હરિયાણામાં ભાજપ-JJPની સરકાર, ચૌટાલાની પાર્ટીના ડેપ્યૂટી સીએમ
નવી દિલ્હીઃ હરિયાણામાં નવી સરકારનો રસ્તો સાફ થઈ ગયો છે. રાજ્યમાં ભાજપ અને 10 મહિના જૂની પાર્ટી જેજેપી સાથે ગઠબંધન બનવા જઈ રહ્યું છે. શુક્રવારે સાંજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને જેજેપી ચીફ દુષ્યંત ચૌટાલા વચ્ચે થયેલ બેઠકમાં નવી સરકારને લઈ સહમતિ બની. દુષ્યંત ચૌટાલા સાથેની બેઠક બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફ્રેન્સ કરી હરિયાણાના રાજકારણના નવા ગઠબંધનનું એલાન કરી દીધું. શાહે કહ્યું કે, હરિયાણાના મુખ્યમંત્રી જેજેપી હશે અને નાયબ મુખ્યમંત્રી જેપી નડ્ડા, હરિયાણઆના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર બનશે., ભાજપી નેતા અનુરાગ ઠાકુર પણ હાજર હતા.

હરિયાણામાં BJP-JJPની સરકાર
ભાજપ અધ્યક્ષ અમિત શાહના આવાસ પર પાર્ટી અને જેજેપી વચ્ચે સરકારના ગઠબંધનને લઈ મેરેથોન ચર્ચા થઈ. ચર્ચા બાદ રાત્રે અમિત શાહે પ્રેસ કોન્ફ્રેન્સ કરતાં એલાન કર્યું કે રાજ્યમાં ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધનની સરકાર બનશે. જેજેપી પક્ષને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવશે. જ્યારે મુખ્યમંત્રીનું પદ ભાજપ પાસે જ રહેશે. જનતાના જનાદેશને જોઈ હરિયાણામાં ભાજપ-જેજેપી મળીને સરકાર બનાવશે.

ભાજપ તરફથી બંને નેતાઓને શુભેચ્છા પાઠવું છુંઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, ભાજપના વિધાયક દળના નેતા ચૂંટાયા બાદ સરકાર બનાવવાની આગળની પ્રક્રિયા તરત જ શરૂ કરી દેવામાં આવશે અને આગામી પાંચ વર્ષ સુધી ભાજપ અને જેજેપી સરકાર હરિયાણાના વિકાસને મોદીના નેતૃત્વમાં આગળ લઈ જશે. હરિયાણાની જનતાએ જે જનાદેશ આપ્યો છે, તેની ભાવનાને ધ્યાનમાં રાખી ભાજપ અને જેજેપી બંનેના નેાઓએ આ નિર્ણય લીધો છે. હું બંને નેતાઓને શુભકામના આપું છું અને આગામી સરકારના સારા કાર્યકાળ માટે સુભકામના પાઠવું છું.

રાજ્યપાલને મળશે મનોહર લાલ ખટ્ટર
જ્યારે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે અમે સરકારના ગઠબંધન માટે જલદી જ રાજ્યપાલને મળશું. તેમણે કહ્યું કે હરિયાણામાં જેજેપી સાથે સરકાર બાવી રહ્યા છીએ. અગાઉ પણ અમે એક બીજાની મદદ કરતા રહ્યા છીએ. જ્યારે પ્રેસ કોન્ફ્રેન્સમાં હાજર જનનાયક જનતા પાર્ટીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાએ કહ્યું- હરિયાણાની પ્રગતિ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રદેશ માટે જે કંઈપણ થઈ શકે છે જેજેપી કરવા માટે તૈયાર છે. રાજ્યપાલને મળી અમે આગળનું પગલું ભરવાનું નક્કી કરશું.
ગિરિશ ચંદ્ર મુર્મૂ જમ્મુ-કાશ્મીર અને રાધાકૃષ્ણ બન્યા લદ્દાખના લેફ્ટીનેન્ટ ગવર્નર