For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Monsoon 2021: ગુજરાતનાં અનેક ગામોમાં પૂર, જામનગરમાં હેલિકૉપ્ટરથી લોકોને ઍરલિફ્ટ કરાયાં

ગુજરાતના મોટાભાગના પ્રાંતોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે; ત્યારે ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જામનગરમાં અતિભારે વરસાદને પગલે પૂર જ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ગુજરાતના મોટાભાગના પ્રાંતોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે; ત્યારે ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જામનગરમાં અતિભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને લોકોને હેલિકૉપ્ટરથી ઍરલિફટ કરવાની નોબત આવી છે.

રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાાં છે, વોર્ડ નંબર 14માંથી વૃદ્ધાને રેસ્ક્યૂ કરાયાં.

સતત બે દિવસથી અહીં અનરાધાર વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ફરી વળ્યાં છે અને રસ્તાઓ તથા ઘરો ડૂબી ગયાં છે.

કેટલાંક ગામોનાં ઘરોમાં પાણી ભરાઈ જવાને લીધે લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર થયા છે, અનેક લોકો જીવ બચાવવા માટે અગાસી પર ચડી ગયા છે.


ક્યાંક ડૅમ છલકાયા, ક્યાંક નદીઓ બે કાંઠે

https://www.youtube.com/watch?v=Zql8EXeo0vc

જામનગરના ઉમિયાસાગર, આજી, વીજરખી, વાગડિયા, વગેરે ડૅમ ઑવરફ્લો થયા છે અને નદીકાંઠાના અનેક ગામોમાં નદીનાં પાણી ભરાયાં છે.

સૌરાષ્ટ્રના જામનગર ઉપરાંત સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટમાં ઠેકઠેકાણે ભારે વરસાદ છે અને કેટલાક ગામોમં વરસાદી પાણી ભરાયાંના અહેવાલો પણ આવી રહ્યાં છે.

તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને પગલે ઉકાઈ ડૅમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉકાઈ ડેમના 22 પૈકી ચાર દરવાજા ચાર-ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે અને 53 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

સપ્ટેમ્બર મહિનો શરૂ થયો, ત્યાં સુધી રાજ્યમાં વરસાદની ઘટ હતી અને કેટલાક ભાગોમાં દુષ્કાળ પડે એવો ડર હતો.

જોકે સપ્ટેમ્બર મહિનામાં વરસેલા વરસાદ બાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ સુધરી છે; અને રાજ્યનાં ડૅમો તથા જળાશયોમાં પાણીની આવક થઈ છે.


હજી કેટલા દિવસ વરસાદની આગાહી

https://www.youtube.com/watch?v=7DWpqeWDJlQ

આ સ્થિતિની વચ્ચે ગુજરાતમાં હજી આવનારા ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરી દેવામાં આવી છે.

12મી સપ્ટેમ્બરે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે આગામી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા છે.

આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત કચ્છ, ભાવનગર, ભરૂચ, મહિસાગર, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ અને આણંદમાં ભારે વરસાદની શક્યતા છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Many villages in Gujarat were flooded and people were airlifted by helicopter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X