For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ બન્યા મનોજ સિન્હા, પૂર્વ LG જીસી મૂર્મુને મળી આ જવાબદારી

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ હવે મનોજ સિન્હા બની ગયા છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ હવે મનોજ સિન્હા બની ગયા છે. શુક્રવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાએ શપથ ગ્રહણ કર્યા બાદ આ જવાબદારી લીધી છે. વળી, ઘાટીના પૂર્વ ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મૂને કેન્દ્ર સરકારે દેશના નવા કૉમ્પટ્રોલર એન્ડ ઑડિટર જનરલ ઑફ ઈન્ડિયા(CAG)તૈનાત કર્યા છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે રાષ્ટ્રપતિ ભવન તરફથી મનોજ સિન્હાની નિયુક્તિ જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ તરીકે સૂચના આપી દેવામાં આવી હતી.

lg

તમને જણાવી દઈએ કે બુધવારે જે સમયે આખો દેશ રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં મંત્રમુગ્ધ હતો એ દિવસે સાંજે જમ્મુ કાશ્મીરના પૂર્વ ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મીએ પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. તેમના આ નિર્ણયથી ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી પરંતુ ગુરુવારે મનોજ સિન્હાની નિયુક્તિ બાદ તમામ અટકળો પર વિરામ લાગી ગયુ. તમને જણાવી દઈએ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાની ગણતરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમુક ભરોસાપાત્ર નેતાઓમાં થાય છે. તે પહેલા મનોજ સિન્હા ગાઝીપુરથી સાંસદ, કેન્દ્ર સરકારમાં ઘણા પદો પર મંત્રી રહી ચૂક્યા છે.

મનોજ સિન્હાની ઉપરાજ્યપાલ તરીકે નિયુક્તિ બાદથી કેન્દ્રશાસિત પ્રદેશની રાજનીતિમાં હલચલ મચી ગઈ છે. ગુરુવારથી જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે સરકારના આ નિર્ણયને ચોંકાવનારો ગણાવ્યો હતો. તેમણે લખ્યુ હતુ, ગઈ રાતે એક-બે નામ સામે આવ્યા હતા પરંતુ એ નક્કી થઈ ગયુ હતુ કે આમાંથી કોઈ નહિ બને. તમે આ સરકારથી એ આશા રાખી શકો છો કે એ એવા વ્યક્તિનુ નામ કાઢીને લાવે જે મીડિયામાં સૂત્રો દ્વારા ચલાવવામાં આવી રહેલ નામોથી એકદમ અલગ હોય. એલજીના પદેથી રાજીનામુ આપનાર મુર્મૂને કૉમ્પટ્રોલર એન્ડ ઑડિટક જનરલ ઑફ ઈન્ડિયા(કેગ)ની જવાબદારી સોંપવામાં આવી છે. નાણા મંત્રાલયે આ અંગે એક આદેશ જારી કર્યો હતો.

ઈલેક્ટ્રીક વાહન ખરીદનારને આર્થિક મદદ આપશે દિલ્લી સરકાર, ઈલેક્ટ્રીક વ્હીકલ પૉલિસી લાગુઈલેક્ટ્રીક વાહન ખરીદનારને આર્થિક મદદ આપશે દિલ્લી સરકાર, ઈલેક્ટ્રીક વ્હીકલ પૉલિસી લાગુ

English summary
Manoj Sinha appointed as new LG of Jammu and Kashmir GC Murmu appointed as the new CAG
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X