી દરમિયાન મોદીએ દરેક રેલી દરમિયાન ટીમમાં જાન ફૂંકી.

ક્યારેય મુંઝવણ નથી અનુભવતા

ક્યારેય મુંઝવણ નથી અનુભવતા

મોદી એક સ્પષ્ટવાદી વ્યક્તિ છે અને દરેક વાતમાં સ્પષ્ટતા ઝળકે છે. ક્યારેક મુંઝવણ અનુભવતા નથી.

ક્ષેત્ર અંગેનું જ્ઞાન

ક્ષેત્ર અંગેનું જ્ઞાન

કોઇ મેનેજર માટે પોતાના ફિલ્ડ અંગેનું જ્ઞાન હોવું ઘણું જરૂરી છે. મોદી પાસે જ્ઞાનનો ભંડાર છે.

રણનીતિક વિચારસરણી

રણનીતિક વિચારસરણી

પટનામાં રેલી દરમિયાન બોમ્બ વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓએ મનાઇ કરી હોવા છતાં પણ ગાંધી મેદાન પર ભાષણ આપીને પોતાની રણનીતિક વિચારસરણી છતી કરી. તે ત્વરિત નિર્ણય સાથે આવી.

ઇમોશનલ ઇન્ટેલિજેન્સ

ઇમોશનલ ઇન્ટેલિજેન્સ

પોતાના કામ સાથે ઇમોશનને જોડવું નરેન્દ્ર મોદી પાસેથી શીખી શકો છો. જે પ્રકારે સંસદ ભવનના દ્વાર પર માથુ ટેકવ્યુ, તે ભાવુક કરી દે તેવી પળ હતી.

ક્રિટિકલ થિંકિંગ

ક્રિટિકલ થિંકિંગ

સામેવાળાના ક્રિયાકલાપોંની સાથોસાથ પોતાના કામનું પણ ક્રિટિકલ થિંકિંગ રાખવું હંમેશાથી મોદીના ગુણોમાં સામેલ રહ્યું છે.

ફીડબેક

ફીડબેક

મોદીએ સંસદીય દળના નેતા તરીકે પસંદગી પામ્યા બાદ કહ્યું કે, 2019માં હું મારું રિપોર્ટ કાર્ડ આપીશ. મોદી હંમેશા પોતાનો ફીડબેક લોકોને આપે છે અને લોકોનો ફીડબેક લે છે.

કપરો વાદ-વિવાદ

કપરો વાદ-વિવાદ

બેઠક ગુજરાત સરકારની હોય કે પછી ભાજપની નરેન્દ્ર મોદીએ એકપણ બેઠકમાં પોતાના સિદ્ધાંતો સાથે સમજૂતિ કરી નતી, પછી વાદ-વિવાદ કપરો કેમ ના હોય.

પોતાના સિદ્ધાંતો, કાર્યોને વ્યક્ત કરો

પોતાના સિદ્ધાંતો, કાર્યોને વ્યક્ત કરો

મેનેજર પોતાના સિદ્ધાંતો અને કરવામાં આવેલા કાર્યોને વ્યક્ત કરવા જોઇએ, તેથી સામેવાળી વ્યક્તિ એ અનુસાર ઢળી શકે. આ કામ મોદી સારી રીતે કરી જાણે છે.

બ્રાંડિંગ

બ્રાંડિંગ

પ્રત્યેક મેનેજર જાણતો હશે કે જો તમારે તમારી પ્રોડક્ટને વેચવી છે તો બ્રાંડિંગ ઘણું જ જરૂરી છે. આ ગુણ નરેન્દ્ર મોદી પાસેથી શીખી શકાય છે.

English summary
India's newly appointed Prime Minister of India Narendra Modi is not only inspiration for politicians, but for managers also. Here are the management and leadership skills one can learn from Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X