For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામાઃ સેનાએ કેમ ઘેર્યા છે 20 ગામો? શું છે સેનાનું ખાસ સર્ચ ઓપરેશન ‘કાસો'?

સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલિસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) એ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સૌથી મોટુ સર્ચ ઓપરેશન લોન્ચ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલિસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) એ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સૌથી મોટુ સર્ચ ઓપરેશન લોન્ચ કર્યુ છે. પુલવામાના 20 ગામોને ઘેરી લેવામાં આવ્યા છે. સેનાવી ટીમો સહિત સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલિસના કમાન્ડોએ રાતથી ગામોમાં અડ્ડો જમાવી દીધો છે. આતંકીઓની શોધ ચાલુ છે અને આ આતંકીઓ સામે સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે આ સર્ચ ઓપરેશન છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી તે ઘટના બાદ લોન્ચ કરવામાં આવ્યુ છે જેમાં આતંકીઓએ રાજ્ય પોલિસના 11 સંબંધીઓનું અપહરણ કરી લીધુ હતુ. પુલવામામાં બહાર જવાના બધા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે અને કોઈને પણ અંદર આવવાની મંજૂરી નથી. આ સર્ચ ઓપરેશન એક જોઈન્ટ ઓપરેશન છે જેને પૂરતા ઈન્ટેલીજન્સ બાદ લોન્ચ કરવામાં આવ્યુ છે. જો કે સેનાએ ગયા વર્ષે પોતાનું આવુ એક ખાસ ઓપરેશન લોન્ચ કર્યુ હતુ જેને ઘાટીમાં આતંકીઓ માટે મુસીબત માનવામાં આવ્યુ.

ગયા વર્ષે થયુ કાસોનું કમબેક

ગયા વર્ષે થયુ કાસોનું કમબેક

કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન એટલે કે કાસો જેણે ગયા વર્ષે કાશ્મીર ઘાટીમાં કમબેક કર્યુ હતુ તેને આતંકીઓ સામે આક્રમક અભિયના માનવામાં આવે છે. ગયા વર્ષે કાસોને તે સમયે લોન્ચ કરવામાં આવ્યુ હતુ જ્યારે આતંકીઓએ લેફ્ટેનન્ટ ઉમર ફૈયાઝની હત્યા કરી દીધી હતી. કાસોને સેનાએ વર્ષ 2002 માં બંધ કરી દીધુ હતુ. પરંતુ ગયા વર્ષે આતંકીઓ આક્રમક થતા સેનાએ આને ફરીથી લોન્ચ કરવાનું મન બનાવ્યુ હતુ. સોમવારે પુલવામામાં જે સર્ચ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યુ છે તેને પણ કાસોનો જ હિસ્સો કહેવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચોઃPics: દેશભરમાં જન્માષ્મીની ધૂમ, પીએમ મોદી-રાષ્ટ્રપતિએ પાઠવી શુભકામનાઓઆ પણ વાંચોઃPics: દેશભરમાં જન્માષ્મીની ધૂમ, પીએમ મોદી-રાષ્ટ્રપતિએ પાઠવી શુભકામનાઓ

શું છે કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન કાસો

શું છે કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન કાસો

તે એક મિલિટ્રી રણનીતિ છે જે હેઠળ તે વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવે છે જ્યાં આતંકી કે પછી હથિયાર હોવાની સંભવાના હોય છે. આ સ્ટ્રેટેજી કાઉન્ટર ઈનસર્જન્સી ઓપરેશનનું બેસિક હોય છે. 90 ના દશકમાં જ્યારે કાશ્મીરમાં કટ્ટરપંથીઓએ પગ પસારવાના શરૂ કર્યા હતા તો આ રણનીતિને કડક રીતે અપનાવવામાં આવી હતી. ગયા વર્ષે જ્યારે ઘાટીમાં કાસો પાછુ આવ્યુ ત્યારે સેના તરફથી કહેવામાં આવ્યુ હતુ કે 15 વર્ષ બાદ આ કાઉન્ટર ટેરર ઓપરેશન્સનું સ્થાયી ભવિષ્ય છે. આ સાથે જ એ વાત પણ સ્પષ્ટ થઈ ગયુ છે કે આ વખતે આ રણનીતિ આવનારા વર્ષો સુધી જળવાઈ રહેશે અને સેના આ અંગે પોતાના વલણમાં પરિવર્તન કરવા તૈયાર નહિ થાય.

