For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવસારીમાં ધોળે દહાડે બંદૂકની અણીએ જવેલરી શોરૂમાં લૂંટ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

નવસારીમાં ધોળે દહાડે બંદૂકની અણીએ જવેલરી શોરૂમાં લૂંટ

નવસારીમાં ધોળે દહાડે બંદૂકની અણીએ જવેલરી શોરૂમાં લૂંટ

નવસારી સ્થિત એક જ્વેલર્સમાં ધોળે દ્હાડે છ લૂટારાઓ દ્વારા બંદુક તથા તીક્ષણ હથિયારની અણીએ શોરૂમના તમામ કર્મચારીઓને બંધક બનાવી દઇ 18 લાખાના દાગીના અને 50 હજારની રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી. જોકે જ્વેલરી શોપના માલિક દંપતીએ સમયસૂચકતા વાપરીને બહાદુરી બતાવતા એક શખ્સને ઝડપી લીધો હતો. બાદમા પોલીસે આ શખ્સની ધરપકડ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ પોલીસે તમામ 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા. લૂંટારાઓ પાંચ દિવસ પહેલા બિહારથી આવ્યા હતા અને તેમણે દુકાનની રેકી કરી હતી. લૂંટ બાદ તેઓએ સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા.

શિક્ષણ વિભાગની કાર્યશાળામાં મુખ્યમંત્રીએ લીધો અધિકારીઓનો ઉધડો

શિક્ષણ વિભાગની કાર્યશાળામાં મુખ્યમંત્રીએ લીધો અધિકારીઓનો ઉધડો

મુખ્યમંત્રી આનંદીબહેને શિક્ષણ વિભાગની કાર્યાશાળાને સંબોધતા ધોરણ-10માં ગુજરાતી વિષયના નબળા પરિણામ મુદ્દે ચિંતા વ્યક્ત કરીને શિક્ષકો તથા અધિકારીઓનો કલાસ લીધો હતો. તેમણે કહ્યું હતું કે મારી હાજરીમાં જ શિક્ષકો ખોટી જોડણી અંગે ધ્યાન નથી આપતા. મહાત્મા મંદિરમાં શિક્ષણ વિભાગે યોજેલા વર્કશોપમાં વિદ્યાર્થીઓ પ્રત્યેની શિક્ષકોની ઉદાસીનતા વર્ણવતાં કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ ખોટું વાંચતાં હોય તો પણ શિક્ષક ધ્યાન નથી આપતા. તેમણે નબળા પરિણામવાળી શાળાઓની યાદી તૈયાર કરીને એક મહિનામાં એનજીઓને સોંપવા તાકીદ કરી હતી.

બાઇક પર જઈ રહેલા 3 મિત્રોમાંથી બે ટ્રકની ટક્કરે મોતને ભેટ્યા

બાઇક પર જઈ રહેલા 3 મિત્રોમાંથી બે ટ્રકની ટક્કરે મોતને ભેટ્યા

બાઇક નંબર જીજે21 -એજી- 9785 ઉપર બેસીને પારડીથી ચીખલી તરફ જઇ રહેલા ત્રણ મિત્રોને મોહન દયાળ હોસ્પિટલની સામે કાળ બનીને આવેલા ટ્રક જેવા વાહને ટક્કર મારી દેતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો. અને બાઇક સીધી વીજ થાંભલા સાથે અથડાઇને 20 ફૂટ સુધી હાઇવે ઉપર ઘસડાઈ હતી. દરમિયાન પાછળથી આવતી અન્ય ટ્રકે પણ બાઇક સવારને અડફેટે લેતા ત્રણ પૈકી બે મિત્રોને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એકને ગંભીર હાલતમાં પારડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકની ઓળખ કિશન ગોહિલ તથા રોશન રાજપૂત તરીકે થઇ હતી. જ્યારે ગંભીર ઇજા પામેલા યુવાનની ઓળખ થઇ શકી ન હતી.

