For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણાઃ મનોહરલાલ ખટ્ટરે CM, દુષ્યંત ચૌટાલાએ ડેપ્યુટી CM પદના શપથ લીધા

મનોહરલાલ ખટ્ટર હરિયાણાના સીએમ અને દુષ્યંત ચૌટાલા નવા ડેપ્યુટી સીએમ બની ગયા છે.

|
Google Oneindia Gujarati News

મનોહરલાલ ખટ્ટર હરિયાણાના સીએમ અને દુષ્યંત ચૌટાલા નવા ડેપ્યુટી સીએમ બની ગયા છે. બંનેએ રવિવારે બપોરે પદ અને ગોપનીયતાના શપથ લીધા. ચંદીગઢમાં રાજભવનમાં આયોજિત શપથગ્રહણ સમારંભમાં બંને નેતાઓને રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ શપથ લેવડાવ્યા. આ દરમિયાન ભાજપ અને એનડીએના ઘણા મોટા નેતા હાજર રહ્યા.

ભાજપને સીએમ અને જેજેપી ડેપ્યુટી સીએમનુ પદ

ભાજપને સીએમ અને જેજેપી ડેપ્યુટી સીએમનુ પદ

હરિયાણામાં 21 ઓક્ટોબરે ચૂંટણી થઈ હતી. રાજ્યની 90 સીટોમાંથી બહુમત માટે જરૂરી 46 નો આંકડો કોઈ પાર્ટી પાર ના કરી શક્યા બાદ 40 સીટો જીતનારી ભાજપે 10 સીટો પર વિજયી રહેલી જેજેપી સાથે મળીને સરકાર બનાવી છે. ભાજપને સીએમ અને જેજેપી ડેપ્યુટી સીએમનુ પદ મળ્યુ છે. રવિવારે સીએમ અને ડેપ્યુટી સીએમ પદના શપથગ્રહણ કર્યા છે.

સરકાર બનાવવાનો દાવો

મનોહરલાલ ખટ્ટરને શનિવારે ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય સાથએ મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. ત્યારબાદ તેમને રાજ્યપાલ પાસેથી આજે બપોરનો સમય મળ્યો હતો. ત્યારબાદ રવિવારે અઢી વાગે શપથગ્રહણ સમારંભ થયો.

આ પણ વાંચોઃ સોનિયા ગાંધીએ કહ્યુ ખેડૂતો માટે ‘કાળી દિવાળી', પાકના યોગ્ય ભાવ અપાવવા ખરો રાજધર્મઆ પણ વાંચોઃ સોનિયા ગાંધીએ કહ્યુ ખેડૂતો માટે ‘કાળી દિવાળી', પાકના યોગ્ય ભાવ અપાવવા ખરો રાજધર્મ

90 સીટોમાંથી ભાજપને 40

મનોહરલાલ સતત બીજી વાર હરિયાણાના સીએમ બન્યા છે. 2014માં તેમને ભાજપને પૂર્ણ બહુમત મળ્યા બાદ સીએમ બનાવવામાં આવ્યા હતા. 2014માં ભાજપે 47 સીટો જીતી હતા. વળી, ડેપ્યુટી સીએમ બનેલા દુયંત ચૌટાલા પહેલી વાર ધારાસભ્ય ચૂંટાયા છે. આ પહેલા તે 2014સાંસદ રહી ચૂક્યા છે. હરિયાણાની 90 સીટોમાંથી ભાજપને 40 અને જેજેપીને 10 સીટો મળી છે. રાજ્યમાં કોંગ્રેસને 31 સીટો પર જીત મળી છે.

English summary
Manohar Lal Khattar takes oath as Haryana CM Dushyant Chautala oath Deputy CM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X