મણિપુરના 6 બૂથો પર ફરીથી કરવામાં આવી રહી છે આજે ચૂંટણી, સાંજે 4 વાગે ખતમ થશે મતદાન પ્રક્રિયા
ઈમ્ફાલઃ હાલમાં જ બે તબક્કામાં પૂર્ણ થયેલ મણિપુર વિધાનસભા ચૂંટણીના 6 મતદાન કેન્દ્રો પર આજે એટલે કે 8 માર્ચ, 2022ના રોજ ફરીથી મતદાન કરાવવામાં આવી રહ્યુ છે. આ 6 મતદાન કેન્દ્ર ઉખરુલ, કલહંગ, પેન, નગમજૂ, યાંગખુલેન અને માઓ મરાફીમાં ફરીથી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. મુખ્ય ચૂંટણી અધિકારી રાજેશ અગ્રવાલે જણાવ્યુ કે ચૂંટણી પંચે સોમવારે મણિપુરની પાંચ વિધાનસભા ક્ષેત્રોના મતદાન કેન્દ્રો પર ફરીથી મતદાનનો આદેશ આપ્યો હતો.
મંગળવારે સવારે સાત વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. જે વિધાનસભા ક્ષેત્રોના બૂથો પર ફરીથી મતદાન કરાવવામાં આવી રહ્યુ છે તેના પર 92 ઉમેદવારોના ચૂંટણી ભાગ્ય દાવ પર લાગેલા છે. આમાંથી ભાજપના 12, કોંગ્રેસના 18, નેશનલ પીપલ્સ પાર્ટીના 11, જનતા દળ(યુનાઈટેડ) અને નાગા પીપલ્સ ફ્રંટના 10-10 ઉમેદવાર છે. આ બધા બૂથો પર બીજા તબક્કા દરમિયાન મતદાન થયુ હતુ.
28 ફેબ્રુઆરીએ પહેલા તબક્કાના મતદાનમાં 60માંથી 22 વિસ્તારોમાં 8,38,730 મતદારોમાંથી 77 ટકાથી વધુએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જ્યારે 38 સીટો પર 12,09,439 મતદારોમાંથી 88.63 ટકાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યુ કે પુનર્મતદાન પર વિચાર કરવાનુ એક મુખ્ય કારણ 5 માર્ચે બીજા અને અંતિમ તબક્કાના મતદાન દરમિયાન અને બાદમાં ઉપદ્રવીઓ દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને નુકશાન પહોંચાડ્યુ હતુ.
રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યુ કે સેનાપતિ જિલ્લાના નગમજૂ ગામમાં સ્થિત ઈવીએમ છીનવવાની કોશિશ કરનાર લોકોના એક સમૂહ પાંચ માર્ચે સુરક્ષાકર્મીઓ દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં એક વ્યક્તિઓના મોત થઈ ગયા અને એક અન્ય ઘાયલ થઈ ગયા.