કેમ બંધ થઈ ગયુ હતુ

કેમ બંધ થઈ ગયુ હતુ

કાસોને 15 વર્ષો પહેલા એટલે કે 2002માં સેનાએ બંધ કરવાનો નિર્ણય કર્યો. સ્થાનિક નાગરિકોને આ ઓપરેશન્સને કારણે ખાસી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સેનાએ આ કારણે જ આને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે ફરીથી કાશ્મીરની પરિસ્થિતિને જોતા આ રણનીતિને અપનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી જ્યારે પણ કોઈ ગામ કે પછી બિલ્ડિંગમાં આતંકીઓ છૂપાયેલા હોય છે ત્યારે એનકાઉન્ટર દરમિયાન સેના પર પત્થરબાદી થાય છે અને મોટાપાયે લોકો વિરોધ પ્રદર્શન પર ઉતરી આવે છે. આ કારણે જ સેનાએ ફરીથી કાસોને લોન્ચ કરવાનું મન બનાવી લીધુ હતુ. આ ઉપરાંત આતંકીઓના જનાજામાં જે રીતે ભીડ ઉમટે છે તે પણ એ દર્શાવવા માટે પૂરતુ છે કે સ્થાનિક લોકો કેટલી હદે આતંકવાદીઓ માટે પોતાનું સમર્થન જતાવવાની કોશિશ કરે છે.

આતંકીઓનું સ્વર્ગ બની ગયુ છે સાઉથ કાશ્મીર

આતંકીઓનું સ્વર્ગ બની ગયુ છે સાઉથ કાશ્મીર

છેલ્લા કેટલાક વર્ષોમાં કાસોને સાઉથ કાશ્મીરના કેટલાક ખાસ ભાગો કુલગામ, પુલવામા, ત્રાલ અને શોપિયામાં ચલાવવા ઉપરાંત બડગામમાં પણ ચલાવવામાં આવ્યુ હતુ. આ વખતે પણ આ સર્ચ ઓપરેશન હેઠળ સાઉથ કાશ્મીર પર નજર રાખવામાં આવશે. સાઉથ કાશ્મીર, ઘાટીનો એ ભાગ છે જે આતંકવાદીઓ માટે સુરક્ષિત સ્થાન માનવામાં આવે છે. હિઝબુલ કમાન્ડર બુરહાન વાણી સહિત હિઝબુલ અને લશ્કર એ તૈયબાના ઘણા આતંકી, સાઉથ કાશ્મીરથી જ આવે છે. આ ઉપરાંત અહીંની ભૌગોલિક સ્થિતિ એવી છે કે જે આતંકીઓએ છૂપાવા અને ષડયંત્રોને અંજામ આપવામાં મદદ કરે છે. આ હિસ્સો પાકિસ્તાનની પણ વધુ નજીક છે અને એલઓસી પાર કરવામાં આતંકીઓને વધુ મુશ્કેલી નડતી નથી.

આ પણ વાંચોઃજૈન મુનિ તરુણ સાગરના ‘કડવા પ્રવચન' થયા શાંત, જાણો તેમની કહાનીઆ પણ વાંચોઃજૈન મુનિ તરુણ સાગરના ‘કડવા પ્રવચન' થયા શાંત, જાણો તેમની કહાની

English summary
Massive search operation launched by forces in Pulwama Jammu Kashmir know all about Indian Army's special search operation CASO.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X