મંગળયાનનું મંગળ પર કામ શરૂ; ISROએ પ્રકાશિત કરી પ્રથમ તસવીરો
બેંગલોર, 25 સપ્ટેમ્બર : ભારતના મહત્વકાંક્ષી સ્પેસ પ્રોજેક્ટ મંગળયાને મંગળની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યાના થોડા કલાકોમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. બુધવારે 24 સપ્ટેમ્બરે માર્સ ઓર્બિટર મિશન એટલે કે મંગળયાને કામ શરૂ કરવા દરમિયાન લીધેલી લાલ ગ્રહ મંગળની તસવીરો ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન - ISRO)એ પ્રકાશિત કરી છે.
ઇસરોએ જણાવ્યું છે કે મંગળયાને તેને પાંચ તસવીરો મોકલી છે. જે હાલ પ્રોસેસિંગમાં છે. ઇસરોએ મંગળ ગ્રહની તસવીરો જાહેર કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બતાવી હતી. આ તસવીરો કેવી છે તે જોવા આગળ ક્લિક કરો...

પ્રથમ તસવીર
આ છે મંગળયાને મંગળની સપાટીથી 7300 કિલોમીટરના અંતરે લીધેલી પ્રથમ તસવીર.

બીજી તસવીર
મંગળયાને લીધેલી બીજી તસવીર.

મંગળયાન
આ છે ઇસરોએ તૈયાર કરેલી મંગળની ભ્રમણકક્ષામાં મંગળયાનની કાલ્પનિક તસવીર

મંગળયાન
આ છે ઇસરોએ તૈયાર કરેલી મંગળયાનની પ્રતિકાત્મક તસવીર