For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટણમાં ભાજપ અગ્રણીનું મોત પરિવારનો આક્ષેપ હત્યા થઈ હોવાનો

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ધૂળેટીનો તહેવાર રાજકોટના આહિર છાત્રાલાયમાં બન્યો લોહિયાળ

ધૂળેટીનો તહેવાર રાજકોટના આહિર છાત્રાલાયમાં બન્યો લોહિયાળ

રાજકોટના આહિર છાત્રાલય ખાતે કેટલાક શખ્સો બપોરના સમયે તલવાર તથા અન્ય હથિયારો સાથે ઘૂસી આવ્યા હતા અને વોટર કૂલર પાસે પાણી પી રહેલા ધર્મેશ નામના યુવક પર હુમલો કરતા ધર્મેશને નાકના ભાગે ગંભીર ઇજા થઈ હતી. સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે હુમલાખોરો કોણે અમારા બાળકો પર રંગ નાખ્યો છે એવી બૂમો પાડતા રાજકોટના ભક્તિનગર પાસે આવેલા આહિર છાત્રાલયમાં ઘૂસી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને માર મારીને તેમજ વાહનો તોડફોડ કરીને આતંક મચાવી દીધો હતો. આ બાબત સીસીટીવી કેમેરામાં પણ રેર્કોર્ડ થઈ હતી. છાત્રાલયના વિદ્યાર્થીઓ તેમજ ગૃહપતિ દેશાભાઈ ચાવડાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ભાવનગર શેત્રુંજ્ય ખાતે 2500 કરતાં સાધુ સાધ્વીજી શ્રમણ મહા સંમેલનમાં ઉમટ્યા

ભાવનગર શેત્રુંજ્ય ખાતે 2500 કરતાં સાધુ સાધ્વીજી શ્રમણ મહા સંમેલનમાં ઉમટ્યા

ભાવનગરમાં આવેલા જૈનોના મોટા તીર્થ સ્થાન શેત્રુંજય ખાતે શ્રી તપાગચ્છીય શ્રમણ મહા સંમેલનનો આજથી પ્રારંભ થવાનો છે. તપાગચ્છીય શ્રમણ મહા સંમેલનમાં જૈન ભંગવતો તથા સાધ્વીજી દ્વારા લેવામાં આવેલા ધાર્મિક નિર્ણયોની ઘોષણા ત્રણ એપ્રિલના રોજ કરવામાં આવશે. આ સંમેલનમાં ભાગ લેવા માટે શેત્રુંજ્યમાં ૧૮ જેટલા ગચ્છાધિપતિ, ૭૫ આચાર્ય ભગવંતો અને ૨૫૦૦ કરતા વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો ભાગ લઈ રહ્યા છે.

રાજકોટમાં ગોધી રખાયેલી દિલ્હીની ત્રણ સગીરાને પોલીસે કરાવી મુક્ત

રાજકોટમાં ગોધી રખાયેલી દિલ્હીની ત્રણ સગીરાને પોલીસે કરાવી મુક્ત

રાજકોટ પોલીસે હ્યુમન ટ્રાફિકિંગની ઘટના ઉપરથી પડદો ઉઠાવતા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ત્રણ સગીરાને મુક્ત કરાવી હતી. આ સગીરાઓને અપહણકારો દિલ્હીથી લઈ આવ્યા હતા. અપહરણકાંડમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. તેમજ 10-12 તથા 14 વર્ષની સગીરાઓને મુક્ત કરાવી છે અને તેમને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે. આ મામલે પોલીસે અલીગઢના સાજીદ અને હેપી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.

