For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાનની બેલ્જિયમ યાત્રા માટે સુરક્ષા વધારાઇ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

વડાપ્રધાનની બેલ્જિયમ યાત્રા માટે સુરક્ષા વધારાઇ

વડાપ્રધાનની બેલ્જિયમ યાત્રા માટે સુરક્ષા વધારાઇ

બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સના એરપોર્ટ તથા મેટ્રો સ્ટેશન પર થયેલા ધમાકા બાદ ભારતના તમામ મોટા હવાઇ મથકો પર સુરક્ષા સધન કરવામાં આવી છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકી હુમલાની નિંદા કરતા મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી છે. નોંધનીય છે કે વડાપ્રધાન 30 માર્ચે બ્રસેલ્સ જવાના છે. ત્યારે તેમની વિદેશ યાત્રા પહેલા તેમની સુરક્ષાને સધન કરવામાં આવી છે.

કેતન, ચિરાગ અને દિનેશના જામીન કોર્ટે કર્યા નામંજૂર

કેતન, ચિરાગ અને દિનેશના જામીન કોર્ટે કર્યા નામંજૂર

રાજદ્રોહના કેસમાં હાર્દિક સાથે જ ફસાયેલા કેતન, ચિરાગ અને દિનેશની જામીન અરજીને સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા છે. આ ત્રણેય પાટીદારોએ કોર્ટમાં લેખિતમાં બાંહેધરી આપી હતી કે હવે તેઓ આવો ગુનો નહીં કરે અને કોર્ટના તમામ આદેશનું પાલન કરશે. વળી સરકારે પણ આ ત્રણેયની જામીન અંગે કોઇ વાંધો રજૂ નહતો કર્યો પણ તેમ છતાં કોર્ટે તેમની જામીન નામંજૂર કરી હતી.

ડાકોરમાં ભાવિકોનું ઘોડાપૂર, રસ્તાઓ ગૂંજ્યા જય રણછોડના નારાથી

ડાકોરમાં ભાવિકોનું ઘોડાપૂર, રસ્તાઓ ગૂંજ્યા જય રણછોડના નારાથી

ફાગણી પૂનમે ડાકોરમાં માનવ મહેરામણ ઉમટે છે અને ઠેકઠેકાણેથી ચાલતા આવતા સંઘથી નાનકડું ડાકોર ગામ તથા ગોમતી ઘાટ ભરાઈ જાય છે. વર્ષો વર્ષ પગપાળા જતા યાત્રિકો રણછોડ રાયના દર્શન કરવા માટે ઉત્સાહથી જઈ રહ્યા છે. પદયાત્રીઓની સગવડતા માટે પગમાં માલિશ, તબીબી સારવાર, જલ-પાનની વ્યવસ્થા કરવામાં આવી છે. વળી ભાવિકોએ પણ ડાકોરજીની દર્શન કરી તુપ્તતા અનુભવી હતી.

આર્મીના નિવૃત જવાને પત્ની પર શંકા રાખી પરિવારનું કાસળ કાઢ્યું

આર્મીના નિવૃત જવાને પત્ની પર શંકા રાખી પરિવારનું કાસળ કાઢ્યું

સુરેન્દ્રનગરના ચોટીલા પાસે આવેલા હીરાસર ગામમાં આર્મીના નિવૃત જવાને પોતાના બે સંતાનો તથા પત્નીની હત્યા કરી દીધાની ચકચારી ઘટના બની હતી. પરિવાર સૂઇ ગયો હતો ત્યારે પોતાની રિવોલ્વરથી પોતાના પરિવારની હત્યા કરી નાખી હતી. સંતાનો અને પત્નીની હત્યા બાદ આ નિવૃત આર્મીમેને પોતાની ઉપર કુહાડીના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આર્મી મેનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આર્મીમેનનો એક પુત્ર રાજકોટમાં ભણતો હોવાથી બચી ગયો હતો અને આ ઘટનાની જાણ થતા દિગ્મૂઢ થઈ ગયો હતો.

