મન કી બાતઃ ન્યૂ ઇન્ડિયામાં VIP નહીં, EPI(Every Person is Imp) હશે

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમના માસિક રેડિયો પ્રોગ્રામ મન કી બાત માં આજે રવિવારે સવારે 11 વાગે દેશનું સંબોધન કર્યું હતું. આ તેમના પ્રોગ્રામનો 31મો એપિસોડ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ વાંચો અહીં..

narendra modi
 • 1 મેના રોજ ભારત સરકાર સંત રામાનુજાચાર્યની 1000મી જયંતિ ઉજવશે.
 • આજના યુગમાં મહાત્મા બુદ્ધના વિચારો ખૂબ મહત્વપૂર્ણ છે. આ દક્ષિણ એશિયા તરફથી ભારતને મળેલ અણમોલ ભેટ સમાન છે.
 • ન્યૂ ઇન્ડિયામાં વીઆઇપી ની જગ્યાએ ઇપીઆઇ(Every Person id Important) હશે.
 • મન કી બાત માટે ઘણા લોકોના સૂચનો મળ્યાં, જે સારી વાત છે. મનુષ્યનો સ્વભાવ છે, બીજાને સૂચના આપવી. જે લોકો કંઇક કરવા માંગે છે, તે જ સૂચનાઓ મોકલે છે. વધુ સૂચનો કર્મયોગી લોકોના છે. હું દરેક ફરિયાદો અને સૂચનાઓનું મૂલ્યાંકન કરું છું.
 • આજના યુવાનો આરામપ્રિય છે. વિદ્યાર્થીઓને કહો, પરીક્ષા પૂર્ણ થઇ ગઇ છે, તો ઉનાળાની રજાઓનો સદઉપયોગ કરે. નવી સ્કિલ્સ ડેવલપ કરવા પર ફોકસ કરે, નવી જગ્યાઓએ ફરવા જાય.
 • ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોર ભારત અને બાંગ્લાદેશ બંન્નેના વારસા-રૂપ છે. ગુરૂદેવના તેમની રચના ગીતાંજલિ માટે 1913માં નોબેલ એવોર્ડ મળ્યો હતો.
 • અંગ્રેજોએ તેમને નાઇટહુડની ઉપાધિ આપી હતી. વર્ષ 1919માં જલિયાવાલા બાગ હત્યકાંડ બાદ તેમણે એ ઉપાધિ પરત કરી દીધી હતી.
 • એક 12 વર્ષના બાળક પર જલિયાવાલા હત્યાકાંડની ખૂબ અસર થઇ હતી, તે બાળકનું નામ હતું ભગત સિંહ.
 • 23 માર્ચના રોજ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂને અંગ્રેજોએ ફાંસી પર ચડાવ્યા હતા. ફાંસીની તારીખ 24 માર્ચ, 1931 નક્કી કરવામાં આવી હતી. પરંતુ અંગ્રેજોએ એક દિવસ પહેલાં જ તેમને છુપાઇને ફાંસીએ ચડાવી દીધા હતા અને ત્યાર બાદ એ જ રીતે અગ્નિદાહ પણ આપવામાં આવ્યો હતો. જ્યારે પણ પંજાબ જાઓ ત્યારે એ શહીદોને ખાસ નમન કરજો.
 • 10 એપ્રિલ 1917માં ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ કર્યો. આજે આપણે ગાંધીજી અને તેમના ચંપારણ સત્યાગ્રહ અંગે અંદાજો પણ લગાવી શકીએ એમ નથી. આ સત્યાગ્રહ તેમના સંગઠન કૌશલ્યની સાબિતી છે. તેમણે ઘણા મોટા નેતાઓને ચંપારણ મોકલ્યા હતા. ગાંધીજી સર્જન અને સંઘર્ષને એકસાથે લાવી શક્યા હતા. તેમણે આપણને સત્યાગ્રહનું મહત્વ સમજાવ્યું.
 • પીએમ મોદીએ કહ્યું કે, 25 કરોડ લોકો નક્કી કરી તો ન્યૂ ઇન્ડિયાનું સપનું સાચું થઇ સકે છે. દરેક વસ્તુ સરકારી ખર્ચે જ થાય એ જરૂરી નથી. દરેક નાગરિક સંકલ્પ કરે કે હું પોતાની જવાબદારી પૂરી કરીશ, એક દિવસ માટે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ નહીં કરું. તો આવી નાની-નાની વાતોથી જ- ન્યૂ ઇન્ડિયાનું સર્જન થશે.
English summary
In his monthly radio programme Mann ki Baat, Prime Minister Narendra Modi will address the nation at 11 am on Sunday.
Please Wait while comments are loading...