For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત પાંડેસરાની જીઆઇડીસીમાં ભીષણ આગ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

અરવલ્લીના બાયડથી શરૂ થશે અનામત આંદોલન પાર્ટ 3

અરવલ્લીના બાયડથી શરૂ થશે અનામત આંદોલન પાર્ટ 3

લાલજી પટેલે સરકારને વહેલી તકે પોતાના મુદ્દા સ્વીકારી લેવાની ચિમકી આપતા કહ્યું છે કે તે 17મી એપ્રિલથી જેલભરો આંદોલન શરૂ કરશે. નોંધનીય છે કે આ આંદોલનમાં પાસ અને એસપીજી બન્ને સાથે મળીને ભાગ લેશે. અને પાટીદાર અનામત આંદોલનના આ ત્રીજા ભાગની શરૂઆત અરવલ્લીના બાયડથી થશે.

હાર્દિકને અમદાવાદ કોર્ટમાં કરાયો હાજર

હાર્દિકને અમદાવાદ કોર્ટમાં કરાયો હાજર

રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરેલા હાર્દિક પટેલ સહિત 4 પાટીદારોને આજે અમદાવાદની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં રજૂ કરવાનો હોવાથી હાર્દિકને મંગળવાર બપોરે વિસનગરથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે.

બસમાં કંડક્ટરે અભદ્વ વાતો કરતા ધોરણ 9ની વિદ્યાર્થીની બસમાંથી કૂદી પડી

બસમાં કંડક્ટરે અભદ્વ વાતો કરતા ધોરણ 9ની વિદ્યાર્થીની બસમાંથી કૂદી પડી

ધોરણ 9માં અભ્યાસ કરતી કિશોરી એસ.ટી બસમાં વડનગર જઈ રહી હતી. ત્યારે કંડક્ટર તેને ટિકીટ આપવાની સાથે બાળકી સાથે અશ્લીલ વાત કરી હતી. તે સવારે જ્યારે જઈ રહી હતી ત્યારે બસમાં માત્રે બે મુસાફરો જ હતા. ટીકીટ આપીને કંડક્ટર બાળકીની પાછળની સીટ ઉપર આવીને બેસી આશરે અડધો કલાક સુધી તેણે બાળકી સાથે અભદ્વ કહી શકાય તેવી વાતો કરતા બાળકી ચાલુ બસે દરવાજો ખોલીને કૂદી પડી હતી. બાળકીની સારવાર હાલ ખેરાલું સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે કંડકટરે છેડતી કરતા તે કૂદી પડી હતી. આ કંડક્ટરનું નામ ઇશ્વરભાઈ પરમાર હોવાનું માલુમ પડ્યુ છે.

સુરત પાંડેસરાની જીઆઇડીસીમાં ભીષણ આગ

સુરત પાંડેસરાની જીઆઇડીસીમાં ભીષણ આગ

સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની આશરે 10 જેટલી ગાડીઓ આ આગ બૂઝાવવાના કામમા લાગી હતી. ફાયરની ટીમ દ્વારા પાણી અને ફોમનો સતત મારો કર્યા બાદ આગ થોડી ઓછી થઈ હતી અને ધીરે ધીરે આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ત્યારે આગ લાગવાનું પ્રથામિક કારણમાં શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું હતુ.

રાજકોટમાં પકડાયો મોટી માત્રામાં અખાદ્ય ભેળસેળીયો ખોરાક

રાજકોટમાં પકડાયો મોટી માત્રામાં અખાદ્ય ભેળસેળીયો ખોરાક

રાજકોટ પાછલા ત્રણ દિવસથી આરોગ્ય ખાતા દ્વારા પાડવામાં આવેલા વિવિધ દરોડામાં ખાદ્ય ગુલાબ જાંબુ નકલી અમૂલ ધીના પેકેટ અને નકલી કેચઅપ મોટી માત્રામાં મળી આવતા રાજકોટના લોકોમાં હોહાપો મચી ગયો છે. મોટી માત્રામાં અખાદ્ય આઇટમો મળતા લોકો હવે તે વિચારમાં પડી ગયા છે કે ખાવું તો શું ખાવું?

છવાઇ ગયા માલ્યા, હોળીકા દહન માટે માલ્યાનું 52 ફૂટનું પૂતળું

છવાઇ ગયા માલ્યા, હોળીકા દહન માટે માલ્યાનું 52 ફૂટનું પૂતળું

9000 કરોડના દેવા સાથે વિદેશ જનારા રંગીન બિઝનેસમેન વિજય માલિયાને મુંબઇની એક પોળ અનોખી રીતે યાદ કર્યા. હોળીકા દહન પર વર્લીમાં ભાગ માલ્યા ભાગ નામે એક 52 ફૂટ ઊંચુ પૂતળું બનાવવામાં આવ્યું છે. અને હોળી પર આ પૂતળાને બાળીને લોકો માલ્યા પર પોતાનો રોષ ઠાલવવાના છે.

English summary
Bullet news of March 23. Read today's top news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X