For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NRI સાથે 10માં ધોરણની વિદ્યાર્થીનીના લગ્ન કરતા અટકાવાયા

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

હાર્દિકને જામીન મળશે કે કેમ તે અંગે કાલે આવશે ચુકાદો

હાર્દિકને જામીન મળશે કે કેમ તે અંગે કાલે આવશે ચુકાદો

આજે હાર્દિક પટેલને હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં હાર્દિકના વકીલે કોર્ટેને ખાતરી આપી હતી કે હાર્દિક હવેથી લોકશાહી ઢબે જ આંદોલન ચાલુ રાખશે અને કોઇ પણ પ્રકારના હિંસક ઉચ્ચારણ નહીં કરે. ત્યારે કોર્ટને આવી બાંહેધરી આપ્યા બાદ નામદાર કોર્ટે તેની જામીન પર બુધવારે સુનવણી કરવાનું નક્કી કર્યું છે.

NRI સાથે 10માં ધોરણની વિદ્યાર્થીનીના લગ્ન કરતા અટકાવાયા

NRI સાથે 10માં ધોરણની વિદ્યાર્થીનીના લગ્ન કરતા અટકાવાયા

વલસાડમાં હાલમાંજ ધોરણ દસની પરીક્ષા આપી ચૂકેલી સગીર વિદ્યાર્થીનીના લગ્ન તેના પિતાએ સમાજના એનઆરઆઇ યુવક સાથે નક્કી કરી દીધા હતા. આ લગ્ન સોમવારે 2જી મેના રોજ થવાના હતા. જોકે કોઈ અજાણ્યા જાગૃત નાગરિકે આ મુદ્દે ચાઇલ્ડ હેલ્પ લાઇનમાં નનામો ફોન કરીને બાળ લગ્નની માહિતી આપી હતી. આ ઘટનાની જાણ થતા તેની ગંભીરતાને પગલે સુરક્ષા અધિકારી દિવ્યેશ એન.પટેલ, સિટી પીએસઆઈ એમ.એન.શેખ અને બાળ સુરક્ષાની ટીમ સાથે સગીરાના પિતાના ઘરે લગ્ન થતા અટકાવ્યા હતા.

લાલજી હોસ્પિટલમાંથી તો ડિસ્ચાર્જ મળી ગયો પણ અટક મામલે અટકળો

લાલજી હોસ્પિટલમાંથી તો ડિસ્ચાર્જ મળી ગયો પણ અટક મામલે અટકળો

આંદોલન દરમિયાન માથામાં થયેલી ઇજાને પગલે છેલ્લા 15 દિવસથી મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ ધરપકડ ટાળવા મંગળવારે પોલીસ સામે હાજર થશે. તાજા સમાચાર મુજબ લાલજીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે પણ પોલિસે હાલ તો તેમની ધરપકડ નથી કરી. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે તે આત્મસમર્પણ કરશે.

UNને ભારતને ઇટલીના નૌસૈનિકોને છોડવાનું કહ્યું

UNને ભારતને ઇટલીના નૌસૈનિકોને છોડવાનું કહ્યું

સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થતાવાળી અદાલતમાં બે ભારતીય માછીમારીની હત્યાના આરોપી તેવા ઇટલી મરીનના સલ્વાટોર ગિરોન અને તેના સાથી મસીમિલિયાની લતોરને જ્યાં સુધી આ કેસ ચાલે ત્યાં સુધી તેમને તેમના સ્વદેશ રહેવાની અનુમતિ આપવાનો આદેશ જાહેર કર્યો છે. અને તેણે આરોપીઓના પક્ષમાં આ નિર્ણય કરતા ભારતને મોટી હાર મળી છે.

