For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આયરન મેન અને સુપર મેન નહીં પરંતુ દિલ્હીની ગલીઓમાં ફરી રહ્યો છે મટકા મેન

બેટમેન, આયરન મેન અને સુપર મેન વિશે તો તમે ઘણી સાંભળ્યું હશે પરંતુ આજે અમે તમને એક મટકા મેન વિશે જણાવવા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

બેટમેન, આયરન મેન અને સુપર મેન વિશે તો તમે ઘણી સાંભળ્યું હશે પરંતુ આજે અમે તમને એક મટકા મેન વિશે જણાવવા જઈ રહ્યા છે. દિલ્હીની પ્રચંડ ગરમીથી લોકોને રાહત આપવા માટે દિલ્હીની ગલીઓમાં મટકા મેન ફરી રહ્યો છે. ફોટોમાં જે 68 વર્ષના વ્યક્તિ તમને દેખાઈ રહ્યા છે તેમનું નામ નટરાજન છે અને તેઓ મટકા મેન તરીકે ઓળખાય છે. એવું એટલા માટે કારણકે તેઓ સાઉથ દિલ્હી ના રસ્તા પર પોતાના મટકા વેનમાં 700 લીટર પાણી લઈને લોકોની તરસ છિપાવે છે. તેઓ લોકોને મફત પાણી પીવડાવે છે. તેઓ માનવતા પ્રત્યે પોતાની જવાબદારી સમજીને આવું કરી રહ્યા છે. તેનો કહાની ખુબ જ રસપ્રદ છે.

લંડનમાં એન્જીનીયર, 32 વર્ષ સુધી કામ કર્યું

લંડનમાં એન્જીનીયર, 32 વર્ષ સુધી કામ કર્યું

મટકા મેન નટરાજને લંડનમાં 32 વર્ષ સુધી એન્જીનીયરનું કામ કર્યું છે. તેમની સાથે જીવન બદલી નાખતી ઘટના થઇ જયારે તેમને ખબર પડી કે તેમને મળાશય કેન્સર છે. સમયસર તેમનો ઉપચાર પણ થઇ ગયો પરંતુ ત્યારપછી તેમનું મન બદલાઈ ગયું. વર્ષ 2005 દરમિયાન તેઓ ભારત આવી ગયા. તેઓ રીટાયર થઈને અલગ અલગ એનજીઓ સાથે જોડાયા.

તેમને માટલા રાખવાનો વિચાર આવ્યો

તેમને માટલા રાખવાનો વિચાર આવ્યો

ત્યારપછી તેમને તરસ્યાને પાણી પીવડાવીને સમાજ માટે કંઈક સારું કરવાનો વિચાર આવ્યો. તેમને માટલા ખરીદ્યા અને લોકોની તરસ છીપાવવા માટે નીકળી પડ્યા. તેમને આઈઆઈટી, ગ્રીનપાર્ક, પંચશીલ અને ચિરાગ દિલ્હી જેવી જગ્યાઓ પર પાણીના માટલા રાખ્યા. નટરાજન ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ પાણી ત્રણ બોરવેલ ઘ્વારા આવે છે. બોરવેલના માલિક આ કામને સારું માને છે અને તેમની મદદ કરે છે. તેઓ દરેક મટકા સ્ટેન્ડ પાસે ચાર વખત ચક્કર લગાવે છે જેથી કોઈ પણ માટલું ખાલી ના રહી જાય.

માટલા પર ફોન નંબર લખ્યો છે

માટલા પર ફોન નંબર લખ્યો છે

એટલું જ નહીં પરંતુ દરેક માટલા પર તેમનો ફોન નંબર રાખ્યો છે. જો તમને કોઈ માટલું ખાલી મળે છે તો તમને ફોન નંબર પર કોલ કરીને તેના વિશે જણાવી શકો છો. સૂચના મળ્યા પછી તેઓ ખાલી માટલા તરફ ભરાવી દે છે. નટરાજનની પત્ની પણ તેમનો બરાબર સાથ આપે છે. દિલ્હીનો મટકા મેન ખરેખર એક સુપરહીરો સમાન છે.

English summary
Matka Man: The 68-year-old Who Is Helping Quench Delhi's Thirst
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X