મોદીની ABCDમાં મનીષ તિવારીએ ઉમેર્યાં F અને G!
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર : રાજસ્થાનમાં એક સભા દરમિયા ભાષણમાં કોંગ્રેસને નિશાના પર લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ABCDનો સહારો લીધો હતો. હવે કોંગ્રેસ તરફથી તેમને જવાબ આપવા માટે પાર્ટી નેતા મનીષ તિવારીએ પણ તેમાં F અને G ઉમેરી દીધા છે.
કોંગ્રેસ તરફથી મોદીના પ્રહારોનો જવાબ આપતા પાર્ટી નેતા મનીષ તિવારીએ જણાવ્યું કે મોદી માટે Fનો અર્થ થાય છે ફેક એન્કાઉન્ટર અને Gનો અર્થ થાય છે જિનોસાઇડ એટલે કે નરસંહાર.
આ ઉપરાંત આજે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે પણ ભ્રષ્ટાચારની 'એબીસીડી' તૈયાર કરવા સંબંધી મોદીના નિવેદન પર ટિપ્પણી કરતા જણાવ્યું કે ભ્રષ્ટાચારની વાત કરનારાઓ શું જાણતા નથી કે આજે પણ ગુજરાતમાં ભ્રષ્ટાચારની સામે ફરિયાદ કરવી મુશ્કેલ છે. અત્રે વર્ષ 2002થી લોકાયુક્તની નિયુક્તિ નથી થઇ.
તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાતના મંત્રિમંડળના મંત્રી બાબુભાઇને આજ દિન સુધી બહાર કરવામાં આવ્યા નથી. કૈગે ગુજરાત પ્રાંતમાં હજારો કરોડ રૂપિયાની અનિયમિતતાઓ પર આપત્તિ જતાવી છે. પ્રદેશ સરકાર પ્રદેશ સરકાર દેનો જવાબ નથી આપી રહી.