પૂર્વ વાયુસેના ચીફથી સીબીઆઇ પછી ઇડી પણ કરશે પુછપરછ

પૂર્વ વાયુસેના ચીફથી સીબીઆઇ પછી ઇડી પણ કરશે પુછપરછ

અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર સોદામાં લાંચ લેવાના આરોપી તેવા પૂર્વ ભારતીય વાયુસેનાના પ્રમુખ એસપી ત્યાગીથી સીબીઆઇ બે દિવસથી પુછપરછ કરી રહી છે. અને હવે સીબીઆઇ પછી ઇડી પણ મની લોન્ડ્રિંગ મામલે એસપી ત્યાગીથી પૂછપરછ કરશે. જે અંગે ઇડીએ ત્યાગીને સમન મોકલી દીધો છે.

મને ન્યાયની કોઇ આશ નથી: માલ્યા

મને ન્યાયની કોઇ આશ નથી: માલ્યા

ભારતીય બેંકોથી લગભગ 9 હજાર કરોડ રૂપિયોનું દેવું લઇને ડિફોલ્ટર થઇને વિદેશ જનાર વિજય માલ્યાએ તેની રાજ્યસભાની સદસ્યતાથી રાજીનામું આપી દીધુ છે. રાજ્યસભા સભાપતિ હામીદ અંસારીને લખેલા રાજીનામાં પત્રમાં માલ્યા કહ્યું છે કે હાલ જે ધટનાક્રમ થયો છે તે મુજમ તેમને નથી લાગતું કે તેમને નિષ્પક્ષ ન્યાય કે સુનવણી મળે અને આ જ કારણથી તે રાજીનામું આપી રહ્યા છે.

પિયરમાં આવી નવોઢાએ લગ્નના બીજા જ દિવસે કર્યો આપઘાત

પિયરમાં આવી નવોઢાએ લગ્નના બીજા જ દિવસે કર્યો આપઘાત

જેતપુરમાં રહેતી રાજપૂત યુવતી કંચન વેગડવાનીએ રવિવારે ખાટં રાજપૂત સમાજના સમૂહલગ્નમાં ગાંડુભાઈ બાબુભાઈના પુત્ર કમલેશ સાથે લગ્ન કરીને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જોકે બીજા દિવસે આણા માટે આવેલી કંચને પિયરમાં જ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તેની પાસેથી કોઈ ચિઠ્ઠી કે લખાણ મળી આવ્યું નથી. મૃતકની માતા અસ્થિર મગજની હતી અને કંચન તેમની એક માત્ર સંતાન હતી. કંચનના પિતાનું અવસાન એકાદ મહિના અગાઉ થયુ હતું ત્યારથી કંચન ઉદાસ રહેતી હતી.

સુરતના ત્રણ યુવાનો પર પડ્યો જીઇબીનો જીવતો વાયર, બેની હાલત ગંભીર

સુરતના ત્રણ યુવાનો પર પડ્યો જીઇબીનો જીવતો વાયર, બેની હાલત ગંભીર

સુરતના કાપોદ્રામાં આવેલી લક્ષ્મણનગર સોસાયટીમાં હરેશ કાળુંભાઈ ઈટાલીયાને ત્યાં વેકેશનમાં આવેલા તેમના સાળી અને સાળો શોભા ચાવડા અને હરેશ ચાવડા તથા મહેશ ચાવડા ધોરણ 10ની પરીક્ષા આપ્યા બાદ ફરવા આયા હતા. ત્યારે આ ત્રણેય ઉપર જીઈબીનો જીવતો વાયર તૂટી પડ્યો હતો અને જેથી ત્રણેય ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટના બનતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી. ત્યારબાદ ત્રણેયને સુરતની સ્મીમેરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં હરેશ અને મહેશની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

ઉકાઈ નહેરમાં ગાબડું પડવાથી હજારો ગેલન પાણી વેડફાયું.

ઉકાઈ નહેરમાં ગાબડું પડવાથી હજારો ગેલન પાણી વેડફાયું.

