For Quick Alerts
For Daily Alerts
દિલ્હીમાં જ થઇ ગયું હતું પીડિતાનું નિધનઃ મેનકા ગાંધી
નવી દિલ્હી, 29 ડિસેમ્બરઃ દિલ્હી ચાલતી બસમાં સામુહિક બળાત્કાર પીડિતાના નિધન બાદ ભાજપના નેતા મેનકા ગાંધીએ શંકા વ્યક્ત કરી છે કે સિંગાપોર લઇ જતા પહેલાં જ પીડિતાનું નિધન થઇ ચૂક્યું હતું. સાંસદ મેનકાનું આ નિવેદન સમાચારમાં છે અને પીડિતાને સિંગાપોર લઇ જવા પર હવે ઘણા પ્રશ્નો ઉઠ્યા છે.
એક ટીવી ચેનલ સાથે વાત કરતા મેનકા એ કહ્યું કે જે રીતે પીડિતાની હાલત નાજૂક હતી, તેને વિદેશ મોકલવાનો નિર્ણય યોગ્ય નહોતો, પરંતુ જે રીતે તેને વિમાનથી સિંગાપોર મોકલવા આવી, મને શંકા છે કે ક્યાંક તેનુ મોત દિલ્હીમાં તો નથી થઇ ગયુંને. આ મામલે કેન્દ્ર અને દિલ્હી બન્નેની સરકાર નિષ્ફળ નિવડી છે. સરકાર જનતા અને આક્રોશિત વર્ગનો વિશ્વાસ હાંસલ કરવામાં નિષ્ફળ નિવડી છે.
નોંધનીય છે કે 16 ડિસેમ્બરે પીડિતા સાથે દિલ્હીમાં એક ચાલતી બસમાં સામુહિક બળાત્કારનો ભોગ બની હતી. ત્યાર બાદ યુવતીના બે ઓપરેશન કરવામાં આવ્યા પરંતુ તેની હાલતમાં સુધાર આરી રહ્યો નહોતો. 27 ડિસેમ્બરે તેને સારવાર અર્થે સિંગાપોર લઇ જવામાં આવી હતી. જ્યાં શનિવારે તેનુ નિધન થઇ ગયું છે.