For Daily Alerts
મનીષ તિવારીએ મમતા પર સાધ્યો નિશાનો
નવી દિલ્હી, 3 એપ્રિલ: કોલકાતામાં કથિતરીતે પોલીસ કાર્યવાહીના કારણે માકપાના એક વિદ્યાર્થી નેતાનું મોત પર આક્રોશ વ્યક્ત કરતા કેન્દ્રીયમંત્રી મનીષ તિવારીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળ સરકારને પક્ષપાતની રાજનીતિથી બહાર નીકળીને ન્યાય સુનિચ્છિત કરાવવો જોઇએ.
તિવારીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિવટર પર લખ્યું છે કે 'સુદિપ્ત ગુપ્તાની નિધન પર ઉદાસ અને આક્રોશ અનુભવી રહ્યો છું. આશા છે પશ્ચિમ બંગાળ સરકાર જેમાં પૂર્વ વિદ્યાર્થી પરિષદ અથવા યુવા કોંગ્રેસના કાર્યકર્તા છે, તે ન્યાયના માટે રાજનૈતિક પક્ષપાતથી ઉપર આવશે.'
પોલીસના સાથેના સંઘર્ષ બાદ ધરપકડ કરવામાં આવેલા 22 વર્ષીય સુદિપ્ત ગુપ્તાનું ગઇકાલે મોત થઇ ગયું હતું. જેના કારણે એક મોટો વિવાદ ઉભો થઇ ગયો હતો. પોલીસનો દાવો છે કે ગુપ્તા એક વાહનમાંથી પડી ગયો જોકે વિપક્ષી નેતાઓનો આરોપ છે કે પોલીના લાઠીચાર્જમાં ઇજાગ્રસ્ત થયા બાદ તેણે દમ તોડ્યો.
આ ઘટના એ સમયે ઘટી જ્યારે એસએફઆઇ સમર્થક રાજ્યમાં કોલેજ યુનિયવની ચૂંટણી કરાવાની માંગને લઇને વિરોધ રેલી નીકાળવા માટે કોલકાતાના રાણી રાસમણી વિસ્તારમાં એકત્ર થયા હતા.