વૈષ્ણવ હવેલીઓ તથા સ્વામિનારાયણ મંદિરોમાં હોળી ધૂળેટીના તહેવારની શરૂઆત

વૈષ્ણવ હવેલીઓ તથા સ્વામિનારાયણ મંદિરોમાં હોળી ધૂળેટીના તહેવારની શરૂઆત

હોલી ધૂલેટીના ઉત્સવનું ધાર્મિક માહાત્મય વૈષ્ણવ સંપ્રદાયમાં તથા સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધારે હોવાથી મંદિરોમાં ઉત્સવની ઉજવણીની તૈયારીઓ થઈ ગઈ છે. અમદાવાદના પ્રસિદ્ધ વસ્ત્રાપુર ખાતે આવેલ કલ્યાણ પુષ્ટી હવેલીમાં હોલી પ્રદીપન દર્શન બુધવારે સવારે 6.15થી કરવામાં આવશે. તો સ્વામિનારાયણ મંદિરોમાં ફૂલદોલ ઉત્સવ બુધવારના રોજ ઉજવવામાં આવશે. આ પર્વ માટે મંદિરોમાં લાખોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા છે. હોળી પ્રગટાવવા માટે ઘેરૈયાઓએ બપોરથી લાકડા એકત્ર કરવાની શરૂઆત કરી દીધી છે તો સોસાયટીઓ તથા ચોકમાં પ્રસાદ માટે ધાણી, ચણા અને ખજૂરના ગંજ પણ ખડકવામાં આવ્યા હતા.

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરો: દ્વારિકા શારદાપીઠ સ્વામી

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરો: દ્વારિકા શારદાપીઠ સ્વામી

દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે જે અભિયાન ચાલી રહ્યું છે. તેમાં દ્વારિકામાં આવેલી શંકરાચાર્યની શારદાપીઠના દંડી સ્વામી સદાનંદ સરસ્વતી ગૌ માતાને તાત્કાલિક રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામા આવે અને કતલખાનાઓના લાયસન્સ આપવાનું બંધ કરવું જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. શારદાપીઠના દંડી સ્વામીએ સદાનંદ સરસ્વતીએ રાજકોટમાં થયેલા ગૌ સેવકના મોત અંગે દુઃખ પણ વ્યકત કર્યું હતું.

વેધશાળા પંચાગ સમિતિ રાજ્ય સરકાર પર મૂક્યો આરોપ

વેધશાળા પંચાગ સમિતિ રાજ્ય સરકાર પર મૂક્યો આરોપ

વેધશાળા પંચાગ સમિતિ દ્વારા ગુજરાત રાજય સરકાર ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે કે રાજ્ય સરકારે ચાર દિવનસી રજાઓ સેટ કરવા રાજ્યના કેલેન્ડરમાં 23 ને 24 તારીખે હોળી ધૂળેટીનો તહેવાર સેટ કર્યો છે. હોળીનું પ્રાગટ્ય 22 માર્ચે કરવું કે 23 માર્ચે કરવું તેને કારણે ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી દ્વિઘા પ્રવર્તી રહી છે. વેધશાળા પંચાગ સમિતિ દ્વારા સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે કે, 22 માર્ચે સમગ્ર રાજ્યમાં હોળીનું પ્રાગટ્ય થવું જોઈએ. રાજ્ય સરકારે બુધવારે હોળી ગુરૂવારે ધૂળેટી તેમજ શુક્રવારે ગુડ ફ્રાઇડેન રજા અને ચોથા શનિવારની રજા સેટ કરીને પાંચ દિવસની રજાની ગોઠવણી કરી છે. જ્યોતિષો તેમજ પંતાગ નિષ્ણાતોના મતે મંગળવારે સાંજે 6.48થી 9.10 દરમિયાન એટલે કે પ્રદોષ આરંભથી પ્રદોષના અંતે દરમિયાન હોળીનું પ્રાગટ્ય કરવામાં આવે તે ઉત્તમ છે.

