For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહનના મતે રાહુલ ઉત્તમ PM કેંડિડેટ, રામદેવના મતે પપ્પુને અધિકાર નથી

|
Google Oneindia Gujarati News

ramdev monmohan singh
નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર: હવે પછી ભારતના રાજકારણમાં દેશના પ્રધાનમંત્રી કોણ બનશે એક સળગતો પ્રશ્ન બન્યો છે. આ મુદ્દાને લઇને દેશની મુખ્ય પાર્ટી કોંગ્રેસ અને ભાજપમાં પણ ઘમાસાણ મચેલું છે. આવામાં પ્રધાનમંત્રી મનમોહન સિંહે જણાવ્યું છે કે ચૂંટણી બાદ રાહુલ ગાંધી પ્રધાનમંત્રીના આદર્શ ઉમેદવાર રહેશે. સાથે જ તેમણે જણાવ્યું કે રાહુલના નેતૃત્વમાં કામ કરવામાં કોઇ સમસ્યા નથી. જોકે, આ મુદ્દે હજી સુધી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કંઇ કહ્યું નથી.

પ્રધાનમંત્રી મનમોહન સિંહે હવે પછી પ્રધાનમંત્રી નહીં બનવાના સ્પષ્ટ સંકેત આપી દીધા છે. તેમણે જણાવ્યું કે તેઓ ત્રીજીવાર પ્રધાનમંત્રી બનવાના મૂડમાં નથી. તેમણે શનિવારે રશિયાથી પરત ફરતી વખતે પત્રકારોને જણાવ્યું કે ચૂંટણી બાદ રાહુલ ગાંધી પ્રધાનમંત્રી પદ માટે આદર્શ ઉમેદવાર રહેશે. મનમોહન સિંહે જણાવ્યું કે રાહુલમાં પ્રધાનમંત્રી બનવાની તમામ યોગ્યતા છે. જોકે પ્રધાનમંત્રી પોતાની નિવૃત્તિ અંગેની કોઇ જાહેરાત કરી નહીં. તેમણે જણાવ્યું 'હું રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ માટે કામ કરતો રહીશ. મને રાહુલના નેતૃત્વને સ્વીકારવામાં કોઇ વાંધો નથી.'

જ્યારે બીજી તરફ કોંગ્રેસની કેન્દ્ર સરકાર અને રાહુલ ગાંધી પર હંમેશા પ્રહારો કરતા આવેલા યોગ ગુરુ બાબા રામદેવે જણાવ્યું કે રાહુલ ગાંધીને દેશ પર રાજ કરવાનો કોઇ અધિકાર નથી. તેઓ આજે દિલ્હીના જંતર મંતર પર કેન્દ્ર સરકારની વિરોધમાં વ્યવસ્થા પરિવર્તન રેલી કરશે. રામદેવ સરકારની આર્થિક નીતિયો વિરૂદ્ધ અને કાળા નાણાને દેશમાં પાછું લાવવાની માંગને લઇને આ પ્રદર્શન કરશે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન રામદેવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાનો સાધતા જણાવ્યું કે ભોંદૂ-પપ્પુને દેશ પર રાજ કરવાનો અધિકાર નથી. રામદેવે મોદીનું સમર્થન કરતા જણાવ્યું કે આજે દેશને એક મહાનાયકની જરૂરીયાત છે. અને હાલના સમયમાં માત્ર મોદીમાં જ એ ક્ષમતા દેખાય છે.

English summary
Manmohan singh said Rahul is right for PM candidate, and Baba ramdev said 'Pappu' have no right to rule on country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X