For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મણિપુર ચૂંટણીઃ શિબિરોમાં રહેતા ઉગ્રવાદીઓ પણ આપી શકશે મત, ECએ આપી મંજૂરી

મણિપુરમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં શિબિરોમાં રહેતા ઉગ્રવાદી સમૂહોના સભ્યો પણ મત આપી શકશે.

|
Google Oneindia Gujarati News

ઈમ્ફાલઃ મણિપુરમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં શિબિરોમાં રહેતા ઉગ્રવાદી સમૂહોના સભ્યો પણ મત આપી શકશે. ચૂંટણી પંચે શુક્રવારે આની મંજૂરી આપી દીધી છે. જો કે આ લોકો મતદાન કેન્દ્રો પર જઈને ઈવીએમ દ્વારા મત નહિ આપે, તેમને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં ફેબ્રુઆરી અને માર્ચમાં મતદાન કરવામાં આવશે.

voting

કયા સમૂહના લોકો આપી શકશે મત

ચૂંટણી પંચે મણિપુરના એ ઉગ્રવાદી સમૂહોના સભ્યોને પોસ્ટલ બેલેટ દ્વારા મત આપવાની મંજૂરી આપી દીધી છે જેમની સરકાર સાથે યુદ્ધવિરામની સમજૂતી થઈ છે અને તે રાજ્યના અલગ-અલગ શિબિરોમાં રહે છે. તમને જણાવી દઈએ કે મણિપુરમાં યુનાઈટેડ પીપલ્સ ફ્રંટ(યુપીએફ) અને કુકી નેશનલ ઑર્ગેનાઈઝેશન(કેએનઓ)ના લગભગ 20 ઉગ્રવાદી સમૂહોએ રાજ્ય અને કેન્દ્ર સરકારો સાથે સંઘર્ષ વિરામ સમજૂતી સાઈન કરી છે. ત્યારબાદ આ સમૂહોના સભ્યોને સરકારે વિશેષ શિબિરોમાં રાખ્યા છે.

મણિપુરમાં બે તબક્કામાં મતદાન

દેશના પાંચ રાજ્યો - મણિપુર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. 60 વિધાનસભા સીટોવાળા મણિપુર રાજ્યમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં થશે. મણિપુરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થવાનુ છે. 10 માર્ચે મતોની ગણતરી થશે અને પરિણામનુ એલાન કરવામાં આવશે. મણિપુરમાં ભાજપ હાલમાં સત્તામાં છે. વળી, કોંગ્રેસ મુખ્ય વિપક્ષ છે. આ બંને પક્ષોમાં જ આ ચૂંટણીમાં મુખ્ય ટક્કર માનવામાં આવી રહી છે. આ બંને મોટા પક્ષો ઉપરાંત ઘણા સ્થાનિક દળો પણ ચૂંટણી મેદાનમાં છે. ખાસ કરીને નેશનલ પીપલ્સ પાર્ટી અને નગા પીપલ્સ ફ્રંટના પ્રદર્શન પર નજર રહેશે. આ ઉપરાંત ટીએમસી પણ ચૂંટણી લડી રહી છે.

મણિપુરમાં ગઈ વિધાનસભા ચૂંટણી એટલે કે 2017ની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમત નહોતો મળ્યો. અહીં બહુમતનો આંકડો 31 સીટોનો છે પરંતુ 2017માં કોંગ્રેસનો આનાથી ત્રણ સીટ ઓછી, 28 સીટો મળી હતી. અને તે સૌથી મોટો પક્ષ હતો. ભાજપને 60માંથી 21 સીટો મળી હતુ પરંતુ સરકાર બનાવવામાં તે સફળ રહી હતી. ભાજપે નાના દળોને સાથે લઈને સરકાર બનાવી હતી.

English summary
Manipur assembly elections 2022 EC approves postal ballots for militants who lives in designated camps
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X