સુરેન્દ્રનગર બસ ડેપો ઉડાવી દેવાના પત્રથી તંત્ર હરકતમાં

સુરેન્દ્રનગર બસ ડેપો ઉડાવી દેવાના પત્રથી તંત્ર હરકતમાં

સુરેન્દ્રનગર બસ ડેપોમાં આઇએસના નામે આવેલા ધમકીભર્યા પત્રથી એસ.ટી. તેમજ પોલીસતંત્રને દોડતું થઈ ગયું હતું. ISISના નામનો ઉલ્લેખ કરીને બસ ડેપોમાં આવેલા નનામાં પત્રમાં એસ.ટી.ડેપો સહિત દેશના પી.એમ. તેમજ ગુજરાતના સી.એમ.ને ઉડાડી દેવાની ધમકી આપી હતી. ઘટનાની ગંભીરતા જોતા સુરેન્દ્રનગર એસ.ટી.ડેપો મેનેજર જે.આર.અગ્રવાતે એસ.પી. તેમજ બી.ડિવીઝનને જાણ કરી દીધી હતી. આ પત્ર લખનારે પોતાનું નામ સરનામું સુરેન્દ્રનગરના સાયલાનું જણાવ્યુ હતું પત્રમાં આ શખ્સ સાયલાના વિહતચોકની પાસે રહેતા રામદેવસિંહ હોવાનું જણાવ્યું હતું. તેણે લખ્યું હતું કે તે પોતે ISISનાં એજન્ટ છે

સુરતમાં પૂરઝડપે આવતી હોન્ડા સિટીએ વૃદ્ધને ઉડાવ્યા

સુરતમાં પૂરઝડપે આવતી હોન્ડા સિટીએ વૃદ્ધને ઉડાવ્યા

સુરતમાં હોન્ડા સિટી એસયૂવી કારે રસ્તે ચાલી રહેલા વૃદ્ધને પાછળથી પૂરપાટ વેગે આવી તેમને ઉડાવ્યા હતા. વૃદ્ધજ એટલા જોરથી પચકાયા હતા કે ઘટના સ્થ્ળે જ તેમનું મૃત્યું થયું હતું. ચોકબજાર પોલીસે જણાવ્યું હતું કે, હોન્ડા સીટી કારની અડફેટે મોતને ભેટનાર વૃદ્ધ રામજીભાઇ ખોડાભાઇ લાઠીયા વેડગામની રાધિકા સોસાયટીના રહેવાસી છે અને તેઓ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. પોલીસે કારના નંબરને આધારે કારચાલકની શોધખોળ હાથ ધરી હતી.

આણંદમાં ગાંજાની હેરાફેરી કરનાર પિતા પુત્રને ઝડપી લેતું એસઓજી

આણંદમાં ગાંજાની હેરાફેરી કરનાર પિતા પુત્રને ઝડપી લેતું એસઓજી

આણંદના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ને ઉમરેઠના વારાહી ચકલામાં રહેતા મોહનભાઈ પ્રજાપતિ અને તેમનો પુત્ર છેલ્લાં કેટલાંય સમયથી વગર પાસ પરમીટના ગાંજાની હેરાફેરી કરતા હોવાની તેમજ તેનું વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે ઉમરેઠના વારાહી ચકલા પાસેથી બુધવારે સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપે રૂા. 20 હજારની કિંમતના બે કિલો ગાંજા સાથે પિતા-પુત્રની ધરપકડ કરી હતી. પોલીસે પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરેલા ગાંજો કબ્જે લઈ તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉમરેઠ પોલીસે આ મામલે પિતા-પુત્ર એમ બંને વિરૂદ્ધ એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી નોંધ્યો હતો.

