સીમા પર સતત પાકિસ્તાન કરી રહ્યું છે ફાયરિંગ, 11 લોકો ઇજાગ્રસ્ત

Posted By:
Subscribe to Oneindia News

જમ્મુ કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે. પાછલા 24 કલાકથી અહીં સતત ગોળીબારી થઇ રહી છે. જો કે પાકિસ્તાનની આ નાપાક વાતનો ભારતીય સેના પણ બરાબરનો જવાબ આપી રહી છે.

army

જો કે આ ગોળીબારીમાં બીએસએફના આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર સમતે 10 અન્ય નાગરિકોના ઇજાગ્રસ્ત થવાની ખબર પણ આવી છે. તથા અનેક લોકોના ઘરોને ભારે નુક્શાન થયું છે. ઇજાગ્રસ્તોમાં એક જ પરિવારના 6 લોકો પણ સામેલ છે.

army

વધુમાં પાકિસ્તાન તરફથી ભારતીય ચોકીઓ પર મોર્ટાર સેલ દાગવામાં આવી રહ્યા છે. લોકોમાં પણ આ જ કારણે ડરનો માહોલ ફેલાઇ ગયો છે. વળી સામાન્ય લોકો પાસે ખાવા પીવાના સામાનની પણ અછત ઊભી થઇ છે.

પીટીઆઇની ખબર મુજબ ભારતીય સેનાએ જે જવાબી કાર્યવાહી કરી છે તેનાથી પાકિસ્તાનના ત્રણ સૈનિકોની મોતની ખબર આવી છે. બીએસએફના સુત્રો મુજબ ભારતીય ફાયરિંગમાં પાકિસ્તાનની ઓછામાં ઓછી પાંચથી છ પોસ્ટને મોટું નુક્શાન થયું છે.

army

સંધર્ષ વિરામનું ઉલ્લંધન
નોંધનીય છે કે પાછલા લાંબા સમયથી પાકિસ્તાન સંધર્ષ વિરામનું ઉલ્લંધન કરી રહ્યો છે. અને વચ્ચે વચ્ચે રોકાઇને તે વારંવાર ગોળીબારી કરી રહ્યો છે. પાકિસ્તાને આ પહેલા ગત રવિવારે પણ સીઝફાયરિંગ કર્યું હતું.

army

નોંધનીય છે કે ઉરી આતંકી હુમલા પછી ભારતે જે પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. તે પછી બન્ને દેશોના સંબંધ વધુ વણસ્યા છે. અને દિવાળીના સમયે પાકિસ્તાન તેની આ નાપાક હરકત કરી દબાવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે તેના કારણે આ વિસ્તારમાં રહેતા સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી ગઇ છે.

English summary
Many civilians injured in ceasefire violations by pakistan on LOC.
Please Wait while comments are loading...