For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'નરેન્દ્ર મોદીને બિહાર બોલાવવા અંગે રાષ્ટ્રીય નેતાઓ નિર્ણય લેશે'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
પટના, 20 જાન્યુઆરી: બિહાર ભાજપના નવા ચૂંટાયેલા પ્રદેશ અધ્યક્ષ મંગલ પાંડેએ કહ્યું હતું કે આગામી 15 એપ્રિલે યોજાનારી પાર્ટીની હુંકાર રેલીમાં ગુજરાતના નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાનો નિર્ણય રાષ્ટ્રીય નેતૃત્વ કરશે.

પ્રદેશ અધ્યક્ષ તરીકે ચુંટાયા બાદ પોતાના સંવાદદાતા સમંલેનમાં મંગલ પાંડેએ કહ્યું હતું કે 'બિહારની હકની લડાઇ માટે ગાંધી મેદાનમાં યોજાનારી પાર્ટીની હુંકાર રેલીમાં નરેન્દ્ર મોદી સહિત કયા નેતાઓને આમંત્રિત કરવા છે તે અંગે ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ કરવું.

અત્રે ઉલ્લેખનીય છે મંગળ પાંડેના પૂરોગામી પ્રદેશ અધ્યક્ષ સીપી ઠાકુરે કહ્યું હતું કે બધા મુખ્યમંત્રીઓની જેમ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગાંધી મેદાનમાં થનારા ભાજપના કાર્યક્રમમાં બોલાવવામાં આવશે. ભાજપની પ્રદેશ કાર્યકારિણીની પ્રતિનિધિ સભામાં ભાજપના ઘણા કાર્યકર્તાઓએ નરેન્દ્ર મોદીના સમર્થનમાં નારા લગાવ્યાં હતા.

ભાજપના વરિષ્ઠ નેતા તારાકાંત ઝા અને પૂર્વ અધ્યક્ષ સીપી ઠાકુરે પણ નરેન્દ્ર મોદીને સમર્થન કર્યું હતું. ભાજપના એક મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું હતું કે પાર્ટી પર નરેન્દ્ર મોદીના નામનું ભોજન હજુ બાકી છે, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીના સમયે 2010માં મુખ્યમંત્રી નિતિશ કુમારે નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓને ભોજન સમારંભનું આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ એક જાહેરાતના વિવાદના કારણે આ ભોજન સભારંભ સ્થગિત કરવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકર્તા દ્રારા નરેન્દ્ર મોદીના સમર્થનમાં કરવામાં આવેલી નારેબાજી અંગેના પ્રશ્નને ટાળીને મંગલ પાંડે નીકળી ગયા હતા.

મંગલ પાંડેને કહેવામાં આવ્યું કે તેમની સામે સૌથી મોટો પડકાર છે 2014ની લોકસભાની ચુંટણીમાં કેન્દ્રની યુપીએ સરકારને ઉખાડી ફેંકવાનો અને સંગઠનને એકસાથે જોડીને એનડીએની 40 સીટોને જીતાડવાનો તે માટે તે નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે લઇને સંગઠનને એકજુટ કરશે. તો મંગલ પાંડેએ કહ્યું હતું કે '15 એપ્રિલના રોજ ઐતિહાસિક ગાંધી મેદાનમાં હુંકાર રેલીમાં કેન્દ્ર તરફથી બિહાર સાથે ઓરમાયો વ્યવહાર, કોલ લિંકેજ, કોલસા ફાળવણીમાં ભેદભાવ અને બિહારને વિશેષ દરજ્જો આપવાનો મુદ્દો ઉઠાવવામાં આવશે. બિહારને આર્થિક પેકેજ આપવાની માંગણી કરી છે. તેમને કહ્યું હતું કે બિનિયાદી સંરચનાના મામલે કેન્દ્રની યૂપીએ સરકાર બિહાર સાથે ભેદભાવ કરી રહી છે.

રસ્તા, શિક્ષા, સ્વાસ્થ્ય અને સિંચાઇની યોજના માટે સમયસર પૈસા આપવામાં આવતાં નથી. રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધારવા માટે પાર્ટીને પૈસા આપવામાં નથી આવતા. પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે તેમના નેતૃત્વમાં 20 જાન્યુઆરીના રોજ યૂપીએ સરકાર વિરૂદ્ધ પ્રથમ કાર્યક્રમ હશે. ડીઝલના ભાવ વધારાના વિરોધમાં રાજ્યના બધા જિલ્લા મુખ્યાલયોમાં યૂપીએ સરકારનું પુતળા દહન કરવામાં આવશે.

English summary
Mangal Pandey on Saturday said the decision whether to call Narendra Modi in the party's April 15 rally here would be taken by Central leadership.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X