• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સંસદનુ શિયાળુ સત્ર ખતમ, વિરોધ છતાં મોટા બિલ પાસ કરાવવામાં સફળ રહી સરકાર

|

નરેન્દ્ર મોદી સરકારે સંસદના શિયાળુ સત્રમાં ઘણા મોટા બિલ પાસ કરાવી લીધા છે. રાજ્યસભામાં ઓછી સંખ્યા હોવા છતાં પણ ભાજપ કોઈ પણ બિલ પાસ કરાવવા માટે જરૂરી મતો મેળવવામાં સફળ રહી. આ સત્રમાં ઘણા મોટા મુદ્દાઓ જેવા કે વાયુ પ્રદૂષણ, ડેટાની ગોપનીયતા અને દેશની આર્થિક સ્થિતિ પર પણ ચર્ચા થઈ છે.

ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની સહયોગી પાર્ટી શિવસેનાએ આમ તો સાથ છોડી દીધો પરંતુ પાર્ટી પર કોઈ પ્રભાવ ન પડ્યો. શિવસેના મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 50-50 ફોર્મ્યુલા પર વાત ન બન્યા બાદ એનડીએથી અલગ થઈ ગઈ હતી. શિવસેનાએ રાજ્યમાં સરકાર બનાવવા માટે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ સાથે હાથ મિલાવી લીધો છે. જો કે શિવસેનાએ વિવાદાસ્પદ નાગરિકતા સુધારા બિલનો વિરોધ ન કર્યો.

સરકાર આ શિયાળુ સત્રમાં લોકસભામાં 14 અને રાજ્યસભામાં 15 બિલોને મંજૂરી અપાવવામાં સફળ રહી છે. આમાંથી ઘણા બિલ સતત ચર્ચાનો વિષય બની રહ્યા. દિલ્લી વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે અનધિકૃત કૉલોનિઓને નિયમિત કરવાનો સફળ દાવ પણ ચલાવ્યો. આ ઉપરાંત સંસદ અને વિધાનસભાઓમાં એસસી-એસટી પ્રતિનિધિત્વ અનામતને દસ વર્ષ આગળ વધારવા સાથે આમાં એંગ્લો ઈન્ડિયનકોટાને ખતમ કરવા પણ સરકારને સફળતા મળી છે.

સરકારે એસપીજી એક્ટમા સુધારો કરીને એસપીજીની સુરક્ષા પીએમ સુધી જ સીમિત રાખવામાં સફળતા મેળવી છે. નવાઈની વાત તો એ છે કે ઉપલા ગૃહમાં બહુમત ન હોવા અને વિપક્ષના વિરોધ છતાં સરકાર નાગરિકતા સુધારા બિલ અને એસપીજી એક્ટ સુધારા બિલને મોટા અંતરથી કાયદો બનાવવામાં સફળ રહી. નાગરિકતા સુધારા બિલનો મોટાભાગની વિપક્ષી પાર્ટીઓએ વિરોધ કર્યો અહીં સુધી કે તેને રાજ્યસભામાં પાસ ન કરાવવા માટે પણ ઘમા પ્રયત્નો થયા અને માંગ થઈ કે આને સમીક્ષા માટે મોકલવામાં આવે. પરંતુ તેમછતાં સરકારે બહુમતથી વધુ મતો મેળવી તેમા સફળતા મેળવી.

વર્તમાન સત્રમાં સરકાર ટ્રાન્સજેંડર વ્યક્તિ (અધિકારોની સુરક્ષા), જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક, સરોગસી વિનિયમન, કૉર્પોરેટ કર ઘટાડવા સંબંધી સુધારો, ઈલેક્ટ્રોનિક સિગરેટ પ્રતિબંધ, કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય અને નાગરિકતા સુધારા જેવા મહત્વના બિલોને કાયદો બનાવવામાં સફળ થઈ છે. રાજ્યસભાના 49 વર્ષોમાં સર્વશ્રેષ્ઠ પ્રશ્નકાળ રહ્યો જ્યાં મૌખિક રીતે 9.5 પ્રશ્નોના ઉત્તર આપવામાં આવ્યા. વર્ષ 1972 બાદ પહેલી વાર લોકસભાએ પ્રશ્નકાળ દરમિયાન એક દિવસમાં મંત્રીઓ દ્વારા મૌખિક રીતે બધા 20 સવાલોના જવાબ આપ્યા.

આ દરમિયાન સત્ર ખતમ થવા પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રેસ કૉન્ફર્સ કરીને શુક્રવારે જણાવ્યુ કે લોકસભા સત્રની કાર્યવાહી ખૂબ જ સકારાત્મક રહી. બધા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સંસદમાં ઉપસ્થિત સાંસદોએ પ્રશ્ન ઉઠાવ્યા. તેમણે કહ્યુ કે લોકસભાની કાર્યવાહી નક્કી સમયથી વધુ 28 કલાક અને 45 મિનિટ સુધી ચાલી. બિરલાએ કહ્યુ કે અમે વર્ષ 2022માં નવા સંસદ ભવનનુ નિર્માણ કરીશુ.

આ પણ વાંચોઃ દિલ્લીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની 'ભારત બચાવો' રેલી આજે

English summary
many important bills is being successfully pass in this winter session by modi government despite huge protest by opposition parties.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X