For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મરાઠા ક્રાંતિ મોરચાની ભવ્ય રેલી, જ્યાં દેખો ત્યાં કેસરિયો

મુંબઇમાં મરાઠીએ નીકાળી સૌથી મોટી રેલી. અનામત અને શિક્ષણને લઇને પોતાની માંગણીઓને રજૂ કરવા આજે નીકળી રેલી. જાણો આ અંગે વિતગવાર અહીં.

|
Google Oneindia Gujarati News

બુધવારે, મરાઠા ક્રાંતિ મોર્ચા દ્વારા મુંબઇમાં ઠેક ઠેકાણે વિશાળ રેલી નીકાળવામાં આવી છે. આ દ્વારા મરાઠા સમાજ સરકાર પાસેથી નોકરી અને શિક્ષણમાં 16 ટકા આરક્ષણની માંગ કરી રહ્યું છે. જો કે આ ક્રાંતિ મોર્ચાને રાજકારણથી અલગ રાખવામાં આવ્યું છે સાથે જ તેમાં ખાલી રેલી નીકાળીને સરકાર સામે મરાઠી લોકો પોતાનું શક્તિપ્રદર્શન કરી માંગણી રાખવાના છે. જો કે મુંબઇમાં આ જ કારણે હાલ મોટી સંખ્યામાં લોકો ભગવો ધ્વજ લઇને રસ્તા પર ઉતરી આવ્યા છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે. ઠેર ઠેર રસ્તાઓ પર લાંબી કતાર જોવા મળી રહી છે. જો કે આ કારણે મુંબઇના કેટલાક રસ્તાઓને પણ બંધ રાખવામાં આવ્યા છે.

Mumbai

ભાયખાલાથી આ રેલીને નીકાળી આઝાદ મેદાન સુધી લઇ જવામાં આવશે. જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાવાના હોવાના કારણે ચાંપતો પોલીસ બંદોવસ્ત પણ કરવામાં આવ્યો છે. વધુમાં આસપાસના રાજ્યોથી પણ લોકો મુંબઇ આવી રહ્યા હોવાના કારણે મુંબઇ પુણે જેવા હાઇ વે પણ ચક્કાજામ થયા છે. ગુજરાત અને મુંબઇના હાઇવે પર પણ આજ સવારથી જ ટ્રાફિક વધુ જોવા મળી રહ્યો છે. આ રેલી પછી 25 સભ્યોનું પ્રતિનિધિમંડળ સીએમ દેવેન્દ્ર ફડણવીસને તેમની માંગણી સોંપશે. ઉલ્લેખનીય છે કે દેશ વિદેશથી જ્યાં આ રેલીને સમર્થન મળી રહ્યું છે ત્યાં ગુજરાતમાં પાસ નેતા હાર્દિક પટેલ પણ આ માટે પોતાનું સમર્થન આપ્યું છે.

English summary
Maratha Kranti morcha rally today, where Maratha community agitation for reservation in jobs and education.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X