For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતત બીજી વાર મણિપુરના CM બનશે એન બીરેન સિંહ, 3 વાગે થશે શપથ ગ્રહણ સમારંભ

મણિપુરમાં રાજ્યના આગલા મુખ્યમંત્રી કોણ બનશે તેનુ સસ્પેન્સ હવે ખતમ થઈ ચૂક્યુ છે.

|
Google Oneindia Gujarati News

ઈમ્ફાલઃ મણિપુરમાં રાજ્યના આગલા મુખ્યમંત્રી કોણ બનશે તેનુ સસ્પેન્સ હવે ખતમ થઈ ચૂક્યુ છે. ભારતીય જનતા પાર્ટીએ હાલમાં જ થયેલ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી હતી ત્યારબાદ મુખ્યમંત્રીના નામને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી. ચર્ચાઓ હતી કે મુખ્યમંત્રી એન બીરેન સિંહની ખુરશી આ વખતે જઈ શકે છે પરંતુ ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ એક વાર ફરીથી એન બીરેન સિંહ પર ભરોસો વ્યક્ત કરીને તેમને સતત બીજી વાર રાજ્યના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે.

birensingh

એન બીરેન સિંહ આજે બપોરે 3 વાગે રાજ્યના મુખ્યમંત્રી પદના એક ફરીથી શપથ લેશે. તમને જણાવી દઈએ કે મણિપુરમાં ભાજપે 60માંથી 32 સીટો પર જીત મેળવીને પૂર્ણ બહુમત મેળવ્યો છે. એન બીરેન સિંહ આજે સતત બીજી વાર રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. કેન્દ્રીય નેતૃત્વ દ્વારા એક વાર ફરીથી ભરોસો વ્યક્ત કરીને એન બીરેન સિંહે પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે ટ્વિટ કરીને કહ્યુ કે મારા પર ભારતીય જનતા પાર્ટીએ જે ભરોસો વ્યક્ત કર્યો છે તેને શબ્દોમાં વર્ણવી નથી શકતો. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દાર્શનિક મૂલ્યોને આગળ જાળવી રાખવાની કોશિશ કરીશ, રાજ્યની જનતાની મહત્વાકાંક્ષાઓને પૂરી કરીશ.

English summary
Manipur N Biren Singh sworn in again chief minister of state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X