For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદના પાલડી વિસ્તારમાંથી હાઇપ્રોફાઇલ કૂટણખાનું ઝડપાયું

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

અમદાવાદના પાલડી વિસ્તારમાંથી હાઇપ્રોફાઇલ કૂટણખાનું ઝડપાયું

અમદાવાદના પાલડી વિસ્તારમાંથી હાઇપ્રોફાઇલ કૂટણખાનું ઝડપાયું

અમદાવાદમાં પાલડી ચાર રસ્તા પર આવેલી હોટેલ ક્રિષ્નામાંથી અમદાવાદ એસ્કોર્ટ નામની વેબસાઈટ મારફતે ચલાવાતું કુંટણખાનું ઝડપાયું છે. આ સમગ્ર કૌભાંડમાં હાઈપ્રોફાઈલ યુવતીઓને બોલાવવામાં આવતી હતી. મહિલા ક્રાઇમ બ્રાંચને કેટલાક સમયથી ઓનલાઈન ચાલતા આ હાઈપ્રોફાઈલ સેક્સ રેકટની બાતમી મળી હતી ત્યાર બાદ મહિલા ક્રાઈમ બ્રાંચે ડમી ગ્રાહક મોકલીને આ કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો હતો. આ સમગ્ર સેક્સ રેકેટમાં શહેરના હાઈપ્રોફાઈલ લોકો ગ્રાહક તરીકે જોડાયા હોવાની શક્યતા છે. ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ત્રણ પરિણીત યુવતીઓ પકડી છે. જેમનાં નાનાં બાળકો પણ છે.

લાલજી પટેલઃ જેલમાં નહીં હોસ્ટેલમાં હોવાનો અનુભવ થઈ રહ્યો છે.

લાલજી પટેલઃ જેલમાં નહીં હોસ્ટેલમાં હોવાનો અનુભવ થઈ રહ્યો છે.

જેલ ભરો આંદોલન દરમિયાન થયેલા તોફાનને પગલે જેલમાં કેદ એસપીજી ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલને સાબરમતી જેલમાંથી હાજરી માટે મહેસાણા જ્યુડિશીયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે તમામની હાજરી લઇ જેલ વોરંટને આધારે પુન: 14 દિવસની કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. ત્યારે પોલીસ વાન તરફ જતા લાલજી પટેલે કહ્યું હતું કે હું જામીન અરજી મૂકવાનો નથી, મને જેલમાં નહીં પરંતુ હોસ્ટેલમાં રહેતો હોય તેવું લાગી રહ્યું છે. હવે પછી તમામને આગામી 31 મેના રોજ રજૂ કરવાના છે

વડોદરા-દિલ્લીની ફલાઇટ ટેકનિકલ ખામીને કારણે અમદાવાદમાં ઉતરી

વડોદરા-દિલ્લીની ફલાઇટ ટેકનિકલ ખામીને કારણે અમદાવાદમાં ઉતરી

વડોદરાથી દિલ્હી જવા ઉડેલી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 591માં એન્જિન અને રડારમાં ખામી સર્જાવાને કારણે અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ દ્વારા ઉતારવામાં આવી હતી. આ અંગે વડોદરાના એરપોર્ટ ટર્મિનલ મેનેજરે પણ સમર્થન આપતા કહ્યું હતું કે ટેકનિકલ ખામીને કારણે વિમાનનું અમદાવાદ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે મુસાફરોએ અમદાવાદ અરપોર્ટ ઉપર હોબાળો મચાવ્યો હતો કે તેમને ઇન્ડિગો પૂરતી સેવા નથી આપી.

આમીર ખાનની ફિલ્મ સિર્કેટ સુપરસ્ટાર માટે પત્ની કિરણ રાવના વડોદરામાં ધામા

આમીર ખાનની ફિલ્મ સિર્કેટ સુપરસ્ટાર માટે પત્ની કિરણ રાવના વડોદરામાં ધામા

આમિર ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રેહલી ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર' માતા અને પુત્રીના સંબંધો પર આધારિત છે. આ ફિલ્મમાં આમિર ખાન મ્યુઝિક કમ્પોઝરનું પાત્ર ભજવશે. 'સિક્રેટ સુપરસ્ટાર' ફિલ્મનું શૂટિંગ હાલ વડોદરાની હાજીપાર્ક સોસાયટીમાં ચાલી શરૂ થયું છે. લગભગ એક સપ્તાહ સુધી આ સોસાયટીમાં શૂટિંગ બાદ શહેરના કમાટીબાગ, રેલવે સ્ટેશન, રાજપીપળા અને વડોદરાની આસપાસના વિસ્તારોમાં આગામી 2 જૂન સુધી શૂટિંગ ચાલશે. ત્યારે આ ફિલ્મના શૂટિંગમાં કિરણ રાવ પણ વડોદરા આવી છે અને તેઓ યૂનિટ સાથે શૂટિંગ કરી રહ્યા છે.

