For Quick Alerts
For Daily Alerts
આતંકવાદી છે નક્સલી, કેજરીવાલ પાસેથી લે બોધઃ રમેશ
નવી દિલ્હી, 29 મેઃ છત્તીસગઢમાં નક્સલીઓના હુમલા બાદ નક્સલવાદને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ નેતા પર થયેલા આ હુમલા બાદ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે નક્સલીઓને આતંકવાદી ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે, આ એક સુનિયોજીત ષડયંત્ર હેઠળ કરવામાં આવેલો હુમલો હતો.
એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં રમેશે કહ્યું કે નક્સલીઓ સાથે કુણુ વલણ અપનાવવું ના જોઇએ. તે આતંક ફેલાવે છે અને તેથી તેઓ આતંકી છે. તેમણે નક્સલીઓને માત્ર આતંકી જ નથી કહ્યાં પરંતુ તેમને પહોંચી વળવા માટે કડક વલણ અપનાવવામાં આવે તેવી સલાહ પણ આપવામાં આવી છે.
ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે નક્સલીઓને કેજરીવાલ પાસેથી બોધ લેવાની સલાહ આપી છે. તેમણે નક્સલીઓની ગતિવિધિઓને આતંકવાદ ગણાવતા તેમના સમર્થક બુદ્ધિજીવીઓને આગ સાથે નહીં રમવાની સલાહ આપી દીધી છે. તેમણે કહ્યું કે, સિસ્ટમમાં ખામીઓને ગણાવનારા માઓવાદીઓએ અરવિંદ કેજરીવાલ પાસેથી બોધ લેવો જોઇએ.