For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિસ ઇન્ડિયા તરીકે પ્રથમ વાર સુરતની યુવતીની પસંદગી

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

આખરે ડીપી હાઇસ્કૂલને મળી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની નોટિસ

આખરે ડીપી હાઇસ્કૂલને મળી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની નોટિસ

અમદાવાદ શહેરની ડીપી સ્કૂલમાં સ્કૂલના વોટર કૂલરમાં કરંટ લાગવાથી બીજા ધોરણમાં અભ્યાસ કરતા હર્ષિલ સોની નામના વિદ્યાથીના મોત મુદ્દે શિક્ષણ વિભાગ દ્વારા શાળા સામે પગલાં લેવામાં આવ્યા છે અને જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાનો નોટિસ ફટકારી છે. પોલીસે અકસ્મતાનો ગુનો દાખલ કર્યો હતો. પોસ્ટમોર્ટમનાં રિપોર્ટ આધારે આગળની તાપાસ હાથ ધરાશે, વધુમાં શાળાના સંચાલક આ સમગ્ર મુદે ડીઇઓ સમક્ષ ખુલાસો કરે તેવો આદેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં હર્ષિલના સમર્થનમાં નીકળી કેન્ડલ માર્ચ

અમદાવાદમાં હર્ષિલના સમર્થનમાં નીકળી કેન્ડલ માર્ચ

બુધવારે મોટી સંખ્યામાં હર્ષિલના સમર્થનમાં સ્થાનિકો આવીને હર્ષિલના ઘેરથી લઇને શાળા સુધી સ્વેચ્છાએ કેન્ડલ માર્ચ કરી હતી. વાલીઓ તથા સ્થાનિકોની કેન્ડલ માર્ચની જાણ પોલીસને થતા પોલીસે સ્કુલની બહાર એસઆરપી તથા સ્થાનિક પોલીસનો કાફલો ગાઠવી દીધો હતો. વધુમાં કેન્ડલ માર્ચ દ્વારા લોકોએ હર્ષિલને યોગ્ય ન્યાય મળે તેની માંગ તેવી માંગ કરી છે.

વિધાનસભામાં અધ્યક્ષે કોંગ્રેસના તમામ સભ્યોને કર્યા સસ્પેન્ડ

વિધાનસભામાં અધ્યક્ષે કોંગ્રેસના તમામ સભ્યોને કર્યા સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભામાં અગત્યના બિલના કામો અટક્યા છે સત્ર પૂર્ણ થવાને એક દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસ પ્રશ્નોત્તરી કાળ પહેલા ભાજપને સામે ભષ્ટ્ટાચાર અને પાટીદારોના મુદ્દે ઘેરી હતી. કોંગ્રેસના સભ્યો જય સરદાર જય પાટીદારના સૂત્રો બોલતા હતા અને માથા ઉપર પણ જય પાટીદારન ટોપી પહેરી હતી. આથી અધ્યક્ષે તેમને ટોપી ઉતારવાની વારંવાર વિનંતી કરી હતી જોકે અધ્યક્ષના આદેશને ન ગણકારતા અધ્યક્ષે કોંગ્રેસના તમામ સભ્યોને આજે સાંજ સુધી સસ્પેન્ડ કર્યા છે કોંગ્રેસનો આરોપ હતો કે આનંદીબહેનની દીકરીને બચાવવા જમીનના મુદ્દાની ચર્ચા કરવામાં જ નથી આવી તેમજ અંતિમ દિવસે આજે કેગનો અહેવાર રજૂ થવાનો છે જેમાં કોંગ્રેસના સભ્યોની ગેરહાજરીને કારણે સત્ર પૂર્ણ થતા આ મુદ્દે ચર્ચા થઈ શકશે નહીં.

