For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહને મોદીને કહ્યું કે જે સલાહ મને આપતા હતા તેનો પોતે અમલ કરો

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ ઘ્વારા નરેન્દ્ર મોદી પર ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપ અંગે તીખા હુમલા કરવામાં આવ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ ઘ્વારા નરેન્દ્ર મોદી પર ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપ અંગે તીખા હુમલા કરવામાં આવ્યા છે. મનમોહન સિંહએ કહ્યું કે પીએમ મોદી જે સલાહ મને આપતા હતા તેનું પાલન કરવું જોઈએ. તેમને બોલતા રહેવું જોઈએ. મનમોહન સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ખુશ છે કે પીએમ મોદીએ પોતાની ચુપ્પી તોડી. હવે તમને કહ્યું છે કે દેશની દીકરીઓને ન્યાય મળશે અને ગુનેગારોને છોડવામાં નહીં આવે.

મૌનમોહન પર જોરદાર જવાબ

મૌનમોહન પર જોરદાર જવાબ

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને જયારે પીએમ મોદી ઘ્વારા લગાવવામાં આવતા મૌનમોહન પર પૂછવામાં આવ્યું ત્યારે તેમને ધારદાર જવાબ આપ્યો. તેમને કહ્યું કે મને આવા નિવેદનની આદત પડી ગયી છે. મેં મારુ આખું જીવન આવા નિવેદનો સાથે ગુજાર્યું છે. મને લાગે છે કે પ્રધાનમંત્રી મોદીએ પોતાની જ સલાહનું પાલન કરવું જોઈએ અને આવા સમયે થોડું વધારે બોલવું જોઈએ. મીડિયા ઘ્વારા મને ખબર પડી હતી કે મારા નહીં બોલવાને કારણે તેઓ મારી આલોચના કરતા હતા. પરંતુ મને લાગે છે કે મોદીજી જે સલાહ લોકોને આપે છે તેનું પોતે પાલન કરે.

અમે કાનૂન બદલ્યો હતો

અમે કાનૂન બદલ્યો હતો

પીએમ મોદીની બળાત્કાર મામલે ચુપ્પી પર મનમોહન સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે રીતે પ્રધાનમંત્રીએ બોલવામાં મોડું કર્યું તેને કારણે લોકોને વિચારવાનો મોકો મળ્યો કે દોષીઓ બચી શકે છે. મને લાગે છે કે જે લોકો સત્તામાં છે તેમને સમય પર બોલવું જોઈએ. જેના કારણે તેમના સમર્થકોને સાચું માર્ગદર્શન મળે. મનમોહન સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2012 દરમિયાન દિલ્હી ગેંગરેપ ઘટના પછી અમારી સરકારે યોગ્ય પગલાં ભર્યા અને કાનૂનમાં બદલાવ કર્યા હતા.

ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપ ઘટના પર હુમલો

ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપ ઘટના પર હુમલો

જયારે મનમોહન સિંહને પૂછવામાં આવ્યું કે જમ્મુ કાશ્મીર મુખ્યમંત્રી મેહબૂબ મુફ્તીએ કઠુઆ ગેંગરેપ મામલો સારી રીતે હેન્ડલ કર્યો તો તેના જવાબમાં મનમોહન સિંહએ જણાવ્યું કે તેઓ આ મામલો ગંભીરતાથી લઇ શકતા. શરૂઆતથી તેમને આ મામલો ગંભીરતાથી લીધો હોત તો દોષીઓ જલ્દી પકડાઈ જતા. મનમોહન સિંહ ઘ્વારા 8 વર્ષની બાળકીના બળાત્કાર અને હત્યા પર જણાવ્યું કે જયારે તેમને રિપોર્ટ વાંચી અને બાળકીના પિતાએ કહ્યું કે મારી માસૂમ દીકરીને હિન્દૂ અને મુસલમાન વિશે કઈ જ ખબર ના હતી ત્યારે ખુબ જ દુઃખ થયું હતું.

મોદી સરકારને આડે હાથ લીધા

મોદી સરકારને આડે હાથ લીધા

મનમોહન સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ સાચી વાત છે કે ભાજપા ઘ્વારા આખા મામલાને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ કરી છે. આ કોશિશ ભાજપના બે મંત્રીઓ ઘ્વારા કરવામાં આવી. તેમને જણાવ્યું કે સરકારમાં બેઠેલા લોકો પોતાના પદનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમને લાગે છે કે તેઓ કાનૂનથી બચી જશે. કાનૂન વ્યવસ્થા સરકારની જવાબદારી છે.

English summary
Manmohan singh says pm modi should follow his own advise which he had given me unnao kathua rape.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X