For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું એવો પીએમ નહોતો જે મીડિયા સાથે વાત કરતાં પણ ડરેઃ મનમોહન સિંહ

હું એવો પીએમ નહોતો જે મીડિયા સાથે વાત કરતાં પણ ડરેઃ મનમોહન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જબરદસ્ત પ્રહાર કર્યો. મનમોહન સિંહે પોતાના પુસ્તક ચેન્જિંગ ઈન્ડિયાના વિમોચનના અવસર પર પીએમ કાર્યાલય સાથે જોડાયેલ કેટલાય મુદ્દાઓ પર ખુલીને પોતાની વાત રાખી છે. તેમણે પોતાની મૌન છબીનો પણ સહારો લેતા પીએમ મોદી પર મીડિયા સાથે વાત ન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે લોકો એમને સાઈલેન્ટ પ્રાઈમ મિનિસ્ટર કહેતા હતા, મારા હિસાબે મારું પુસ્તક આનો જવાબ આપશે.

લોકો કહે છે હું મૌન વડાપ્રધાન હતો

લોકો કહે છે હું મૌન વડાપ્રધાન હતો

મનમોહન સિંહે કહ્યું કે લોકો કહે છે કે હું મૌન પ્રધાનમંત્રી હતી. હું સમજું છું કે મારું પુસ્તક ચેન્જિંગ ઈન્ડિયા આ વિશે ખુદ બોલશે. હું એવો પીએમ નહોતો જે પ્રેસ સાથે વાત કરતાં પણ ગભરાતો હોય. હું સતત પ્રેસને મળતો રહેતો અને વિદેશ યાત્રા બાદ પ્રેસ કોન્ફ્રેન્સ કરતો હતો. મનમોહન સિંહે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે ચાલી રહેલ અણબણને લઈને પણ વાક્પ્રકાર કર્યો છે.

સરકાર અને આરબીઆઈની બબાલ પર બોલ્યા મનમોહન સિંહ

સરકાર અને આરબીઆઈની બબાલ પર બોલ્યા મનમોહન સિંહ

તેમણે કહ્યું કે મજબૂત, સ્વતંત્ર ભારતીય રિઝર્વ બેંકે સરકાર સાથે ઘનિષ્ટતા અને સહયોગ સાથે કામ કરવાનું હોય છે. માટે હું અપેક્ષા રાખું છું અને પ્રાર્થના કરું છું કે રિઝર્વ બેંક અને ભારત સરકાર એકબીજા સાથે મળીને શાંતિ અને સામંજસ્ય સાથે કાર્ય કરવાની રીત શોધી કાઢશે. તેમણે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ખેડૂતોના દેવાં માફીનું સમર્થન કર્યું છે. આના વિશે તેમણે કહ્યું કે અમારે અમારી વાત પૂરી કરવાની હતી. ચૂંટણી વાળાં રાજ્યોમાં દેવાં માફી અમારી ચૂંટણી ઘોષણાપત્રનો ભાગ હતો. માટે મુખ્યમંત્રીઓએ આ અંગે ઘોષણા કરી.

એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર જ નહિ

મનમોહન સિંહે કહ્યું કે તેઓ માત્ર એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર જ નહિ બલકે એક્સીડેન્ટલ ફાઈનાન્સ મિનિસ્ટર પણ છે. જેની પાછળનો કિસ્સો સંભળાવતા મનમોહન સિંહે કહ્યું કે એ સમયે હું યૂજીસીનો ચેરમેન હતો. હું રોજની જેમ એ દિવસે પણ ઑફિસ પહોંચ્યો. નરસિમ્હા રાવજી મને શોધી રહ્યા હતા. એમને ખબર પડી કે હું યૂજીસીમાં છું તો તેમણે મને ફોન કરીને પૂછ્યું કે ક્યાં છો? મેં જવાબમાં કહ્યું કે યૂજીસીમાં, હું તમારા માટે શું કરી શકું છું. ત્યારે નરસિમ્હા રાવજીએ કહ્યું કે તૈયાર થઈને આવી જાઓ, તમારે શપથ લેવાના છે. આવી રીતે હું એક્સીડેન્ટલ ફાઈનાન્સ મિનિસ્ટર બની ગયો હતો.

ગુજરાત સરકારનું ગ્રામીણ વિસ્તારોનું 650 કરોડનું વીજળી બિલ માફ કરવાનું એલાનગુજરાત સરકારનું ગ્રામીણ વિસ્તારોનું 650 કરોડનું વીજળી બિલ માફ કરવાનું એલાન

English summary
Manmohan Singh says People say I was a silent Prime Minister I wasn't the PM who was afraid of talking to the press
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X