સુરતના વકીલે અમદાવાદની ગુજરાત હાઇકોર્ટમાં કર્યો આત્મદાહનો પ્રયાસ

સુરતના વકીલે અમદાવાદની ગુજરાત હાઇકોર્ટમાં કર્યો આત્મદાહનો પ્રયાસ

હાઈકોર્ટના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ વકીલે મુખ્ય નાયાધીશની કોર્ટમાં સળગી મરવાનો પ્રયત્ન કર્યો હોય તેવી ઘટના નોંધાઈ હતી. કિશોર અગ્રવાલ નામનો સુરતનો વકીલ ગુજરાત હાઇકોર્ટમાં સળગતો સળગતો આવી ગયો હતો અને સમગ્ર વાતાવરણમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે કિશોર અગ્રવાલે સરકારન જુદી જુદી યોજના તથા વીમા યોજનાના નામે પૈસા ભેગા કરીને છેતરપિંડી કરી હતી. આ પૈસા આપવા ન પડે તે માટે કિશોર અગ્રવાલે સોમવારે સળગતો સળગતો મુખ્ય ન્યાયાધીશના કોર્ટ રૂમમાં ઘૂસી ગયો હતો. ત્યાર બાદ વકીલને સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની તબિયત સારી છે.

રાજકોટમાં કોલેજની વિદ્યાર્થીએ કર્યો આપધાત

રાજકોટમાં કોલેજની વિદ્યાર્થીએ કર્યો આપધાત

રાજકોટમાં આવેલ કે.એસ.એન.કણસાગરા મહિલા કોલેજની એક વિદ્યાર્થીનીએ કોલેજની બિલ્ડીંગના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. પરિવારજનો તેના આત્મહત્યા પાછળ હોસ્ટેલના કેરટેકર દ્વારા તેના ચારિત્ર પર લગાવવામાં આવેલા આક્ષેપને જવાબદાર ઠેરવી રહ્યા છે. ત્યારે હાલ તો પોલિસ આ અંગે વધુ તપાસ હાથ ધરી આત્મહત્યા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

હૈદરાબાદ યુનિવર્સિટીના કુલપતિ કામ પર ફર્યા વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ

હૈદરાબાદ યુનિવર્સિટીના કુલપતિ કામ પર ફર્યા વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ

પીએચડી સ્કોલર રોહિત વેમૂલાની આત્મહત્યા બાદ 2 મહિનાની રજા પર જનારા હૈદરાબાદ યુનિવર્સિટીના કુલપતિ અપ્પા રાવ આજે રજા ગુજાર્યા બાદ પરત ફરતા હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તેમના કેમ્પસની બહાર પ્રદર્શન કરીને નારેબાજી કરી હતી. અને લોજમાં તોડફોડ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

પઠાણકોટ હુમલાના આતંકીઓની તસવીરોને કરવામાં આવી જાહેર

પઠાણકોટ હુમલાના આતંકીઓની તસવીરોને કરવામાં આવી જાહેર

પઠાણકોટ હુમલાની તપાસ માટે પાકિસ્તાન ટીમ ભારત પહોંચે તે પહેલા એનઆઇએ પઠાણકોટ હુમલાના માર્યા ગયેલા આતંકીઓની ફોટો જાહેર કરીને તેમના વિષે જાણકારી માંગી છે. નોંધનીય છે કે પાકિસ્તાન ટીમ 27 માર્ચે ભારત આવવાની છે.