ગરમીથી માણસો નહીં પશુપંખીઓ પણ ત્રાસ્યા, 50 ચામાચીડિયાનું થયું મોત

ગરમીથી માણસો નહીં પશુપંખીઓ પણ ત્રાસ્યા, 50 ચામાચીડિયાનું થયું મોત

હિંમતનગર શહેરના જૂના બગીચા વિસ્તારમાં આવેલા વૃક્ષો પર બેસતા 50થી વધુ વાઘોળ ચામાચીડિયા ગરમીથી મૃત્યુ પામીને ટપોટપ નીચે પડ્યા હતા. તો ગુજરાતમાં અન્યત્ર પણ ચકલી, ખિસકોલી, જેવા પક્ષીઓ મૃતપ્રાય સ્થિતીમાં આવી ગયા હતા. તો હિંમતનગર-ઇડરમાં 30 જણાને લૂ લાગતાં દવાખાને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સાથે જ રાજ્યમાં તો ઝાડા- ઉલ્ટી, સહિત અન્ય ગરમીની બીમારીમાં પણ વધારો જોવા મળ્યો હતો.

વડોદરામાં ડિમોલિશન સમયે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

વડોદરામાં ડિમોલિશન સમયે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ હનુમાન ટેકરી વિસ્તારમાં વર્ષોથી 44 જેટલા કાચા-પાકા મકાન છે. અહીંના લોકોને અન્યત્ર મકાનોની ફાળવણી કર્યા પછી અને નોટિસ મોકાવ્યા છતાં રહીશો દ્વારા ઘર ખાલી ના કરતા આજે વડોદરા દબાણ શાખાની ટીમ પોલીસ કાફલા સાથે દબાણ તોડવા માટે પહોંચી હતી. દબાણ તોડવાની શરૂઆત કરતા સ્થાનિકોએ તોડફોડ સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો. પહેલાં મકાનની ચાવી આપો પછી તોડફોડ કરો તેવી માંગ સાથે આ રહીશો પોલિસ પર પથ્થરમારો કર્યો હતો અને ઝપાઝપી કરી હતી. એક તબક્કે, કેટલાક રહીશો હાથમાં કુહાડી અને લાકડીઓ લઇને પોલીસને મારવા દોડ્યા હતા. આ ઘટનામાં બે પોલીસ કર્મીને ઇજાગ્રસ્ત થયા છે.

જનરેટરના ગેસથી ગૂંગળાઇ મર્યા માસૂમ ભાઈ-બહેન

જનરેટરના ગેસથી ગૂંગળાઇ મર્યા માસૂમ ભાઈ-બહેન

જખૌ બંદરે રહીને માછીમારી કરતા ટંડેલ પરિવાર માટે જનરેટર યમદૂત સાબિત થયુ હતું. માછીમારીનો વ્યવસાય કરતો ટંડેલ પરિવાર રાતે જમ્યા બાદ એક રૂમમાં સૂતો હતો, તે રૂમમાં જનરેટર ચાલુ હતું. જોકે જનરેટરમાં ડીઝલ ખલાસ થતા અને પછી કાર્બન કે અન્ય ઝેરી ગેસ જેવો ધુમાડો રૂમમાં ફેલાઇ જતાં અંદર સૂતેલા દાદા-દાદી તથા પૌત્રા-પૌત્રી ગુંગળાઇ ગયા હતા. આ ધટનામાં બેનાં મોત થયા છે જ્યારે બે લોકોને ગંભીર છે.

પોરબંદર નગરપાલિકાના કર્મચારીઓની કૂતરાંની બીકે યુનિફોર્મ બદલવાની માંગણી

પોરબંદર નગરપાલિકાના કર્મચારીઓની કૂતરાંની બીકે યુનિફોર્મ બદલવાની માંગણી

પોરબંદર નગરપાલિકા નગરપાલિકામાં નિયમ મુજબ સફાઇ કર્મચારીઓએ તેમને આપેલા ગણવેશનો વિરોધ કર્યો હતો. કારણ કે ગણવેશના રંગને કારણે કામ કરવા જતા સફાઈ કર્મચારીઓ પાછળ કૂતરાં કરડવા દોડતા હોય છે. સફાઇ કામદારોની દલીલ છે કે જે ગણવેશ પાલિકાએ નક્કી કર્યો છે તે પહેરીને જ્યારે કામદારો સાફસફાઇ માટે જાય છે ત્યારે શ્વાન તે લોકોને કરડવા માટે દોડે છે. કામદારોની માંગ છે તેમને ગણવેશ સામે કોઇ વાંધો નથી પરંતુ તેનો રંગ બદલી નાખવામાં આવે જ્યારે આ મુદ્દે પાલિકાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે નિયમ પ્રમાણે ગણવેશનો રંગ નક્કી કરાયો છે તેમાં ફેરફાર હાલના તબક્કે શક્ય નથી.પોરબંદર નગરપાલિકામાં 186 પુરૂષ સફાઇ કામદાર અને 145 મહિલા સફાઇ કામદાર કામ કરી રહ્યા છે.

English summary
may 20 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X