For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મરાઠા આંદોલન પૂરું કરવાનું એલાન

મંગળવારે મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં બંધ પછી આજે બુધવારે મુંબઈ, થાણે, પાલગઢ અને રાયપુરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મરાઠા આરક્ષણની માંગ અંગે ચાલી રહેલી આંદોલન આજે મુંબઈ સુધી પહોંચી ગયું છે. મંગળવારે મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં બંધ પછી આજે બુધવારે મુંબઈ, થાણે, પાલગઢ અને રાયપુરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. મંગળવારે આંદોલન દરમિયાન ઘણા વિસ્તારોમાં પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઝપાઝપીની ખબરો આવી હતી. શિક્ષા અને નોકરીઓમાં આરક્ષણ આપવાની માંગને લઈને એક યુવકે ગોદાવરી નદીમાં કૂદીને પોતાનો જીવ પણ આપી દીધો. યુવકની મૌત પછી આ આંદોલન વધારે ઝડપી બની ગયું છે અને ઘણા વિસ્તારોમાં મરાઠા ક્રાંતિ મોરચા ઘ્વારા ઉગ્ર પ્રદર્શન પણ કરવામાં આવ્યું.

maratha kranti morcha

Newest First Oldest First
3:32 PM, 25 Jul

મરાઠા સંગઠન ઘ્વારા મુંબઈ બંધનું એલાન પાછું લેવામાં આવ્યું. મરાઠા ક્રાંતિ મોરચા ઘ્વારા બંધ ખતમ કરવાની વાત કહેવામાં આવી. આરક્ષણ માટે આ આંદોલન કરવામાં આવી રહ્યું હતું.
3:31 PM, 25 Jul

મુંબઈમાં પોલીસની ઘણી ગાડીઓને આગ લગાવી દેવામાં આવી. બેકાબુ ભીડને વિખેરવા માટે પોલીસે હવામાં ફાયરિંગ પણ કર્યું.
3:30 PM, 25 Jul

ઘણી જગ્યા પર લાગ્યો જામ, પ્રદર્શનકારીઓ ઘ્વારા ઘણા વાહનોને આગ લગાવી દેવામાં આવી. અહમદનગરમાં બસોને આગ લગાવવામાં આવી.
2:07 PM, 25 Jul

રામદાસ અઠવાલેનું નિવેદન, આંદોલનનું સમર્થન કરું છું તેની સાથે સાથે શાંતિપૂર્વક આંદોલન કરવાની અપીલ પણ કરું છું. આરક્ષણ 50 ટકાથી વધારીને 75 ટકા કરવું જોઈએ.
2:06 PM, 25 Jul

મરાઠા આંદોલન દરમિયાન નાસિક અને મુંબઈમાં હિંસા, મનખુદમાં પ્રદર્શન દરમિયાન બસો સળગાવવામાં આવી.
12:44 PM, 25 Jul

ચેમ્બુરમાં ઇસ્ટર્ન એક્સપ્રેસવે પર આંદોલનકારીઓ ઘ્વારા જામ લગાવવામાં આવ્યો. જગ્યા પર પોલીસ પણ હાજર.
11:15 AM, 25 Jul

મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં બે સમૂહો વચ્ચે સંઘર્ષ, આ સમૂહો જબરજસ્તી લોકોની દુકાનો બંધ કરાવવા લાગ્યા અને શાકભાજીની લારીઓ તોડવાની કોશિશ કરવા લાગ્યા, જગ્યા પર પોલીસ હાજર.
11:13 AM, 25 Jul

મરાઠા આરક્ષણ માંગને લઈને આંદોલનકારીઓ ઘ્વારા કેટલીક જગ્યા પર જબરજસ્તી દુકાનો બંધ કરાવી.
11:04 AM, 25 Jul

મરાઠા આરક્ષણ માંગને લઈને આંદોલન ચાલુ, થાણેમાં લોકલ ટ્રેન રોકવાની કોશિશ કરવામાં આવી.
11:00 AM, 25 Jul

અમે કોઈ પણ રસ્તા બંધ નથી કરી રહ્યા, અમે શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા છે. અમે લોકોને તેમની દુકાનો બંધ કરવા માટે કહી રહ્યા છે: મરાઠા ક્રાંતિ મોરચા
10:59 AM, 25 Jul

થાણેમાં આંદોલનકારીઓએ બસને નિશાનો બનાવ્યો, ટીએમસી બસોની તોડફોડ કરી.
10:57 AM, 25 Jul

બંધને લઈને મુંબઈ પોલીસ એલર્ટ, બધા જ પોલીસકર્મીઓને રસ્તા પર રહેવા માટે આદેશ આપ્યો. ખુફિયા ટીમ પણ માહિતી મેળવવામાં લાગી.
10:56 AM, 25 Jul

સરકારી નોકરીઓ અને ભણતરમાં મરાઠા સમુદાય માટે આરક્ષણને લઈને આંદોલન ચાલુ. 2 લોકોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.

English summary
maratha kranti morcha called band in mumbai, demanding reservation for maratha community
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X