For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડિગ્રી પછી મોદીની જન્મતિથીને લઇને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ડિગ્રી પછી મોદીની જન્મતિથીને લઇને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

ડિગ્રી પછી મોદીની જન્મતિથીને લઇને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોંગ્રેસ દ્વારા શૈક્ષણિક આરોપો લગાવ્યા બાદ હવે તેમની જન્મતિથિને લઇને પણ અસંગતતા હોવાનો આરોપ કોંગ્રેસ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા શક્તિ સિંહ ગોહિલના કહેવા મુજબ મોદીએ જ્યારે 12માં ધોરણમાં દાખલ થયા ત્યારે તેમની જન્મતિથિ 29 ઓગસ્ટ 1949 હતી. જ્યારે સાર્વજનિક રીતે તેમની જન્મ તારીખ 17 સપ્ટેમ્બર 1950 કહેવામાં આવે છે. ત્યારે આ બન્નેમાંથી કંઇ સાચી જન્મતારીખ છે તે પર ગોહિલે સવાલ ઊઠાવ્યો છે. નોંધનીય છે કે આ પહેલા મોદીની ડિગ્રી અંગે પણ કોંગ્રેસે વિવાદ કરતા કહ્યું હતું કે આ ડિગ્રી મોદી ક્યાંથી લીધી અને પોતાની સાથે ભણતા 10 વિદ્યાર્થીઓના નામ જણાવીને તેમણે આ અંગે સ્પષ્ટતા આપવી જોઇએ.

વાપીમાં સૂઝલોન કંપનીના ગોડાઉનમાં આગથી કરોડોનું નુકસાન

વાપીમાં સૂઝલોન કંપનીના ગોડાઉનમાં આગથી કરોડોનું નુકસાન

સૂઝલોન કંપનીના પ્રાંગણમાં આગ લાગતા પવન ચક્કીઓના પંખા આગની ઝપેટમાં આવી ગયા હતા અને લાખોનું નુકસાન થયું હતું. આ આગ બૂઝાવવા વાપી તથા દમણ ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે પવન ચક્કીની પાંખ માં લાગેલી આગને કારણે નુકસાનનો પ્રારંભિક આંકડો એક કરોડનો જણાય છે અન્ય નુકસાન તપાસને આધારે ખબર પડશે.

અમદાવાદમાં વેગનઆર ચાલકે 4 અકસ્માતોની હારમાળા સર્જી, એકનું મોત

અમદાવાદમાં વેગનઆર ચાલકે 4 અકસ્માતોની હારમાળા સર્જી, એકનું મોત

શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે શ્રીનંદ શાસ્ત્રી દ્વારા ચાર એક્સિડન્ટની હારમાળા સર્જવામાં આવી હતી એક્સીડન્ટમાં કુલ 4 વાહનોને હડફેટે લાવામાં આવ્યા હતા. જેમાં એકનું મોત થયું હતું. આ અકસ્માતોને નજરે જોનાર વ્યક્તિઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગાડીચાલક પૂરઝડપે ગાડી ચલાવી રહયો હતો અને તેણે ચાર વાહનોને અડફેટે લીધા હતા તેમાં એક યુવતી મોત અને જીવન વચ્ચે ઝોલા ખાઇ રહી છે. આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની વી.એસ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જેમાં પોલીસે કાયદેસરનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી હતી.

ઉત્તરાખંડ પછી જમ્મુ કાશ્મીરના જંગલોમાં પણ આગ

ઉત્તરાખંડ પછી જમ્મુ કાશ્મીરના જંગલોમાં પણ આગ

ઉત્તરાખંડના જંગલોમાં ફેલાયેલી ભયંકર આગ પછી જમ્મુના ત્રણ જિલ્લાના જંગલોમાં પણ ભીષણ આગ લાગી છે. જેનાથી મોટી માત્રામાં વન સંપદાને નુક્શાન થઇ રહ્યો છે. રાઝોરીના એક હેક્ટર વિસ્તારમાં આ આગ ફેલાઇ ચૂકી છે. અને પ્રશાસન આગ બુઝાવવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યું છે.

વઢવાણના યુવરાણીનો દેહ પંચમહાભૂતમાં વિલીન

વઢવાણના યુવરાણીનો દેહ પંચમહાભૂતમાં વિલીન

કોંગ્રેસી અગ્રણી દિગ્વિજય સિંહના પુત્રી કરણિકા સિંહ વઢવાણના પ્રિન્સના પત્ની હતા. તેમનું કેન્સરની બિમારીને કારણે દિલ્લીમાં અવસાન થયું હતું. વઢવાણ સ્ટેટનાં રાજવી ચૈતન્યદેવ સિંહજીના યુવરાજ સિધ્ધાર્થ સિંહજી પત્ની અને વઢવાણના યુવરાણીનો પાર્થિવદેહનનો અંતિમ સંસ્કાર વઢવાણ ભોગાવા નદી ખાતે કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડીયા સહિતના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

પતિ ફસાયો પાકિસ્તાનની જેલમાં અને વતનમાં એકલી પત્ની ઉપર થયું દુષ્કર્મ

પતિ ફસાયો પાકિસ્તાનની જેલમાં અને વતનમાં એકલી પત્ની ઉપર થયું દુષ્કર્મ

ઊનાનાં ચીખલી ગામે રહેતી મહિલાનો પતિ બોટમાં માછીમારી કરવા ગયો હતો તે દરમિયાન પાકિસ્તાન મરીન સિકયુરિટીનાં હાથે ઝડપાઇ ગયો હતો. તે દરમિયાન વતનમાં એકલી પત્ની પર માથાભારે શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પતિ પાકિસ્તાનની જેલમાંથી પરત ફરતા પીડિતાએ તમામ હકીકત પતિને જણાવતા દારૂનો વ્યવસાય કરતો માથાભારે શખ્સ ભાવેશ ચુડાસમા અને હીરા ચુડાસમા વિરુદ્ધ પરણિતાએ પોલિસ ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતે 57માં વર્ષમાં કર્યો પ્રવેશ, છોટા ઉદેપુરમાં ઉજવણી

