For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ગોધરાકાંડમાં આર્થિક મદદ કરનાર સૂત્રધારની અમદાવાદ ATSએ કરી ધરપકડ

ગોધરાકાંડમાં આર્થિક મદદ કરનાર સૂત્રધારની અમદાવાદ ATSએ કરી ધરપકડ

2002 ગોધરાકાંડના સૂત્રધાર ફારુક ભાણાની અમદાવાદ એટીએસએ ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલો શખ્સ પૂર્વ કોર્પોરેટર ફારુક ભાણા છે. જેણે 2002ના ગોધરાકાંડમાં ષડયંતત્રને પાર પાડવા માટે આર્થિક મદદ કરી હતી. તેમજ પેટ્રોલ લાવવા માટે પણ મદદ કરી હતી. ફારૂક ભાણા મૂળ ગોધરાનો વતની છે 14 વર્ષથી વોન્ટેડ હતો. એટીએસએ તેને કલોલ ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યો છે.

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં કાર માલિકની પૂછપરછ

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં કાર માલિકની પૂછપરછ

અમદાવાદમાં ગત રાત્રે વાઇડ એંગલ પાસે બનેલી હીટ એન્ડ રનની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પુરઝડપે આવતી કારે એક્ટિવાને ટ્કકર મારી હતી જેમાં બે યુવતીઓ ફંગોળાઈ ગઈ હતી. આ ઘટના બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. જોકે અકસ્માતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે શાંતિથી એક્ટિવા પર બે યુવતીઓ જઈ રહી હતી.તે દરમિયાન બેફામ કાર ચલાવતા ચાલકની ગાડીની ટકકરથી યુવતીઓ ફંગોળાઈ ગઈ હતી. એકટીવા પર સવાર બંને યુવતીઓને ફેની તથા માનસીને સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી.

અમરસિંહની સમાજવાદી પાર્ટીમાં વાપસી

અમરસિંહની સમાજવાદી પાર્ટીમાં વાપસી

મુલાયમસિંહ યાદવ અને અમરસિંહ યાદવ વચ્ચે સંબંધોની તીરાડ દૂર થઇ ગઇ છે. મુલાયમ સિંહે અમરસિંહને રાજ્યસભાના સાંસદ બનાવવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત મુલાયમે કોંગ્રેસ છોડી સપામાં જોડાયેલા બેની પ્રસાદને પણ ટિકિટ આપી છે.

સુરત કોસંબા હાઇવે ઉપર અકસ્માત, 3 અમદાવાદીનાં મોત

સુરત કોસંબા હાઇવે ઉપર અકસ્માત, 3 અમદાવાદીનાં મોત

સુરતના કોસંબા નેશનલ હાઈવે-8 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ તથા લકઝરી બસ, કન્ટેન્ર ટેમ્પો અને હ્યુન્ડાઈ કાર એમ ચાર વાહનો સાથે અથડાયા હતા. અકસ્માત એટલો કરૂણ હતો કે તેમાં કારના ડ્રાઈવર સહિત 3 લોકોના મોત થયાં હતાં, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના ગત સાંજે 7.30 વાગ્યાના સુમારે બની હતી જેમાં સાવા પાટીયા ક્રોસ કરી રહેલી એક રિક્ષાના બચાવવા જતા આઈસર ટેમ્પાને ઈમરજન્સી બ્રેક મારતા પાછળની ગાડીઓ એકબીજા જોડે અથડાઇ હતી. જેમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી રણજીવ કોચર, અજય કપૂર તથા રાજીવ શ્રીવાસ્તવના ઘટના સ્થળે જ મોત થયાં હતાં.

સુરત ટ્રીપલ મર્ડર કેસમાં હત્યા કરીને નાસી છૂટેલા મુખ્ય 3 આરોપી ઝડપાયા

સુરત ટ્રીપલ મર્ડર કેસમાં હત્યા કરીને નાસી છૂટેલા મુખ્ય 3 આરોપી ઝડપાયા

સુરત ટ્રીપલ મર્ડર કેસની ઘટનામાં જોઈન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા બુધવારે વરાછા ટ્રીપલ મર્ડર કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી ગૌતમ ઉર્ફે ગોલ્ડન ગણેશભાઈ ગોયાણી, ભદ્રેશ ઉર્ફે કાલુ ઉકાભાઈ પટોળીયા અને કિશન રમેશભાઈ ખોખારની ધરપકડ કરવામાં આવી હતી.

સાયન્સની પરીક્ષામાં લુણાવાડાની કૃષાણીને આવ્યા 99.63

સાયન્સની પરીક્ષામાં લુણાવાડાની કૃષાણીને આવ્યા 99.63

ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ 2016માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ પરીક્ષાનું 79.03 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ વખેત મહીસાગર જીલ્લાના લુણાવાડાની એસ.કે.હાઇ.ની કૃષાલી પંકજભાઇ પંચાલ એબી ગ્રુપમાં 99.63 પર્સન્ટાઇલ સાથે રાજયમાં મોખરે રહેતા લુણાવાડામાં તેમજ કૃષાલીના પરિવારમાં આનંદ વ્યાપી ગયો છે. શિક્ષક માતા પિતાની દીકરી કૃષાલી ભાવનગરમાં કાકા -કાકી પાસે રહીને અભ્યાસ કરતી હતી તેણે એબી ગ્રુપમાં 99. 63 પર્સન્ટાઇલ મેથ્સમાં 99. 63 તથા બાયોલોજીમાં 99.09 પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યા હતા.

રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની અમદાવાદની સેશન્સ કોર્ટમાં હાજરી

રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની અમદાવાદની સેશન્સ કોર્ટમાં હાજરી

રાજદ્રોહના કેસમાં સુરતની જેલમાં કેદ પાટીદાર નેતા હાર્દિક પટેલને આજે અમદાવાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હાર્દિક સાથે તેના સાથીઓ અને જામીન પર મુક્ત ચિરાગ, દિનેશ અને કેતન પણ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આજની સુનાવણીમાં હાર્દિક તેના વકીલ રફીક લોખંડવાલા સાથે જોવા મળ્યો હતો. તો કેતન, દિનેશ, ચિરાગે વકીલ રોકવા માટે હજી વધારે સમયની માંગણી કરતા કોર્ટે કેસની વધુ સુનાવણી 31 મેના રોજ મુલતવી રાખી છે.

વણઝારાએ મોદીને મોર્ડન જૂલિયસ સિઝર કહ્યા

ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી અને ઇશરત જહાં કેસના લીધે જાણીતા બનેલા તેવા ડી જી વણઝારાએ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે તે આધુનિક જુલિયસ સિઝર છે. નમોવિજયદિવસના હેશટેગ સાથે ટ્વિટ કરતા વણઝારા મોદીના વખાણ તો કર્યા સાથે જ દગાબાજોથી ચેતતા રહેવાનું પણ કહ્યું છે. ત્યારે વણઝારાની આ ટ્વિટ રાજકારણમાં નવા સમીકરણો અને વિવાદો સર્જ્યા છે.

પોલીસનો બાતમીદાર સમજી બુટલેગરે નિર્દોષ યુવાનને છરીના ઘા ઝીંક્યા

પોલીસનો બાતમીદાર સમજી બુટલેગરે નિર્દોષ યુવાનને છરીના ઘા ઝીંક્યા

વલસાડના હાલર કોળીવાડ ખાતે રહેતા તરૂણ જે.નાયકા ગત મોડી રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે શાકભાજી માર્કેટ ખાતે રહેતો હિતેશ નામનો બુટલેગર કોળીવાડ તરફ જતા રસ્તા પર પસાર થતા તરૂણને બાઈક પરથી પાડી નાંખી એમ બોલીને કે છરીના ઘા કર્યા હતા કે પોલીસને બાતમી આપવાનો તને શોખ છે.

એપલના સીઇઓએ સિદ્ધિ વિનાયકના દર્શન કર્યાં

એપલના સીઇઓએ સિદ્ધિ વિનાયકના દર્શન કર્યાં

એપલના સીઇઓ ટિમ કુક હાલ ભારતના પ્રવાસે આવ્યા છે. દરમિયાન કુકે ન્યુ ડિઝીટલ મેપ્સ સેન્ટર બનાવવાની જાહેરાત કરી શકે છે. આગામી એક બે દિવસમાં કુક પીએમ મોદીની સાથે મુલાકાત કરશે.

બીજી વર્ષગાંઠની ધુમધામથી ઉજવણી કરશે મોદી સરકાર

બીજી વર્ષગાંઠની ધુમધામથી ઉજવણી કરશે મોદી સરકાર

મોદી સરકારે બીજું વર્ષ પૂર્ણ કરવા બદલ 26 મેએ એક સભાનું આયોજન કર્યું છે. બે વર્ષ અગાઉ 26મી મેએ પીએમ મોદી અને તેમના મંત્રીમંડળના સભ્યોએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. આ ઉજવણી ઉત્તર પ્રદેશમાં કરાય તેવી શક્યતા રહેલી છે.

જેલમાં જવું હોય તો જ રેલવેમાં સેલ્ફી લેજો

જેલમાં જવું હોય તો જ રેલવેમાં સેલ્ફી લેજો

રેલવેમાં હવે જોખમીપણે સેલ્ફી લેશો તો 6 મહિના સુધીની સજા થશે. છેલ્લા થોડા સમયથી મુસાફરોમાં રેલવેના ગેટની બહાર લટકીને સેલ્ફી લેવાનો ક્રેજ વધ્યો છે. સેલ્ફી લેતી વખતે અકસ્માત થાય તો તેને માટે રેલવેને જવાબદાર ગણવામાં આવે છે. ત્યારે ટ્રેનમાં ખતરનાક રીતે સેલ્ફી લેતા શખ્સને 6 માસની સજા ફટકારવામાં આવશે.

બાબા હરદેવસિંહની અંતિમ યાત્રામાં લાખો અનુયાયીઓ

બાબા હરદેવસિંહની અંતિમ યાત્રામાં લાખો અનુયાયીઓ

નિરંકારી સંપ્રદાયના ગુરૂ બાબા હરદેવ તથા તેમના જમાઈ અવનિતનની અંતિમ યાત્રા નીકળી. સાતથી આઠ લાખ લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. પતિ હરદેવસિંહના આકસ્મિક નિધન બાદ પત્ની સત્વિન્દર કૌરે ગાદી સંભાળી છે.

English summary
may 18 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X