• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સલમા ઝુડૂમના 15 નેતા નિશાના પર, નક્સલીઓએ જાહેર કર્યું હિટ લિસ્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News
રાયપુર, 31 મે: છત્તીસગઢના દરભામાં કોંગ્રેસ પરિવર્તન યાત્રાના કાફલા પર થયેલા હુમલા બાદ નક્સલીઓએ હવે સલમા ઝૂડૂમ સાથે જોડાયેલા 15 લોકોની હત્યા કરવાની ધમકી આપી છે. સુકમાના જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવેલા ધમકીભર્યા પત્રમાં નક્સલીઓએ કહ્યું છે કે નક્સલી વિરોધી અભિયાન સલમા ઝૂડૂમ સાથે જોડાયેલા 15 લોકોનું હિટ લિસ્ટ જાહેર કર્યું છે.

આ પત્ર સીપીઆઇ નક્સલીઓના દરભા ડિવીઝનલ કમેટીએ સુકમા કલેક્ટરને મોકલવામાં આવ્યો હતો. પત્ર લાલ શાહીથી લખવામાં આવ્યો હતો. મંગળવારે સુકમા કલેક્ટરને આ પત્ર મળ્યા બાદ તંત્ર હરકત આવી ગયું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ સલમા ઝૂડૂમ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને પોલીસને દંડિત કરશે. પત્રના અનુસાર નક્સલીઓ એક યાદી જાહેરનારા છે જેમાં પોલીસ મદદ કરનારા અને સલમા ઝૂડૂમ સાથે જોડાયેલા લોકોના નામ સામેલ છે. પત્રમાં સરકાર અને પોલીસ તંત્રને ખુલ્લી ચેતાવણી આપી દિધી છે ફોર્સ તૈનાત કરી હોવાછતાં આ લોકોની સુરક્ષા કરી શકશે નહી.

નક્સલીઓએ સલમા ઝૂડૂમ નેતાઓ અને સુરક્ષા એજન્સીઓની મદદ કરનારાઓના નામ લીધા છે. તેમનું કહેવું છે કે આ નિર્દોષ આદિવાસીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરનારા અને તેમને જેલ મોકલવામાં મદદ કરનારાઓથી બદલો લેવામાં આવશે. નક્સલીઓએ બસ્તરથી સીઆરપીએફને પરત બોલાવવાની માંગણી કરી છે. સાથે જ નિર્દોષ લોકોની હત્યાઓને રોકવા, ઓપરેશન ગ્રીન હંટ બંધ કરવાની, વિકાસ યાત્રા અને પરિવર્તન યાત્રા રદ કરવા, અરાસમેટ્ટા હત્યાકાંડમાં સામેલ સીઆરપીએફના જવાનોની હત્યાના આરોપ નક્કી કરવા અને જેલમાંથી માઓવાદી કેડરને છોડી મુકવાની માંગણી કરવામાં આવી છે.

English summary
Maoists have sent a letter to Sukma district collectorate, threatening to eliminate at least 15 people, who were associated with controversial anti-Naxalite movement Salwa Judum.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X