મન કી બાતઃ પીએમ મોદીએ પારંપરિક રમતોથી લઇ ચીન વિવાદ અને કોરોના મહામારી પર વાત કરી
પીએમ નરેન્દ્ર મોદીએ આજે ફરી મન કી બાત કરી, પોતાના આ રેડિયો કાર્યક્રમમાં પીએમ મોદીએ કોરોના વાયરસ મહામારી, ચીન સાથેના તણાવ પર વાતચીત કરી. તેમણે કહ્યું કે, એક વર્ષમાં આટલી બધી આપદાઓ બહુ સાંભળવા મળે છે. આ વર્ષ પડકાર જનક રહ્યું. તેમણે કહ્યું કે મુશ્કેલી આવે છે, સંકટ આવે છે પરંતુ સવાલ એજ રહે છે કે શું આ આપદાઓને કારણે આપણે વર્ષને ખરાબ માની લેવું જોઇએ? આ વિચારવું બિલકુલ ખોટું નથી, એક વર્ષમાં એક પડકાર આવે કે 50 પડકાર આવે, નંબર ઓછા વધુ હોવાથી વર્ષ ખરાબ નથી થઇ જતું. સેંકડો વર્ષો સુધી અલગ અલગ હુમલાખોરોએ ભારત પર હુમલો કર્યો, તેમને લાગતું હતું કે ભારતની સંસ્કૃતિ જ સમાપ્ત થઇ જશે, પરંતુ આ સંકટોથી ભારત વધુ ભવ્ય થઇ ઉભરી આવ્યો.
પીએમ મોદીએ ગીતની પંક્તિઓ પણ ગાયી 'યે કલ કલ છલ છલ બેહતી ક્યા કહતી ગંગા ધારા, યે કલ કલ છલ છલ બેહતી ક્યા કહતી ગંગા ધારા યુગ યુગ સે બેહતા આતા યે પુણ્ય પ્રવાહ હમારા, ક્યા ઉસકો રોક શકેંગે, મીટને વાલે મીટ જાયે, કંકળ પથ્થર કી હસ્તી ક્યા બાધા બન કર આયે?' ભારતમાં પણ જ્યાં એક એકમ મોટા સંકટ આવતા ગયા ત્યાં બધી બાધાઓને દૂર કરતાં અનેકો સૃજન પણ થયાં. સંકટ દરમિયાન પણ હરેક ક્ષેત્રમાં સૃજન ચાલુ રહ્યું. ભારતે હંમેશા સંકટોને સફળતાની ચીઢીઓમાં પરિવર્તિત કર્યું છે.
આ ભાવનાઓ સાથે જ આપણે આજે પણ આ બધા સંકટો વચ્ચે આગળ વધતા રહેવાનું છે. 130 કરોડ દેશવાસીઓ આગળ વધશે તો આ વર્ષ દેશ માટે નવો કીર્તિમાન બનાવતો સાબિત થશે. આ સાથે જ દેશ નવી ઉંચાઇઓને આંબશે. મને 130 કરોડ દેશવાસીઓની શક્તિ પર વિશ્વાસ છે, ભારતે જેવી રીતે મુશ્કેલ સમયમાં દુનિયાની મદદ કરી તેણે આજે શાંતિ અને વિકાસમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત કરી છે. દુનિયાએ ભરતની વિશ્વસંપ્રભુતા મહેસૂ કરી છે. લદ્દાખમાં ભારતની ભૂમિ પર જોનારાઓને કરારો જવાબ મળ્યો છે, ભારત મિત્રતા નિભાવવા જાણે છે અને આંખા આંખ નાખી જોવું અને ઉચ્િત જવાબ આપતા પણ જાણે છે. આપણા વીર સૈનિકોએ જણાવી દીધું કે તેઓ મા ભારતીના ગૌરવ પર ક્યારેય આંચ નહિ આવવા દે.
લદ્દાખમાં શહીદ થયેલા સૈનિકોને આખો દેશ શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે, તેમના પરિજનોમાં ગર્વની જે ભાવના છે, દેશ માટે જે જઝબા છે તેજ તો દેશની તાકાત છે. જેમના દીકરા શહીદ થયા તેમના માતા પિતા પોતાના બીજા દીકરાને પણ સેનામાં મોકલવાની વાત કરી રહ્યા છે. બિહારના શહીદના પિતાના ત્યાગનો પણ ઉલ્લેખ કર્યો. આપણા બધા પ્રયાસ સીમાઓમાં રક્ષા માટે દેશની તાકત વધે તે દિશામાં જ હોવા જોઇએ. દેશના દરેક ખુણેથી પત્ર આવી રહ્યા છે કે તેઓ હવે લોકલ જ ખરીદી રહ્યા છે. ડિફેન્સ ક્ષે્રમાં, ટેક્નોલોજીના ક્ષેત્રમાં આજે ભારત આગળ વધી રહ્યો છે. જન ભાગીદારી વિના એકેય મિશન સફળ ના થઇ શકે.
તમે લોકલ ખરીદશો, લૉકલ માટે વૉકલ થશો તો સમજો તમે દેશને મજબૂત કરવામાં તમારી ભૂમિકા નિભાવી રહ્યા છો, આ પણ એક રીતે દેશની સેવા જ છે. તમે કોઇપણ પ્રોફેશનમાં હોય, દરેક ક્ષેત્રમાં દેશની સેવાની જગ્યા હોય જ છે. આપણે યાદ રાખવાનું છે કે આપણો દેશ જેટલો મજબૂત થશે દુનિયામાં શાંતિની સંભાવના પણ એટલી જ મજબૂત થશે. આપણા દેશમાં કહેવાય છે કે જો સ્વભાવથી દુષ્ટ હોય તો વ્યક્તિ વિવાદમાં ધનનો પ્રયોગ, ઘમંડમાં તાકાતનો પ્રયોગ બીજાને નુકસાન કરે છે પરંતુ સંતની વિદ્યા જ્ઞાન માટે, ધન મદદ માટે અને તાકાત રક્ષા કરવા માટે ઉપયોગ થાય છે, ભારતે પોતાની તાકાતનો ઉપયોગ હંમેશા આ ભાવના સાથે જ કર્યો છે. ભારતનો ભાવ બંધુતા છે. આપણે આ આદર્શો સાથે જ આગળ વધતા રહીશું.