અમિત શાહના ખેડૂત સંમેલન અગાઉ ખેડૂત સમાજનો બીજેપી સામે વિરોધ

અમિત શાહના ખેડૂત સંમેલન અગાઉ ખેડૂત સમાજનો બીજેપી સામે વિરોધ

આવતી કાલે સુરત જિલ્લાના ક઼ડોદરા બારડોલી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખેડૂત સંમેલનને સંબોધન કરવાના છે ત્યારે ખેડૂત સમાજે પત્રકાર પરિષદ યોજીને અમિત શાહના ખેડૂત સંમેલનનો વિરોધ જાહેર કર્યો છે. ખેડૂત સમાજે જણાવ્યુ હતું કે ભાજપની સરકાર પહેલા તો ખેડૂતોની જે મગણી છે તે પૂર્ણ કરે પછી જ ખેડૂતો પાસે કોઈ સહકારની આશા રાખે. તેમજ તેઓએ ઉમેર્યુ હતું કે જો આગામી ખેડૂત સમેલનોમાં ખેડૂતના હિતની વાત હશે તો જ તેનું સમર્થન કરવામાં આવશે. ખેડૂત સમાજે 18 પ્રશ્નો પુછીને ભાજપ પાસે ખુલાસો માંગ્યો છે.

હેડલી: ઇશરત પણ LeT ઓપરેશનનો એક ભાગ હતી

હેડલી: ઇશરત પણ LeT ઓપરેશનનો એક ભાગ હતી

અમેરિક આંતકી ડેવિડ હેડલીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુંબઇમાં કહ્યું કે હાફિદ સઇદે તેને કહ્યું હતું કે બાળ ઠાકરેને સબક શીખવાડવાની જરૂર છે. વધુમાં તેણે કહ્યું કે લખવીએ તેને 2006માં લશ્કર એ તૌયબાના ટોપ કમાન્ડર મઝમ્મિલ ભટ્ટ સાથે મુલાકાત કરાવી હતી. આ એજ ભટ્ટ હતો જેણે અક્ષરધામ અને ઇશરત જહા કેસને અંજામ આપ્યો હતો. તેણે કહ્યું કે તે જ્યારે મઝમ્મિલ ભટ્ટને મળ્યો ત્યારે તેણે ઇશરત વિષે મને જણાવ્યું હતું. તેણે ફરી કહ્યું કે ઇશરત પણ LeT ઓપરેશનનો એક ભાગ હતી.

વિકાસ જ મારો એજન્ડા છે: નરેન્દ્ર મોદી

વિકાસ જ મારો એજન્ડા છે: નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના બે દિવસના પ્રવાસ હેઠળ આસામ પહોંચ્યા. જ્યાં તેમણે અસમ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન શરૂ કર્યું. જેમાં તેમણે કહ્યું કે અમારી સરકારના ત્રણ એજન્ડા છે વિકાસ, તેજ ગતિથી વિકાર અને ચારે તરફથી વિકાસ. તેમણે કહ્યું કે આઝાદીના સમયથી આસામ ભારતના 5 સૌથી ગરીબ રાજ્યોમાં આવે છે. વધુમાં તેમણે કહ્યું કે મારી લડાઇ અહીંના સીએમ તરુણ ગોગાઇથી નથી મારી લડાઇ ગરીબી અને ભષ્ટ્રચારથી છે.

ધૂળેટીમાં ફાગ માગવા ગયેલા બાળકનું કાર સાથે ઘસડાતા કરૂણ મોત

ધૂળેટીમાં ફાગ માગવા ગયેલા બાળકનું કાર સાથે ઘસડાતા કરૂણ મોત

નવસારીમાં ફાગ માંગવા ગયેલા ઋત્વિજ નામના સાત વર્ષના બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. વલસાડના પણજ પાસે આવેલા ફળિયામાં ધૂળેટીના તહેવાર નિમિત્તે બાળકો સાથે મળીને ફાળો ઉઘરાવી રહ્યા ઋત્વિજ એક ઇકો કાર ચાલકે હડફેટમાં લીધો હતો. કાર નંબર જીજે-15-એડી-3984નામની ગાડીમાં બાળકોના હાથ ગાડીની ડાબી સાઈડના આગળના વ્હીલમાં આવી જતા તે આશરે 125 ફૂટ સુધી ઘસડાયો હતો અને તેનું મોત નીપજ્યુ હતું. બાળકનું મોત થતા પરિવાર શોકમા સરી પડ્યો હોત અને ગામમાં પણ તંગદિલી ફેલાઈ ગઈ હતી. જોકે કાર ચાલક કહેવું હતું કે ગાડીમાં દોરડું આવી જતા આ ઘટના ઘટી હતી તેની ગાડી સ્પીડમાં નહોતી.

