For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભર ના મુખ્ય સમાચારો પર એક નજર....

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મોદી:મહિલાઓ છે સશક્ત તેમને સશક્તિકરણની જરૂર નથી

મોદી:મહિલાઓ છે સશક્ત તેમને સશક્તિકરણની જરૂર નથી

8 માર્ચે આંતરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજીત મહિલા જન પ્રતિનિધિઓના સમાપન કાર્યક્રમમાં મોદીએ કહ્યું કે મહિલાઓ મલ્ટીટાસ્કર છે. તે પોતાની તમામ જવાબદારી સારી રીતે નીભાવે છે. પુરુષોની શું વિસાત કે તે મહિલાઓનું સશક્તિકરણ કરે, મહિલાઓ સ્વયંમ સશક્ત છે.

શીના બોરા કેસ ઇંદ્રાણીએ કહ્યું મિખાઇલ કર્યું હતું ખૂન

શીના બોરા કેસ ઇંદ્રાણીએ કહ્યું મિખાઇલ કર્યું હતું ખૂન

શીના બોરા કેસમાં હવે એક નવો ખુલાસો થયો છે. આ કેસની મુખ્ય આરોપી તેવી ઇંદ્રાણીએ પોતાની પુત્રી શીના બોરાએ ખૂનનો આરોપ પતિ મિખાઇલ પર લગાવ્યો છે. પીટર મુખર્જીના ભાઇ એક છાપા કહ્યું છે કે ગત વર્ષે ઇંદ્રાણીએ પીટર પર શીનાના ખૂનનો આરોપ લગાવ્યો હતો. અને તેમને જણાવ્યું હતું કે તે ખાલી શીનાની લાશ છુપાવામાં તેની મદદ કરી હતી.

ગુજરાતમાં હાઇ એર્લટ, આનંદી કહ્યું ચિંતાની કોઇ વાત નથી

ગુજરાતમાં હાઇ એર્લટ, આનંદી કહ્યું ચિંતાની કોઇ વાત નથી

આઇબી દ્વારા ગુજરાતમાં 10 જેટલા આંતકીઓ ધૂસ્યા હોવાની ખબર જાહેર થતા સમગ્ર રાજ્યમાં ચાંપતો સુરક્ષા પહેરો તૈયાર કરવામાં આવ્યો છે. વળી મહાશિવરાત્રીના પગલે તમામ ગાડીઓનું સધન ચેકિંગ અને પોલીસને હાઇએલર્ટ પર પણ મૂકવામાં આવી છે. એરપોર્ટ, સિવિલ હોસ્પિટલ, મંદિરોની પાસે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વધુમાં એનએસજીની ચાર ટીમોને ગુજરાતમાં ઉતારવામાં આવી છે. જો કે મુખ્યમંત્રી આનંદીબેને લોકોને ચિંતાની કોઇ વાત નથી. સુરક્ષા કારણો સહ આ વ્યવસ્થા કરવામાં આવી છે.

હાઇએલર્ટ વચ્ચે કેશુબાપાએ કરી સોમનાથમાં પૂજા

હાઇએલર્ટ વચ્ચે કેશુબાપાએ કરી સોમનાથમાં પૂજા

નોંધનીય છે કે ગુજરાતમાં એક તરફ આઇબીએ આતંકીઓ ધૂસ્યા હોવાનું એલર્ટ જાહેર કર્યું છે ત્યાં જ મોટી સંખ્યામાં લોકો શિવરાત્રી નિમિત્તે જગવિખ્યાત સોમનાથ મંદિરમાં બાબા ભોળેનાથના દર્શન કરવા ઉમટી રહ્યા છે. ત્યારે સુરક્ષા વચ્ચે સોમનાથ મંદિરના ટ્રસ્ટી કેશુભાઇ પટેલે આજે ભોળેનાથની પૂજા કરી. નોંધનીય છે કે સુરક્ષા કારણોથી સોમનાથ હાલ યુદ્ધ છાવણીમાં પલટાઇ ગયું છે.

કન્હૈયાની જમાનત પર શિવસેના ભાજપ પર કર્યું હલ્લા બોલ

કન્હૈયાની જમાનત પર શિવસેના ભાજપ પર કર્યું હલ્લા બોલ

જેએનયૂના વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ કન્હૈયા કુમારની જમાનત બાદ શિવસેનાએ મોદી સરકાર પર આક્ષેપ કર્યો કે ભાજપના કારણે જ કન્હૈયાને ફ્રીમાં પબ્લિસીટી મળી રહી છે? તેણે કહ્યું કે કન્હૈયાને આટલી જલ્દી કેવી રીતે બેલ મળી? વધુમાં શિવસેનાએ કહ્યું કે ગુજરાતમાં હાર્દિક પર પણ રાજદ્રોહનો આરોપ લાગ્યો છે તે તો હજી જેલમાં છે તો પછી કન્હૈયા આટલી જલ્દી આઝાદ કેવી રીતે થઇ ગયો?

