For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાકુંભનો સૂર્યાસ્ત: સંગમમાં રવિવારે લાગી શ્રદ્ધાની અંતિમ ડૂબકી

|
Google Oneindia Gujarati News

ઇલાહાબાદ, 10 માર્ચ: શ્રદ્ધાનો મહાકુંભ આજથી સમાપ્ત થવા જઇ રહ્યો છે. આજે કુંભમાં છેલ્લું શાહી સ્નાન છે. મહાકુંભમાં મહાશિવરાત્રિના અવસરે શ્રદ્ધાળુઓએ ગંગા નદીમાં છેલ્લા સ્નાન માટે ડૂબકી લગાવી. 14 જાન્યુઆરીથી શરૂ થયેલા આ દુનિયાના સૌથી મોટા ધાર્મિક મેળો આજે સમાપ્ત થવા જઇ રહ્યો છે.

મકર સંક્રાંતિથી શરૂ થયેલા આ આસ્થાના આ મેળામાં 6 મુખ્ય શાહી સ્નાન થયા. જેમાં મકર સંક્રાંતિ, પૌષ પૂર્ણિમા, મૌની અમાવસ્યા, વસંત પંચમી, માઘી પૂર્ણિમા અને શિવરાત્રીનો સમાવેશ થાય છે.

kumbh
કુંભ મેળામાં આવનાર અખાડાઓના નાગા સાધુઓને પહેલા સ્નાન કરવા દેવાની પરંપરા છે. ત્રણ અન્યમાં સાધુ-સંતો અને નાગાઓની શાહી સવારી નથી નીકળતી. આ વખતે મૌની અમાવસ્યા પર શાહી સ્નાન દરમિયાન ઇલાહાબાદ રેલવે સ્ટેશન પર થયેલી ઘટનાના પગલે આજે શિવરાત્રિ પર્વ પર સ્નાન માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વર્ષે મહાશિવરાત્રીના અવસરે લગભગ 50 લાખ લોકોએ ગંગામાં ડૂબકી લગાવી. નાગા સાધુઓ માટે આસ્થાનો આ મહાકુંભ હંમેશાથી લોકો માટે ચર્ચાનો વિષય રહ્યું છે. કુંભ મેળા દરમિયાન આ વખતે સંગમ સ્થળ પર બાર ઘાટ બનાવવામાં આવ્યા છે, જ્યા શ્રદ્ધાળુઓ સુગમતાથી સ્નાન કરી શકે. મેળાના સમગ્ર વિસ્તારમાં શ્રદ્ધાળુઓની સુરક્ષાઓને ધ્યાનમા રાખી 11 જેટલા અસ્થાઇ પૂલ પણ બનાવાયા છે.

પોતાની અનોખી ઓળખ અને સાંસ્કૃતિક છાપ માટે દુનિયામાં પ્રસિધ્ધ આ મેળા અંગે વિદેશી યુનિવર્સિટીઓએ સંશોધન પણ કર્યું છે. નાગા સાધુઓ માટે શ્રદ્ધાનો આ મહાકુંભ લોકો માટે ચર્ચાનો વિષય રહ્યો છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X