ગોવાઃ મનોહર પર્રિકરના નેતૃત્વમાં બનશે ભાજપ સરકાર

Written By:
Subscribe to Oneindia News

ગોવા ના રાજ્યપાલ મૃદલા સિન્હાએ રક્ષામંત્રી મનોહર પર્રિકર ને ગોવાના નવા મુખ્યમંત્રી નિયુક્ત કર્યાં છે તથા તેમને શપથ લીધાના 15 દિવસની અંદર બહુમત સાબિત કરવાનું કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના રોજ ભાજપે ગોવામાં મનોહર પર્રિકરના નેતૃત્વમાં સરકાર બનાવવાની રજૂઆત કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ભાજપ ના 13, મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના 3, ગોવા ફૉર્વર્ડ પાર્ટીના 3 અને 2 અપક્ષ ધારાસભ્યો તેમની સાથે છે.

manohar parrikar

મનોહર પર્રિકરે રક્ષા મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું છે તથા મંગળવારે સાંજે 5 વાગે તેઓ ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલે મનોહર પર્રિકરને શપથ ગ્રહણ કર્યાના 15 દિવસની અંદર બહુમત સાબિત કરવાનું કહ્યું છે. ભાજપ તરફથી કુલ 21 ધારાસભ્યોની સૂચિ મોકલવામાં આવી હતી અને ગોવામાં સરકાર બનાવવા માટે પણ આટલા જ ધારાસભ્યોની જરૂર છે.

રક્ષા મંત્રીના પદેથી મનોહર પર્રિકરે રાજીનામું આપી દીધા બાદ હવે નાણાં મત્રી અરુણ જેટલીને આ પદની કામગીરી સોંપવામાં આવી છે.

કોંગ્રેસ પક્ષ 40માંથી 17 બેઠકો જીતવા છતાં સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો. ગોવા ફોરવર્ડ પાર્ટીના નેતા વિજય સરદેસાઇએ મીડિયાને જણાવ્યું કે, રાજ્યમાં સ્થિર સરકાર માટે તેઓ ભાજપનું સમર્થન કરી રહ્યાં છે. મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના નેતા સુદિન ધાવલિકરનું કહેવું છે કે, જો પર્રિકર રાજ્ય સરકારનું નેતૃત્વ કરશે, તો જ તેઓ ભાજપને સમર્થન આપશે.

English summary
Goa governor Mridula Sinha on Sunday appointed defense minister Manohar Parrikar as the state’s new chief minister.
Please Wait while comments are loading...