For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનીષ સિસોદિયાના OSD લાંચ લેતાં રંગે હાથે ઝડપાયા

મનીષ સિસોદિયાના OSD લાંચ લેતાં રંગે હાથે ઝડપાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ગુરુવારે મોડી રાત્રે સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઓએસડીની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે. જાણકારી મુજબ દિલ્હી, અંદામાન નિકોબાર આઈસલેન્ડ સિવિલ સર્વિસેઝ એટલે કે દાનિક્સના વરિષ્ઠ અધિકારી ગોપાલ કૃષ્ણ માધવની સીબીઆઈએ ધરપકડ કરી છે. ધરપકડ કરાયા બાદ માધવને સીબીઆઈ હેડક્વાર્ટર્સ લાવવામાં આવ્યો છે. સીબીઆઈ તરફથી આ ધરપકડને લઈ કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. 201માં આમ આદમી પાર્ટી સત્તામાં આવ્યા બાદ માધવને મનીષ સિસોદિયાના ઓએસડી તરીકે તહેનાત કરાયા હતા. મહત્વની વાત એ છે કે દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાનના ઠીક બે દિવસ પહેલા આ ધરપકડ થઈ છે.

manish sisodia

જાણકારી મુજબ ગોપાલ કૃષ્ણ માધવે જીએસટીના એક મામલામાં બે લાખ રૂપિયાની લાંચ લીધી હતી, જેને પગલે મોડી રાત્રે સીબીઆઈએ તેમની ધરપકડ કરી લીધી છે. સૂત્રો મુજબ સમગ્ર મામલામાં મનીષ સિસોદિયાની કોઈ ભૂમિકા નથી સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે. જે રીતે દિલ્હીમાં વોટિંગના બે દિવસ પહેલા જ ધરપકડ થઈ, તે બાદ માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ ફરીથી તેજ થઈ શકે છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી દિલ્હી પોલીસે પોતાની તૈયારી પૂરી કરી લીધી છે.

દિલ્હી પોલીસના 40 હજાર જવાનોને ચૂંટણીને પગલે તહેનાત કરવામાં આવ્યા છે. જ્યારે 190 કંપની સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની પણ તહેનાત કરવામાં આવી છે. 19 હજાર હોમગાર્ડને પણ પોલીસના જવાનો સાથે પોલિંગ બૂથ પર તહેનાત કરવામાં આવશે. દિલ્હી પોલીસ મુજબ કુલ 2689 પોલિંગ બૂથમાંથી 545 પોલિંગ બૂથ સંવેદનશીલ છે. જ્યારે 21 કાઉન્ટિંગ સેન્ટર પર મલ્ટી લેયર સિક્યોરિટીના પુખ્તા ઈંતેજામ કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની આતંકી વારદાતને રોકવા માટે પણ પુખ્તા ઈંતેજામ કરવામાં આવ્યા છે.

27 દેશમાં કોરોના વાયરસનો કહેર, ચીનમાં 630 લોકોના મોત27 દેશમાં કોરોના વાયરસનો કહેર, ચીનમાં 630 લોકોના મોત

English summary
Manish Sisodia's OSD caught red handed taking bribe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X