કન્હૈયાને એક 15 વર્ષીય યુવતીએ આપ્યો ખુલ્લો પડકાર

કન્હૈયાને એક 15 વર્ષીય યુવતીએ આપ્યો ખુલ્લો પડકાર

કન્હૈયા પછી તેને ખુલ્લો પડકાર આપનારી લુધિયાણાની 15 વર્ષીય જહાન્વી બહલ આજ કાલ સોશ્યલ મીડિયા પર છવાયેલી છે. જહાન્વીએ કન્હૈયાને અભિવ્યક્તિની સ્વતંત્રતા વિષય પણ તેની સાથે સાર્વજનિક વાદવિવાદ કરવા માટે ખુલ્લો પડકાર આપ્યો છે. નોંધનીય છે કે ગણતંત્ર દિવસ પર સ્વચ્છ ભારત અભિયાનમાં સહયોગ આપવા માટે જહાન્વીને સન્માનિત કરવામાં આવી હતી. અને તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કન્હૈયાની ટિપ્પણી સામે વિરોધ પ્રગટ કર્યો છે.

કન્હૈયાને કાર્યક્રમની જાણકારી હતી, રજિસ્ટ્રારનો ખુલાસો

કન્હૈયાને કાર્યક્રમની જાણકારી હતી, રજિસ્ટ્રારનો ખુલાસો

જેએનયૂ વિવાદમાં કન્હૈયા વિરુદ્ધ હવે એક મોટો ખુલાસો થયો છે. જેએનયૂના રજિસ્ટ્રાર પત્ર લખીને ખુલાસો કર્યો છે જે કન્હૈયા કુમારને અફઝલ ગુરુ પર કાર્યક્રમ થવાનો છે તે વાતની જાણકારી હતી. વધુમાં કન્હૈયા જ આ કાર્યક્રમ રદ્દ કરવા પર રજિસ્ટ્રારને ફોન કરીને વિરોધ નોંધાવ્યો હતો. નોંધનીય છે કે કન્હૈયા પોતાના એક નિવેદનમાં તેવું કહ્યું હતું કે અફઝલ ગુરુના કાર્યક્રમ વિષે તેને કોઇ જાણકારી નહતી.

અરુણ જેટલીએ કહ્યું કન્હૈયા મામલે અમારી જીત થઇ છે.

અરુણ જેટલીએ કહ્યું કન્હૈયા મામલે અમારી જીત થઇ છે.

જેએનયૂ અને કન્હૈયા કુમાર મામલે બોલતા નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે જેએનયૂ મામલે સરકારની વૈચારિક જીત થઇ છે. જેણે જેએનયૂમાં દેશદ્રોહના નારા લગાવ્યા હતા તેણે જેલમાંથી નીકળીને જય હિંદ બોલી અને તિરંગાને સલામી આપી. જે અમારી વૈચારિક જીત બતાવે છે.

સ્મૃતિ ઇરાનીની કાર સાથે નહતો થયો અકસ્માત: HRD મિનિસ્ટ્રી

સ્મૃતિ ઇરાનીની કાર સાથે નહતો થયો અકસ્માત: HRD મિનિસ્ટ્રી

યમુના એક્સપ્રેસ પર એક વ્યક્તિની મોતના આરોપ પરિવારજનો દ્વારા માનવ સંશાધન પ્રધાન સ્મૃતિ ઇરાની પર લગાવ્યા બાદ મંત્રાલયે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે કેન્દ્રીય મંત્રીની કાફિલા સાથે આ વહાનનો અકસ્માત નહતો થયો. વધુમાં તેણે કહ્યું કે સ્મૃતિએ જ એસએસપીને ફોન કરી ઇજાગ્રસ્તો માટે એમ્બ્યુલન્સ મંગાવી હતી. નોંધનીય છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારની પુત્રીએ સ્મૃતિ પર અકસ્માતના સમયે મદદ ના કરવાનો આરોપ લગાવ્યો હતો.

ED એ વિજય માલિયાની મુશ્કેલી વધારી

ED એ વિજય માલિયાની મુશ્કેલી વધારી

સીબીઆઇની ફરિયાદ બાદ ઇડીએ બિઝનેસમેન વિજય માલિયા સામે મની લોન્ડ્રિંગના મામલો દાખલ કર્યો છે. તેમની પર બેંક ઓફ ઇન્ડિયા સમેત અનેક બેંકને ડિફોલ્ટર કરવાનો આરોપ છે. નોંધનીય છે કે જલ્દી જ ઇડી આ મામલે માલિયાની પૂછપરછ કરશે.

ભૂમાતા બ્રિગ્રેડ, શનિદેવ પછી પહોંચી ત્ર્યંમ્બકેશ્વર, સ્થાનિકો રોકી બ્રિગ્રેડને

ભૂમાતા બ્રિગ્રેડ, શનિદેવ પછી પહોંચી ત્ર્યંમ્બકેશ્વર, સ્થાનિકો રોકી બ્રિગ્રેડને

મંદિરોમાં મહિલા અધિકારોની માંગ માટે લડતી સમાજિક કાર્યકર્તા તૃપ્તી દેસાઇ અને ભૂમાતા બ્રિગ્રેડ શનિદેવ બાદ નાસિક પાસે આવેલા ત્ર્યમ્બકેશ્વર મંદિરમાં પ્રવેશ માટે પહોંચી. આ 150થી 200 મહિલાઓને મંદિરથી પહેલા નારાયણગામમાં રોકવામાં આવી. સ્થાનિક લોકોએ આ મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરતા રોકી. નોંધનીય છે કે આ પહેલા પણ આ મહિલા બિગ્રેડે શિંગણાપુરના શનિદેવના મંદિર પર તેલ ચડાવવા દેવા માટે પ્રવેશની અનુમતિ માંગી હતી ત્યારે વિરોધ થયો હતો.

English summary
Bullet news of March 07. Read today's top news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X