ગુજરાતે 57માં વર્ષમાં કર્યો પ્રવેશ, છોટા ઉદેપુરમાં ઉજવણી

ગુજરાત સ્થાપિના દિનની રાજય કક્ષાની ઉજવણી છોટા ઉદેપુરના સંખેડામાં કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી આનંદીબહેન તથા રાજ્યપાલ ઓ.પી. કોહલીએ સલામી ઝીલી હતી અને વિકાસ કાર્યોનું લોકાપર્ણ કર્યું હતુ. મુખ્યમંત્રીએ 133 લાખના ખર્ચે નિર્માણ પામેલી નર્સિંગ કોલેજનું ઉદ્ધાટન કર્યું હતું તેમજ આર્થિક રીતે નબળા સવર્ણો માટે 10 ટકા અનામતનો નિર્ણય અંગેના વટહુકમને પણ જાહેર કર્યો હતો. અને વનબંધુ સંમેલનને પણ સંબોધ્યું હતું.

છોટા ઉદેપુરના મુખ્ય કાર્યક્રમમાં ગુજરાતની ઝાંખી

છોટા ઉદેપુરના મુખ્ય કાર્યક્રમમાં ગુજરાતની ઝાંખી

સેવાસદનના રાજ માર્ગ ઉપર આયોજિત આ કાર્યક્રમમાં પોલીસની પરેડ યોજાઇ હતી. ઉપરાંત ગુજરાતની ઝાંખી કરાવતા તેમજ સરકારના વિવિધ વિભાગોની કમગીરીની ઝાંખી કરાવતા ટેબ્લો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. પોલીસ દળની સાથે એસ.આર.પી.જવાનો.અશ્વ તેમજ મોટર સાઇકલ દળે , પોતાના કરતબની રજૂઆત કરી હતી.

આનંદીબહેનના કાર્યક્રમનો વિરોધ કરવા જતા ઉદેસિંહ બારિયાની અટકકાયત

આનંદીબહેનના કાર્યક્રમનો વિરોધ કરવા જતા ઉદેસિંહ બારિયાની અટકકાયત

રવિવારે ગુજરાત દિનની ધામધૂમથી થઇ રહેલી ઉજવણીમાં વિરોધ કરવા તેમજ કાળા વાવટા ફરકાવવા ઉદેસિંહ બારિયા તથા અન્ય સાથીદારો નીકળ્યા હતા. તેમનો મુદ્દો એ હતો કે તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ નાયક અને બારીયા સમાજના આઝાદીના લડવૈયાનું સ્મારક જાબુંઘોડા ખાતે બનાવવાનું વચન આપ્યું હતુ તે પૂર્ણ ન થતા આદિવાસીઓ અને બારિયા સમાજ દ્વારા આ ઉજવણી દરમિયાન વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ આશરે 51 આગેવાનોની અટકાયત કરી ઘોઘંબા પોલીસ મથકમાં રાખ્યા હતા.

હુર્રિયત સાથે પાકની વાતચીતમાં સરકારે લીધો યુર્ટન, કહ્યું નો પ્રોબ્લેમ

હુર્રિયત સાથે પાકની વાતચીતમાં સરકારે લીધો યુર્ટન, કહ્યું નો પ્રોબ્લેમ

જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતાઓને પાકિસ્તાન સાથે વાતચીત કરવા મામલે કેન્દ્ર સરકારે હવે ઢીલ છોડી છે. લોકસભામાં એક સવાલનો જવાબ આપતા વિદેશ રાજ્ય મંત્રી વી.કે. સિંહે કહ્યું કે જમ્મુ કાશ્મીર ભારતનું એક અવિભાજ્ય અંગ છે. અને હુર્રિયતના નેતા ભારતના નાગરિક છે. તે કોઇની પણ સાથે વાતચીત કરી શકે છે. પણ ભારત પાકિસ્તાનની સાથે વાતચીત કરવામાં ત્રીજા પક્ષની ભૂમિકાનો કોઇ મતલબ નથી.

કસમ ખાઇને કહું છું મમતા મારી પત્ની નથી: વિકી ગોસ્વામી

કસમ ખાઇને કહું છું મમતા મારી પત્ની નથી: વિકી ગોસ્વામી

અભિનેત્રી મમતા કુલકર્ણીના કથિત પતિ અને ડ્રગ્સ ડીલિંગ આરોપમાં ખરાબ રીતે ફસાયેલા વિજયગીરી ઉર્ફ વિકી ગોસ્વામી એક મીડિયા ચેનલ જોડે વાત કરીને કહ્યું છે કે ડ્રગ્સ ડિલિંગથી તેનો કોઇ સંપર્ક નથી. અને વધુમાં આજતકથી તેના આ ખુલાસામાં વિકી કહ્યું કે મમતા ના તો તેની પત્ની છે ના જ તેઓ લિવ ઇન પાર્ટનર છે. વધુમાં મમતા વિષે કહેતા વિકી કહ્યું કે મમતા ખાલી મારી એક શુભચિંતક છે.

English summary
May 2: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X