કોડીનારમાં અચનાક 13 રોઝડા મોતને ભેટ્યા

કોડીનારમાં અચનાક 13 રોઝડા મોતને ભેટ્યા

કોડીનારથી 6 કિલીમીટરનાં વિસ્તારમાં રસ્તા, વાડી પાસે રોઝડા (નીલગાય) અચાનક મૃત્યુ પામતા હોવાનાં સમાચાર વન વિભાગને મળતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમાં તપાસ કરતાં 13 જેટલા રોઝનાં મૃતદેહ મળી આવ્યાં હતાં. જે તમામને જામવાળા ખાતે લઇ જવામાં આવ્યાં હતાં. જયાં ડોકટરે પોસ્ટ મોર્ટમ કરતાં જાણવા મળ્યું હતું કે જુવારનાં ખેતરમાંથી જુવારનાં આગળા ખાધા બાદ પાણી પીવાથી મૃત્યુ થયાનું તારણમાં બહાર આવ્યું હતું.

મમતાએ આજે બીજી વાર લીધા પ.બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ

મમતાએ આજે બીજી વાર લીધા પ.બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ

તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ આજે બીજી વાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. સાથે મમતાના 42 વિધાયકોએ પણ આ કાર્યક્રમમાં શપથ ગ્રહણ કર્યા. નોંધનીય છે કે મહાનગરના રેડ રોડ પર ભવ્ય શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અમિતાભ બચ્ચનથી લઇને દેશ વિદેશની જાણીતી હસ્તીઓ અને રાજનેતાઓ હાજર રહ્યા હતા.

15 દિવસ ચાલશે વિકાસ પર્વ કાર્યક્રમ: અમિત શાહ

15 દિવસ ચાલશે વિકાસ પર્વ કાર્યક્રમ: અમિત શાહ

ભાજપના અધ્યક્ષ અમિત શાહે આજે ભાજપની કેન્દ્ર સરકારના બે વર્ષની પૂરા થવા પર મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે તેમણે એક ભષ્ટ્રાચાર મુક્ત સરકાર આપી છે. અને તેમની સરકારની યોજનાઓને જનતા સુધી પહોંચાડવા માટે તે વિકાસ પર્વ નામનો એક કાર્યક્રમ ચલાવશે.

ડીજેપી કહ્યું લોકોને અપરાધીના પ્રાણ લેવાનો અધિકાર છે!

ડીજેપી કહ્યું લોકોને અપરાધીના પ્રાણ લેવાનો અધિકાર છે!

હરિયાણાના ડીજીપી ડૉ. કેપી સિંહે એક કાર્યક્રમ દરમિયાન વિવાદિત નિવેદન આપી ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. ડીજીપી કહ્યું કે અપરાધી કોઇ મહિલા સાથે છેડછાડ કરે કે પછી કોઇ સંપત્તિને બાળે તો સામાન્ય લોકો તે અપરાધીને જાનથી મારી શકે છે. જો કે વિવાદ વધતા ડીજીપીએ આ મામલે ચૂપ્પી સાંધી લીધી છે.

NEET પર સુપ્રિમ કોર્ટનો નિર્ણય, વિદ્યાર્થીઓને રાહત

NEET પર સુપ્રિમ કોર્ટનો નિર્ણય, વિદ્યાર્થીઓને રાહત

મેડિકલ પ્રવેશની પરીક્ષા નીટ મામલે કેન્દ્ર દ્વારા રાજ્યોને આપવામાં આવેલી છૂટ મામલેના વટહુકમની અરજી પર સુપ્રીમ કોર્ટે જલ્દી કોઇ કાર્યવાહી કરવાની ના પાડી છે. કોર્ટ કહ્યું આવી કરીને તે વિદ્યાર્થીઓને ભ્રમિત કરવા નથી માંગતી. જે બાદ હાલ તો કેન્દ્ર સરકાર દ્વારા એક વર્ષની છૂટના વટહુકમ પર હાલ તો સુપ્રીમ કોર્ટે કોઇ રોક નથી લગાવી.

English summary
may 27 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X