પીએમ મોદીએ કહ્યું કે કોરોનાના સંકટકાળમાં દેશ લૉકડાઉનથી બહાર નીકળી આવ્યો છે, આપણે અનલૉકની દિશામાં છીએ, જેમાં આપણે કોરોનાને હરાવવાનો છે અને અર્થતંત્રને તાકાત આપવાની છે. તમારી સતર્કતા જ તમને કોરોનાથી બચાવશે. જો તમે માસ્ક નથી પહેરતા, બે મીટરની દૂરીનું પાલન નથી કરતા, અથવા બીજી જરૂરી સાવધાની નથી વરતતા તો તમે તમારી સાથોસાથ બીજાઓને પણ જોખમમાં નાખો છો. માટે તમે લાપરવાહી ના વરતો. અનલૉકની સાથે એવી કેટલીય ચીજો અનલૉક થઇ રહ્યાં છે.
વર્ષોથી માઇનિંગ સેક્ટર લૉકડાઉન હતાં, થોડા દિવસો પહેલા જ સ્પેસ સેક્ટરમાં સુધારો કરવામાં આવ્યો જેનાથી આત્મનિર્ભર ભારતને ગતિ મળશે અને દેશ ટેક્નોલોજી મામલે પણ એડવાન્સ બનશે. કૃષિ ક્ષેત્રમાં પણ ઘણી વસ્તુઓ દશકોથી ફસાયેલ હતી, જેને હવે અનલૉક કરી દીધી છે. જેમાં ખેડૂતોને પોતાનો પાક ક્યાંયપણ કોઇને પણ વેચવાની આઝાદી મળી છે, ત્યાં જ બીજી તરફ તેમને વધુ કિંમત મળે તે પણ સુનિશ્ચિત થયું છે. દર મહિને આપણે એવા સમાચાર વાંચીએ અને જોઇએ છીએ જે આપણને ભાવૂક કરી દે અથવા આપણને એ વાતનું સ્પરણ કરાવે છે કે કેવી રીતે ભધા ભારતીયો એકબીજાની મદદ કરે છે.
અરુણાચલના એક ગામનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગામવાળાઓએ કોરોનાને પગલે પહેલેથી જ ગામથી થોડે દૂર ક્વોરન્ટાઇનની વ્યવસ્થઆ કરવા માટે અસ્થાયી 14 ઝૂપડી બનાવી દીધી, આ ઝૂંપડીઓમાં શૌચાલય, વિજળી, પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી.
આપણે ત્યાં કહેવાય છે કે જેમ કપૂર આગમાં તપ્યા પછી પણ પોતાની સુગંધ નથી છોડતું તેવી રીતે સારા લોકો આપદામાં પણ પોતાના ગુણ પોતાનો સ્વભાવ નથી છોડતા, આજે આપણા દેશી જે શ્રમ શક્તિ છે, જે શ્રમિક સાથી છે તેઓ પણ આના જીવતા જાગતા ઉદાહરણ છે, આ દિવસોમાં શ્રમિકોની એવી કેટલીય કહાનીઓ આવી રહી છે જે આપણે ઉત્સાહિત કરી રહ્યા છે. ઉત્તર પ્રદશના પ્રવાસી મજૂરોને ઉલ્લેખ કર્યો જેમણે લૉકડાઉન દરમિયાન ગામની નદી ઉંડી ખોદી કાઢી.
કોરોના જેવો સંકટ ના આવ્યો હોત તો કદાચ જીવન શું છે, જીવન શા માટે છે, જીવન કેવું છે આ કદાચ આપણને યાદ જ ના આવત. કેટલાય લોકો આ કારણે જ માનસિક તણાવમાં જીવતા રહ્યા તો બીજી તરફ લોકોએ મને શેર કર્યું કે કેવી રીતે લૉકડાઉન દમરિયાન ખુશીઓની નાના નાના પાસાં પણ રિવિલ કર્યાં. બાળકો પારંપારિક રમતો રમતા થયા છે. ગુટ્ટા, સાપસીડી સહિતની ઇન્ડોર રમતોનો ઉલ્લેખ કર્યો.
બાળકોને આગ્રહ કર્યો કે જ્યારે થોડો સમય મળે ત્યારે તમારા મોબાઇલ ફોન ઉઠાવો અને દાદા-દાદી, નાના-નાનીનું ઇન્ટર્વ્યૂ કરો અને તમે તેમને સવાલ કરો કે તેઓ બાળપણમાં તેઓ કઇ રીતે રહેતા હતા, તેઓ શું શું કરતા હતા, કઇ કઇ રમતો રમતા હતા, તહેવાર કેવી રીતે મનાવતા હતા તેવી ઘણી વાતો તેમને પૂછી છકો છો. તેમને પણ પોતાના જીવનના 40-50 વર્ષ પાછળ જવું આનંદ આપશે અને તમને પણ ત્યારનું ભારત કેવું હતું તે જાણવા મળશે.
જ્યારે 800 ઘેટાં- બકરાં લઇ ચીની દૂતાવાસમાં ઘૂસી ગયા હતા વાજપેયી