For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનીષ સિસોદિયાએ માર્ગ નિર્માણ એજન્સીઓને આપી ચેતવણી - બેદરકારી થવા પર થશે કડક કાર્યવાહી

નાયબ મુખ્યમંત્રી અને જાહેર બાંધકામ વિભાગના મંત્રી મનીષ સિસોદિયાએ માર્ગ નિર્માણ એજન્સીઓને ચેતવણી આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નાયબ મુખ્યમંત્રી અને જાહેર બાંધકામ વિભાગના મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ છે કે રસ્તાઓના નિર્માણ અને બ્યુટિફિકેશનના કામમાં કોઈપણ પ્રકારની બેદરકારીને સાંખી લેવામાં આવશે નહિ. દરેક વ્યક્તિએ રોડ સેફ્ટી સંબંધિત ધોરણોનુ ખાસ ધ્યાન રાખવુ પડશે. જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આમાં બેદરકારી દાખવશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

manish sisodia

સિસોદિયા મંગળવારે 16 રસ્તાઓના બ્યુટિફિકેશનના કામની સમીક્ષા કરી હતી. સિસોદિયાએ કહ્યુ કે તમામ JE અને AE એ સુનિશ્ચિત કરવાનુ રહેશે કે તેમના નિયંત્રણ હેઠળના રસ્તાઓ પર ચાલી રહેલા બ્યુટિફિકેશનના કામો દ્વારા માર્ગ સલામતી સંબંધિત તમામ ધોરણોનુ પાલન કરવામાં આવે. બાંધકામ કાર્ય દરમિયાન અધિકારીઓ સ્થળની મુલાકાત લે અને નિરીક્ષણ કરે અને સામગ્રીની ગુણવત્તા તપાસે છે. આ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિની ફરિયાદ મળે તો તેને દંડ ફટકારવામાં આવે.

તેમ છતાં જો ધોરણોનુ ધ્યાન રાખવામાં ન આવે તો આવા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યુ કે બ્યુટિફિકેશન બાદ દિલ્લીના રસ્તાઓને નવો લુક મળશે. પરંતુ આ સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન આપણે એ વાતનું પણ ધ્યાન રાખવાનુ છે કે બાંધકામના કામને કારણે સામાન્ય લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

English summary
Manish Sisodia warns road construction agencies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X