પાટણમાં ભાજપ અગ્રણીનું મોત પરિવારનો આક્ષેપ હત્યા થઈ હોવાનો

પાટણમાં ભાજપ અગ્રણીનું મોત પરિવારનો આક્ષેપ હત્યા થઈ હોવાનો

પાટણના સાંતલપુર તાલુકાના લોદ્રા ગામમાં ભાજપના અગ્રણી દેવજીભાઈ ઠાકોરનું અકસ્માતમાં મોત થયું હતું. તેઓ ઠાકોર સમાજના અગ્રણી છે તેમજ દેવજીભાઇના પત્ની સાંતલપુર તાલુકા પંચાયતના સભ્ય છે તેમનું મોત જે સંજોગોમા થયું છે તે જોતા પરિવારને દેવજીભાઈની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો છે મૃતકના કુટુંબીજનોના મતે ગામના એક વ્યક્તિએ જાણી જોઈને ટ્રેકટરની ટક્કર મારીને દેવજીભાઇનું મોત નીપજાવ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોઁધીને તપાસ હાથ ધરી છે.

જેતપુરમાં પહોંચેલી પાટીદાર એકતા યાત્રામા રેશમા પટેલનું તેજાબી ભાષણ

જેતપુરમાં પહોંચેલી પાટીદાર એકતા યાત્રામા રેશમા પટેલનું તેજાબી ભાષણ

સિદસરથી શરૂ થયેલી પાટીદાર એકતા યાત્રાનો રથ આજે સવારે જેતપુર આવી પહોચ્યો હતો. જ્યાં પાટીદાર કાર્યકરો દ્વારા બાઈક રેલી કાઢી એકતા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એકતા યાત્રામાં 500 બાઇક સાથે આ રેલી શહેરમાં નીકળતા ઠેર ઠેર પુષ્પવર્ષા દ્વારા વધામણી કરી રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ યોજાયેલી સભામાં રેશ્મા પટેલે તેજાબી ભાષણ કર્યું હતું. રેશ્મા પટેલે જણાવ્યું હતું કે અનામત માટે માથું ધરી દેવાની સાથે સાથે પાટીદારોને માથા વધેરતા પણ આવડે છે.

અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશની રેલીમાં સરકારને ઉગ્ર વિરોધની ચીમકી

અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશની રેલીમાં સરકારને ઉગ્ર વિરોધની ચીમકી

રપ દિવસથી ધંધો રોજગાર બંધ રાખીને બેઠેલા સોની વેપારીઓએ આજે અમદાવાદમાં મહારેલી યોજી હતી. રેલી દરમ્યાન સોની વેપારી દ્વારા ઉગ્ર વિરોધની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે એક્સાઇઝ દૂર કરવા માટે આગામી દિવસોમાં તેઓ ચક્કાજામ, રેલરોકો અને જેલભરો જેવા કાર્યક્રમો પણ કરશે. સવારે દસ વાગ્યાના અરસામાં સીજી રોડથી આ રેલી નીકળી અને રેલી સ્વસ્તિક ચાર રસ્તાથી થઇ પંચવટી તરફ રવાના થઈ હતી. મહત્વનું છે કે સોની વેપારીઓ અને સુવર્ણકારોનું એસોશિએશન મુખ્યપ્રધાનથી માંડીને નાણાંપ્રધાન સુધી રજૂઆત કરી ચૂક્યા છે.

English summary
Bullet news of March 26. Read today's top news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X