ગુજરાત હાઇકોર્ટે પાટીદાર અનામત મુદ્દે જાહેરહિતની અરજી ફગાવી

ગુજરાત હાઇકોર્ટે પાટીદાર અનામત મુદ્દે જાહેરહિતની અરજી ફગાવી

ગુજરાતમાં ચાલતા પાટીદાર અનામત આંદોલન મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી કોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે જાહેરહિતની અરજી ફગાવતા પોતાના અવલોકનમાં અનામત મુદ્દે હસ્તક્ષેપ કરવાની ના પાડી છે હાઇકોર્ટે જણાવ્યું હતું કે અનામતને લગતી જાહેરહિતની અરજીમાં અનામતના મુદ્દે નિર્ણય લેવો યોગ્ય કે જરૂરી નથી. જાહેરહિતની અરજીમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સરકાર દ્વારા વર્ષ 2011ની વસ્તીના આંકડાઓનું એનાલીસીસ કરીને અનામતના મુદ્દે યોગ્ય નિર્ણય લે.પરંતુ હાઇકોર્ટે બંને પક્ષની રજુઆત બાદ અરજી ફગાવી દીધી છે.

મિસ ઇન્ડિયા તરીકે પ્રથમ વાર સુરતની યુવતીની પસંદગી

મિસ ઇન્ડિયા તરીકે પ્રથમ વાર સુરતની યુવતીની પસંદગી

સુરત શહેરના કતારગામ વિસ્તારની યુવતી નાઝનીન શેખ મિસ ઈન્ડિયા 2016 સ્પર્ધામાં પસંદગી પામી છે. નાઝનીને પિતાના મૃત્યુ બાદ પરિવારને આર્થિક મદદ કરવા મોડલિંગમાં કેરિયરની શરૂઆત કરી હતી. મિસ ઇન્ડિયા સ્પર્ધા માટે ભારતના 18 શહેરોમાંથી 20 હજાર યુવતીઓમાંથી 21 યુવતીઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં નાઝનીનનો સમાવેશ થાય છે. સુરતની યુવતી મિસ ઇન્ડિયા સ્પર્ધા માટે પસંદગી પામી હોય તેવી ઘટના પ્રથમવાર બની છે સુરતના ફાળે નાઝનીનની પસંદગીથી વધુ એક યશકલગી ઉમેરાઈ છે.

મંદબુદ્ધિ સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો

મંદબુદ્ધિ સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો

સુરત નજીક આવેલા વાલોડના અબદ ગામમાં મંદબુદ્ધીની 15 વર્ષિય સગીરા ઉપર ગામના જ એક યુવકે દુષ્કર્મ આચર્યુ હતું. જે બાદ આરોપી દીલિપ હાલ જેલના સળીયા પાછળ છે. સગીરા તેની માતા અને દાદી સાથે રહે છે. જેમાં માતા અને દિકરી બંન્ને મંદબુદ્ધીના છે. ત્યારે બોલી ન શકતી આ કિશોરી ઘર પાસે રમી રહી હતી. ત્યારે તેના જ ફળિયામાં રહેતો દીલીપ ચૌધરી નામનો યુવક તેને નદી કિનારે લઈ ગયો હતો. જ્યાં તેણે કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

નશામાં ધૂત કારચાલકે બાઇક સવારને ઘસડ્યો

નશામાં ધૂત કારચાલકે બાઇક સવારને ઘસડ્યો

અમદાવાદના વાયએમસીએ કલબ પાસેના સર્વિસ રોડ ઉપરથી સંજય ગજ્જર નામના યુવાન બાઇક ઉપર જઈ રહ્યો હતો ત્યારે તેની સામેથી પૂરઝડપે આવતી શેવરોલેટ બીટ કારની ટકકરથી તે નીચે પડી ગયો હતો અને તેને ઇજાઓ થઈ હતી. ઘટના બાદ સ્થાનિક લોકોએ કાચચાલકને ઝડપ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. જે બાદ નશામાં ધૂત કારચાલક રોનક ચક્રવર્તી સામે ટ્રાફિક પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને અટકાયત કરી હતી

