For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાહોદની અપૂર્વા કરશે મિસ અર્થ ઇન્ડિયામાં ગુજરાતનું નેતૃત્વ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

દાહોદની અપૂર્વા કરશે મિસ અર્થ ઇન્ડિયામાં ગુજરાતનું નેતૃત્વ

દાહોદની અપૂર્વા કરશે મિસ અર્થ ઇન્ડિયામાં ગુજરાતનું નેતૃત્વ

મિસ અર્થ ઇન્ડિયા 2016માં કુલ 37 યુવતીઓમાં ગુજરાતમાંથી ત્રણ યુવતીઓની પસંદગી થઇ છે જેમાં સૌ પ્રથમવાર દાહોદ જિલ્લામાંથી આ સ્પર્ધા માટે ગુજરાતની યુવતી અપૂર્વા હેમંતકુમાર કુમાર ગુજરાતનું નેતૃત્વ કરશે. આ અગાઉ 2008માં મિસ અર્થ ઇન્ડિયામાં વડોદરાની તન્વી વ્યાસ વિજેતા થઇ હતી. દાહોદ જિલ્લાની આ ઔતિહાસિક ઘટના છે જેમાં પ્રથમ વખત કોઇ યુવતી મિસ અર્થ ઇન્ડિયા સુધી પહોંચી છે. અપૂર્વાની પસંદગી ફાઇનલ સ્પર્ધા માટે થતાં તેમના પિતા અને ઘર પરિવારના સભ્યોમાં આનંદની લાગણી છવાઈ છે.

KPLમાં અમિત શાહે કર્યું બેટિંગ, આનંદીબેનની સૂચક ગેરહાજરી

KPLમાં અમિત શાહે કર્યું બેટિંગ, આનંદીબેનની સૂચક ગેરહાજરી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પ્રદેશ ભાજપના પ્રમુખ વિજય રૂપાણીએ અમદાવાદ શહેર ભાજપ દ્વારા યોજાયેલી કર્ણાવતી પ્રીમિયર લીગનું ઉદ્ધાટન કર્યું હતું. જોકે કેપીએલમાં આનંદીબેનની ગેરહાજરીમાં અમિત શાહના સમર્થનમાં સૂત્રોચ્ચાર થતા અમિત શાહે સમર્થકોને ટાઢા પાડવા લાલા આંખ કરી હતી. ઉપરાંત વિજય રૂપાણીએજણાવ્યુ હતું કે પક્ષમાં કોઈ મતભેદ નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેસેજ ફરતા થયા હતા કે આનંદીબહેનને ભાજપ શાસિત કોઈ રાજ્યના ગર્વનર બનાવવામાં આવશે અને નીતિન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવશે. ત્યારે આ કેપીએલ દ્વારા અમિત શાહના સમર્થકોએ શક્તિ પ્રદર્શન કર્યું હોવાનુ માનવામાં આવે છે.

ગળામાં ઘૂસ્યો સળિયો યુવકનો ચમત્કારિક બચાવ

ગળામાં ઘૂસ્યો સળિયો યુવકનો ચમત્કારિક બચાવ

એક ઉક્તિ છે કે રામ રાખે તેને કોણ ચાખે. સુરતમાં આવી જ એક ઘટના ઘટી હતી. યુવક ઓમપ્રકાશને એક એક્સિડન્ટમાં ડિવાઇડરનો સળિયો ગળામાં ઘૂસી ગયો હતો જો કે સારવારને પગલે સળિયો કાઢી લેવામાં આવ્યો હતો હાલમાં યુવક સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે. ઓમપ્રકાશ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે તે તેના બહારગામથી આવેલા માતા પિતાને લેવા મિત્ર સાથે ગયો હતો. જ્યારે આ અકસ્માત તેને નડ્યો હતો. જોકે આખી ઘટનામાં નવાઇની વાત એ હતી કે યુવકે જાતે જ તેનો સળિયો ખેંચી નાખ્યો હતો

ભાભરમાં પરિણીત પ્રેમિકા સાથે પ્રેમીએ ટ્રેન નીચે પડતું મૂક્યું

ભાભરમાં પરિણીત પ્રેમિકા સાથે પ્રેમીએ ટ્રેન નીચે પડતું મૂક્યું

ભાભરમાં આવેલા ગાંગુણ ગામના પ્રેમી યુગલે ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું હતું. આ ઘટનામાં વિગતો સામે આવી છે કે ભાભરના ગુણ નજીક ત્રીસ વર્ષીય અમીચંદભાઇ અણદાભાઇ ઠાકોર અને પચ્ચીસ વર્ષીય સુરીબેન તેજાભાઇ ઠાકોર એ ટ્રેનની નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે યુવતીના લગ્ન અઠવાડિયા અગાઉ જ બીજે થયા હતા. ત્યારે આ પ્રેમીપંખીડાઓએ વિખૂટા થઈ ગયા હોવાની લાગણી સાથે ટ્રેન નીચે પડતું મૂક્યુ હતું.

ઉનાળામાં બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા ગોવા સ્ટાઇલના ફ્લી માર્કેટ

ઉનાળામાં બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા ગોવા સ્ટાઇલના ફ્લી માર્કેટ

અમદાવાદમાં એક બાજુ તપતી ગરમી પડી રહી છે ત્યારે ગરમીને કારણે બાળકોના વેકેશનના રંગમાં ભંગ પડ્યો હતો. પરંતુ ગોવાની સ્ટાઇલ પર થયેલા વીકએન્ડ વિન્ડો ફ્લી માર્કેટની નવમી આવૃત્તિમાં બાળકો માટે ખાસ એડવેન્ચર તેમજ ફન એક્ટિવિટિઝના કારણે અમદાવાદીઓ માટે આ ફ્લી માર્કેટ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. જેમાં સ્પોર્ટસ એક્ટિવીટીથી માંડીને, એડવેન્ચર ગેમ તેમજ શોપિંગ સ્ટોલમાં અમદાવાદ તેમજ ગુજરાત બહારના રાજયના વિવિધ સ્ટોલ્સે આકર્ષણ ઉભું કર્યુ છે.

ઉકાઈ થર્મલ સ્ટેશનના પાંચ નબરમાં યુનિટમાં લાગી ભીષણ આગ

ઉકાઈ થર્મલ સ્ટેશનના પાંચ નબરમાં યુનિટમાં લાગી ભીષણ આગ

ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના પાંચ નંબરના યુનિટની ઓઈલ ટેન્કમાં આજે સવારે એકાએક આગ લાગી ગઈ હતી. સવારના સમયે લાગેલી ભીષણ આગના ગોટે ગાટો દૂર દૂર સુધી દેખાતા હતા. આગની જાણ થતા જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ઉકાઈ તથા સોનગઢનો ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલમાં આગથી નુકસાનની કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી. જોકે આગને કારણે જાનહાનિના કોઈ સમાચાર નથી.

English summary
may 16 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X