For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યાય યોજના પર મેનકા ગાંધીનો કટાક્ષ, રાહુલ ગાંધીને ગણાવ્યા ‘શેખચિલ્લી'

બુધવારે ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ રાહુલ ગાંધીને શેખચિલ્લી ગણાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 માટે વોટિંગનો દિવસ નજીક આવવા સાથે સાથે નેતાઓ વચ્ચે વાક યુદ્ધ પણ જામવા લાગ્યુ છે. આ ક્રમમાં બુધવારે ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ રાહુલ ગાંધીને શેખચિલ્લી ગણાવ્યા છે. આ ઉપરાંત તેમણે કહ્યુ કે તે એમની વાતોનો જવાબ નથી આપી શકતા. વાસ્તવમાં મેનકા ગાંધી પાસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના એ નિવેદન પર પ્રતિક્રિયા માંગવામાં આવી જેમાં તેમણે ચૂંટણી જીતવા માટે લઘુત્તમ આવક યોજનાનું એલાન કર્યુ હતુ.

Maneka Gandhi

ગરીબ પરિવારોને 72 હજાર રૂપિયા

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પ્રચાર વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે લઘુત્તમ આવક ગેરેન્ટી યોજના વિશે મોટુ એલાન કર્યુ હતુ. રાહુલ ગાંધીએ એલાન કર્યુ છે કે કોંગ્રેસ સત્તામાં આવશે તો આ સ્કીમ હેઠળ દેશના 20 ટકા સૌથી ગરીબ પરિવારોને 72 હજાર રૂપિયા વાર્ષિક આપશે. તેમણે જણાવ્યુ કે દરેક પરિવારની આવક કમસે કમ 12 હજાર રૂપિયા પ્રતિ માસ સુનિશ્ચિત કરવામાં આવશે. કોઈ પરિવારની આવક 12 હજાર રૂપિયાથી ઓછી હોય તો સરકાર બાકીના પૈસા આપીને 12 હજાર રૂપિયા મહિનાની આવક સુનિશ્ચિત કરશે. એટલે કે 12,000થી ઓછી આવકવાળા પરિવાર આ સ્કીમ હેઠળ આવશે.

આ યોજનાથી 25 કરોડ લોકોને મળશે લાભ

રાહુલ ગાંધીએ જણાવ્યુ કે લઘુત્તમ આવક ગેરેન્ટી યોજના હેઠળ 5 કરોડ પરિવાર અને 25 કરોડ લોકો સીધા લાભાન્વિત થશે. આ પૈસા સીધા પરિવારોના ખાતામાં જશે. રાહુલે કહ્યુકે લોકો મને પૂછે છે કે લઘુત્તમ આવકની લાઈન શું થશે તો હું જણાવી દઉ કે લાઈન જે છે એ 12,000 રૂપિયા મહિના હશે. પ્રેસ કોન્ફરન્સાં રાહુલ ગાંધીએ કહ્યુ કે તે દેશની ગરીબીને ખતમ કરવા ઈચ્છે છે અને આના માટે તે આ સ્કીમ લઈને આવ્યા છે.

આ પણ વાંચોઃ પાંચ વર્ષમાં કેટલી વધી મથુરાથી ભાજપના સાંસદ હેમા માલિનીની સંપત્તિ?આ પણ વાંચોઃ પાંચ વર્ષમાં કેટલી વધી મથુરાથી ભાજપના સાંસદ હેમા માલિનીની સંપત્તિ?

English summary
Maneka Gandhi on Minimum Income Scheme by Congress Rahul Gandhi, says don't answer to Sheikhchillis
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X