For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લશ્કર-એ-તૈયબાના પૈસાથી બની આ મસ્જિદ, NIAની તપાસમાં થયો ખુલાસો

લશ્કર-એ-તૈયબાના પૈસાથી બની આ મસ્જિદ, NIAની તપાસમાં થયો ખુલાસો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નેશનલ તપાસ એજન્સી (NIA)ની તપાસ બાદ હરિયાણાના પલવલ જિલ્લામાં બનેલી એક મસ્જિદ સુરક્ષા એજન્સીના તપાસના ઘેરામાં આવી ગઈ છે. આ મસ્જિદને લઈને મોટો ખુલાસો થયો છે અને એનઆઈએની તપાસમાં સામે આવ્યું છે કે આમાં કથિત રીતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પૈસા લાગ્યા છે. એનઆઈએ અધિકારીઓએ 3 ઓક્ટોબરના રોજ પલવલના ઉત્તરા ગામમાં ખુલાફા-એ-રશીદીન મસ્જિદની તપાસ કરી હતી.

એજન્સીની તપાસમાં થયો ખુલાસો, લશ્કર-એ-તૈયબાના પૈસા લાગ્યા છે

એજન્સીની તપાસમાં થયો ખુલાસો, લશ્કર-એ-તૈયબાના પૈસા લાગ્યા છે

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલો મુજબ, પલવલ મસ્જિદમાં પાકિસ્તાનનાં ખુલ્લેઆમ ફરી રહેલ આતંકવાદી હાફિઝ સઈદના નેતૃત્વવાળા સંગઠન લશ્કર-એ-તૈયબાના પૈસા લાગ્યા છે. NIAએ ટેરર ફંડિંગના મામલામાં દિલ્હીમાં મસ્જિદના ઈમામ મોહમ્મદ સલમાન સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જ્યારે અહીંના લોકોનું કહેવું છે કે મસ્જિદ વિવાદિત જમીન પર બની છે પરંતુ એમને સલમાનના લશ્કર સાથેની લિંકની માહિતી નથી. તપાસ દરમિયાન એનઆઈએએ મસ્જિદના પદાધિકારીઓની પૂછપરછ કરી.

પલવલમાં છે ખુલાફા-એ-રશીદીન મસ્જિદ

પલવલમાં છે ખુલાફા-એ-રશીદીન મસ્જિદ

26 સપ્ટેમ્બરે સલમાન (52), મોહમ્મદ સલીમ અને સજ્જ અબ્દુલ વાનીની લાહોરના ફલાહ-એ-ઈંસાનિયત ફાઉન્ડેશનથી ફંડ લેવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આ ફાઉન્ડેશનની સ્થાપના હાફીઝ સઈદના જમાત-ઉદ-દાવાએ કરી હતી.

શા માટે આપ્યા રૂપિયા? થઈ રહી છે તપાસ

શા માટે આપ્યા રૂપિયા? થઈ રહી છે તપાસ

સૂત્રો મુજબ એઆઈએની તપાસમાં જાણવા મળ્યું કે સલમાને કથિત રીતે મસ્જિદ બનાવવા માટે એફઆઈએફના પૈસા લગાવ્યા હતા. NIAના એક અધિકારીએ જણાવ્યું કે સલમાન દુબઈમાં રહેતો હતો ત્યારે પણ તે લશ્કરના સંપર્કમાં હતો અને તેને અલાઉ-એ-ઈંસાનિયત ફાઉન્ડેનના રૂપિયા મળતા રહેતા હતા. આ ફાઉન્ડેશને પલવલમાં મસ્જિદ બનાવવા માટે સલમાનને 70 લાખ રૂપિયા આપ્યા. એટલું જ નહિ, તેની દીકરીઓના લગ્ન માટે પણ સલમાનને રૂપિયા મળ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે આ મામલે તપાસ થઈ રહી છે કે મસ્જિદને શા માટે રૂપિયા મળી રહ્યા છે અને તેનો ઉપયોગ કેવા પ્રકારે કરવામાં આવી રહ્યો છે.

અલ્પેશ ઠાકોરનું માથુ વાઢી આપનારને 1 કરોડનું ઈનામ, યુપીમાં લાગ્યા પોસ્ટરઅલ્પેશ ઠાકોરનું માથુ વાઢી આપનારને 1 કરોડનું ઈનામ, યુપીમાં લાગ્યા પોસ્ટર

English summary
masjid in palwal built with funds from the Hafiz Saeed-led Lashkar-e-Taiba, says nia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X