હાલમાં ગુજરાતમાં એક તરફ પાણીનો દુકાળ છે તો બીજી તરફ તંત્રના નબળા બાંધકામને કારણે નહેરોમાં ગાબડા પડવાની ઘટનાથી ચોખ્ખા પાણીનો બગાડ થઈ રહ્યો છે. તાપી જિલ્લાના ડોલવણમાં ઘોઘ ફળિયામાં નહેરમાં ગાબડુ પ઼ડતા બે અઢી ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. આ ગાબડાને પગલે અધિકારીઓ સહિત તંત્ર દોડતું થઈ ગયું હતું કારણ કે પાણી ડાંગરના તેમજ અન્ય બાગાયતી પાકમાં ફળી વળ્યું હતું. ઘરો સમતે ખેડૂતોને મોટા પાયે નુક્શાન થયું હતું.

ભચાઉમાં બે જૂથ વચ્ચે અથડામણ, વેપારીઓએ દુકાનો કરી બંધ

ભચાઉમાં બે જૂથ વચ્ચે અથડામણ, વેપારીઓએ દુકાનો કરી બંધ

ભચાઉમાં ગુટખા ખરીદવા બાબતે ક્ષત્રિય યુવાન તથા મુસ્લિમ વેપારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો ગરમાયો હતો. અને વાત મારામારી સુધી પહોંચી જતા બંન જૂથના ટોળા સામેસામે આવી ગયા હતા. અને વેપારીને લાફો મારીને નાસી ગયેલા યુવાનને શોધીને મારવા ઘાંઘા થયા હતા. ટોળું હાથમાં ધારીયા, લોખંડના પાઇપ, લાકડીઓ લઇ આવ્યું હતું. પરિણામે ભચાઉના નવા બસ સ્ટેશનથી લઇ નગરપાલિકા અને ટેક્સી સ્ટેન્ડ સુધીના વિસ્તારમાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું અને વેપારીઓએ ભયના માર્યા દુકાનો બંધ ક રી દીધી હતી. જોકે પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો.

પાલનપુરમાં લગ્નમાં જમણ બાદ 300ન ખોરાકી ઝેરની અસર

પાલનપુરમાં લગ્નમાં જમણ બાદ 300ન ખોરાકી ઝેરની અસર

પાલનપુરના નાની બજાર વિસ્તારમાં રહેતા તૌફીકના નિકાહ પ્રસંગે ભોજન સમારંભ યોજાયો હતો. જેમાં ભોજન લીધા બાદ 300થી વધુ વ્યક્તિઓને ખોરાકી ઝેરની અસર થઇ હતી. અને મોટા ભાગના લોકો ઝાડા ઉલટીનો બોગ બન્યા હતા. ભોગ બનેલાઓને સિવિલ તેમજ અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં દર્દીઓ આવી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું. મહેમાનોના જણાવ્યા પ્રમાણે દૂધ કોલ્ડ્રિંગ પીધા બાદ આ પ્રમાણે લોકોને ઝાડા ઉલટી થઈ ગયા હતા.

સોનગઢથી ઉકાઈ જતી ટ્રક નદીમાં ખાબકતા ત્રણના મોત

સોનગઢથી ઉકાઈ જતી ટ્રક નદીમાં ખાબકતા ત્રણના મોત

સોનગઢથી ઉકાઇ જતી એક ટ્રક બાઇકને બચાવવા જતાં પુલ પરથી નીચે ખાબકી હતી. જેમાં ત્રણના મોત થયાના પ્રાથમિક અહેવાલ છે. આજે સવારે સોનગઢથી ઉકાઇ તરફ જતી ટ્રક પુલ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક બાઇક અચાનક વચ્ચે આવી ગયું હતું. ડ્રાઇવરે તેને બચાવવા માલ ભરેલી ટ્રક નદીમાં ખાબકી હતી. અકસ્માતને કારણે બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ ચાર લોકોને ગંભીર ઇજા થઈ છે, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

English summary
May 3: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X