એક કરોડની કિંમતનું ગલુડિયું આવશે બેંગ્લોર

એક કરોડની કિંમતનું ગલુડિયું આવશે બેંગ્લોર

"કોરિયર ડોસા મૈસ્ટિફ" નામની મોંધી કૂતરાની બ્રીડ હવે ભારતમાં જોવા મળશે. એક બંગલો ખરીદાય તેટલી કિંમત આપી આ કૂતરાની બ્રીડને ખરીદવામાં આવ્યો છે. અને હવે તેને ચીનની ભારત લાવવામાં આવશે. તેને ઇન્ડિયન ડોગ બ્રીડર એસોસિયેશનના પ્રસિડન્ટ અને બ્રીડર સતીશ એસ. ખરીદી રહ્યા છે. બેંગ્લોરના સતીષે આ કૂતરા માટે 1 કરોડ રૂપિયાની કિંમત ચૂકવી છે. નોંધનીય છે કે આ કૂતરાની સુંધવાની શક્તિ અદ્ધભૂત હોય છે.

મહબૂબા મુફ્તીએ મોદી સાથે કરી સકારાત્મક વાતચીત

મહબૂબા મુફ્તીએ મોદી સાથે કરી સકારાત્મક વાતચીત

જમ્મુ કાશ્મીરમાં સરકાર રચવાને લઇને ચાલી રહેલા રહસ્ય હેઠળ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ મહબૂબા મુફ્તી આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જે બાદ તેમણે કહ્યું કે મોદી સાથેની તેમની આ વાત સકારાત્મક રહી છે. જો કે સરકાર બનાવાને લઇને 24 માર્ચે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આજે મોદી લેશે તેમના મંત્રીઓનો ક્લાસ

આજે મોદી લેશે તેમના મંત્રીઓનો ક્લાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સરકારના તમામ મંત્રીઓ સાથે બેઠક કરીને સરકારની નીતીઓ અને કેબિનેટના નિર્ણયો પર ચર્ચા કરશે. નોંધનીય છે કે આ પહેલા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ આ રીતે બેઠક સંસદ ભવન પરિસરમાં કરવામાં આવી હતી.

કી એન્ડ કાની અમદાવાદ મુલાકાતથી યુવાનો થયા ઘેલા

કી એન્ડ કાની અમદાવાદ મુલાકાતથી યુવાનો થયા ઘેલા

કરિના કપૂર અને અર્જુન કપૂર આગામી ફિલ્મ કી એન્ડ કાન પ્રમોશન માટે અમદાવાદમાં આવ્યા હતા ત્યારે એરપોર્ટથી માંડીને સિલ્વર ઓક એન્જિનિયરિંગ કોલેજ સુધી યુવાનોનું તેમના માટે ઘેલાપણું સાફ દેખાતું હતું. વધુમાં કરીના અને અર્જુન કપૂરને એક ચાહકે બંનેના જન્મદિવસવાળી ભારતીય કરન્સી ફ્રેમ કરીને પણ ગિફ્ટમાં આપી હતી. જેને મેળવીને બન્ને સ્ટાર ખૂબ જ ખુશ થઇ ગયા હતા. કરીના તથા અર્જુને યુવાનો જોડે ડાન્સ પણ કર્યો હતો અને ફિલ્મનું પ્રમોશન પણ કર્યું હતું.

રાહુલ જી, સમર્થન માટે આભારઃ કન્હૈયા કુમાર

રાહુલ જી, સમર્થન માટે આભારઃ કન્હૈયા કુમાર

જેએનયૂના વિદ્યાર્થી સંગઠનના નેતા કન્હૈયાએ આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારે કન્હૈયાએ અત્યારના સમયમાં જેએનયુ મુદ્દા પર જેટલી પણ પાર્ટી અને નેતાઓએ તેને સમર્થન આપ્યું છે તેમના માટે આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે આ પહેલા કેજરીવાલ સાથે પણ કન્હૈયાની મુલાકાત થવાની હતી પણ કોઇ કારણસર તે શક્ય નહતું બન્યું.

English summary
Bullet news of March 22. Read today's top news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X