સરકારે પ્રજાના 613 કરોડ રૂપિયા વેડફ્યા: કેગ અહેવાલ

સરકારે પ્રજાના 613 કરોડ રૂપિયા વેડફ્યા: કેગ અહેવાલ

વિકાસની મોટી મોટી વાતો કરતી રાજ્ય સરકારની પોલ કેગના રિપોર્ટે ખોલી છે. બજેટ સત્રના અંતિમ દિવસે ભાજપે શરૂ કરેલા સિરસ્તાને જાળવી રાખતા વિપક્ષની ગેરહાજરીમાં કેગનો અહેવાલ રજૂ કર્યો હતો. કેગના અહેવાલ મુજબ સરકારના 13 નિગમોએ પ્રજાના પૈસાનુ પાણી કર્યુ છે. જેમાં એસ ટી નિગમે 18૩ કરોડ 58 લાખનુ નુકસાન કર્યુ છે. ઉર્જા નિગમે પણ પ્રજાના 130 કરોડ 3 લાખનુ આંધણ કર્યુ છે. તો ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડે પણ 91 કરોડ 37 લાખનુ સરકારી તિજોરીને નુકસાન કર્યુ છે.

વિજય રૂપાણીએ આઠ જિલ્લા અને શહેર પ્રમુખના નામ કર્યા જાહેર

વિજય રૂપાણીએ આઠ જિલ્લા અને શહેર પ્રમુખના નામ કર્યા જાહેર

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની ટીમની જાહેરાત થઈ ગઈ છે. ભાજપે આઠ જિલ્લા અને શહેર પ્રમુખોના નામ જાહેર કર્યાં છે. અમદાવાદની જવાબદારી જગદીશ પંચાલ અને સુરતની જવાબદારી નીતિન જોશી તેમજ નીતિન પટેલને મહેસાણાની જવાબદારી સોંપવામાં આવી છે. દાહોદમાં શંકર અમલીયારા, રાજકોટમાં કમલેશ મીરાણી, જુનાગઢમાં શશીકાન્ત ભીમાણી, અમરેલીમાં હિરેન હિરપરાના નામ ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. આજે સાંજ સુધીમાં અન્ય લોકોના નામ પણ જાહેર થઈ શકે છે.

રિક્ષાચાલક પિતાના એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા પુત્રનો આપઘાત

રિક્ષાચાલક પિતાના એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા પુત્રનો આપઘાત

અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં આઈટી એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં કિશન ઠક્કર નામના યુવકે સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. મૃતક પાસેથી મળી આવેલી સ્યૂસાઇડ નોટમાં કિશને આ આત્મહત્યા માટે કોઈને જવાબદાર નથી. કિશન 28મી માર્ચે ઘરેથી કોલેજ જવા નીકળ્યો હતો. કિશનનો બે દિવસથી કોઈ પત્તો ન હોવાથી પોલીસ તથા ફાયર બ્રિગેડ દ્વારા નદીમાં તપાસ કરાવતા 21 વર્ષીય કિશન ઠક્કરની લાશ મળી હતી. કિશનના પિતા ભદ્રેશભાઈ છેલ્લા 30 વર્ષથી રીક્ષા ચલાવી પરીવારનું ભરણપોષણ કરે છે. ભદ્રેશભાઈ પુત્ર કિશનને વધુ અભ્યાસ માટે વિદેશ મોકલવા માગતા હતા. આ માટે ભદ્રેશભાઈએ કિશનનો પાસપોર્ટ પણ કઢાવી રાખ્યો હતો. પુત્રના મોતથી પરિવાર ભાંગી પડ્યો હતો.

અમદાવાદ મનપામાં કોંગ્રેસ અંધાપાકાંડનો વિરોધ કાળા ચશ્મા પહેરીને કર્યો

અમદાવાદ મનપામાં કોંગ્રેસ અંધાપાકાંડનો વિરોધ કાળા ચશ્મા પહેરીને કર્યો

શહેરની એલ.જી હોસ્પિટલ તેમજ નગરી હોસ્પિટલમાં મોતિયાના દર્દીઓને થયેલી ન દેખાવાની તકલીફના મુદ્દે કોંગ્રેસ અમદાવાદ મહાનગર પાલિકાની બોર્ડ મીટિંગમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરવા માટે કોંગ્રેસના તમામ સભ્યો બોર્ડ મિટિંગમાં કાળા ચશ્મા પહેરીને આવ્યા હતા. તેમજ અંધાપા કાંડ મુદ્દે ઉગ્રે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના સભ્યોએ પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું હતું કે અમદાવાદ અંધાપાની નગરી બની છે.

English summary
Bullet news of March 31. Read today's top news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X