For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેવાસામાં મહિલાએ ચાર બાળકો સાથે કૂવામાં પડી કર્યો આપઘાત

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

આનંદીબહેનના બહેનનું નિધન, કીડની અને લિવરનું કર્યું દાન

આનંદીબહેનના બહેનનું નિધન, કીડની અને લિવરનું કર્યું દાન

મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં નાના બહેન મંજુલાબેન ભીખુભાઇ પટેલનું 73 વર્ષની ઉમરે અવસાન થતાં રવિવારે તેઓની સિધ્ધપુર મુક્તિધામ ખાતે અંતિમક્રિયા કરવામાં આવી હતી. મંજુલાબેનના કીડની અને લીવરનું દાન કરવામાં આવ્યું હતું. મંજુલાબહેનના અંતિમ સંસ્કારમાં રાજ્યના મંત્રી વસુબેન ત્રિવેદી,આરોગ્યમંત્રી શંકરભાઇ ચૌધરી, સહિત અગ્રણીઓએ હાજરી આપી હતી. મંજુલાબહેન શિક્ષિકા હતા અને તેઓએ પાછલી વયમાં ગ્રામિણ તથા ઝૂપડપટ્ટીની બહેનોને રોજગારી માટે મહત્વના કામ કર્યા હતા.

અમદાવાદમાં મોડી સાંજે પડેલા વરસાદી ઝાપટાંથી રાહત

અમદાવાદમાં મોડી સાંજે પડેલા વરસાદી ઝાપટાંથી રાહત

અમદાવાદમાં રવિવારે મોડી સાંજે ભારે ઉકળાટ અને બફારા બાદ સમગ્ર અમદાવાદમાં પવન સાથે વરસાદી ઝાંપટુ પડતા શહેરીજનોમાં આનંદ અને રાહત વ્યાપી ગઈ હતી. છેલ્લા બે ત્રણ દિવસથી વાદળ અને બફારા વચ્ચે ગરમીએ માઝા મૂકી હતી ત્યારે પ્રિ મોન્સૂન એક્ટિનિટીના ભાગ રૂપે આ ઝાપટું પડ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જોકે વાદળછાયા વાતાવણ વચ્ચે ગરમી 43 ડિગ્રી રહેવાન શકયતા છે.

મગદલ્લા બ્રિજ પર એક્સિડન્ટ થતા એક ટ્રક નદીમાં ગરકાવ

મગદલ્લા બ્રિજ પર એક્સિડન્ટ થતા એક ટ્રક નદીમાં ગરકાવ

સુરતના મગદલ્લા બ્રિજ પર બે ટ્રક વચ્ચે સામ-સામે ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં એક ટ્રક બ્રિજની રેલિંગ તોડી નદીમાં પડીને ભરતીના પાણીમાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ તથા ફાયરના જવાનો આવી ગયા હતા. આ ઘટનામાં ટ્રક ડ્રાઇવર અને ક્લિનર સહિત કેટલાક મજૂરો સાથે ટ્રક ગરકાવ થઈ હોવાની શક્યતા જણાઈ રહી છે. કલાકો પસાર થયા બાદ પણ નદીના પેટાળમાં ગુમ ટ્રકની કોઇ ભાળ મળી ન હતી. જો કે હજી સુધી કોઈના શબ હાથમાં આવ્યા નથી.

સુરતમાં મોડકિલના વિદ્યાર્થીએ 11માં માળેથી કૂદીને કર્યો આપઘાત

સુરતમાં મોડકિલના વિદ્યાર્થીએ 11માં માળેથી કૂદીને કર્યો આપઘાત

સુરતની સ્મીમેર મેડિકલ કોલેજમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતા 21 વર્ષીય મિતુલ પંકજકુમાર ગોદાણીએ ડિપ્રેશનમાં આવી છાત્રાલાયના અગિયારમાં માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે અડાજણ પોલીસ પાસે પ્રાપ્ત વિગત અનુસાર, ભાવનગરના પાલિતાણા તાલુકામાં મઠળા ગામે રહેતો મિતુલ પંકજકુમાર ગોદાણી કોલેજની તમામ પરિક્ષામાં ટોપર હતો તેમજ તે છાત્રાલયના ઘણા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણાવતો પણ હતો, પોલીસે મિત્રોને પૂછતા જણાવ્યું હતું મિતુલ છેલ્લા 4 દિવસથી કોઈ વાતને લઈ ડિપ્રેશનમાં રહેતો હતો અને બે દિવસથી તે મિત્રને ઘરે જવાની ઈચ્છા પણ વ્યક્ત કરતો હતો.

વસ્ત્રાલ રિંગ રોડ ઉપર એસેન્ટ પલટી ખાતા દારૂની લૂટંલૂટ

વસ્ત્રાલ રિંગ રોડ ઉપર એસેન્ટ પલટી ખાતા દારૂની લૂટંલૂટ

અમદાવાદને અડીને આવેલા વસ્ત્રાલ રિંગ રોડ પરથી પસાર થઈ રહેલી દારૂથી ભરેલી એસન્ટ કાર પલટી ખાઈ ગઈ હતી. એસેન્ટ દારૂથી ભરેલી હોવાની ખબર પડતા જ સ્થાનિકો તેને લૂંટવા માટે આવી ગયા હતા. પલટી ગયેલી કાર નીચે દારૂની બોટલો દબાઈ ગઈ હોવાથી કેટલાક લોકો કારને છતી કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પોલીસે કારના નંબરને આધારે તપાસ શરૂ કરી છે કે આટલી માત્રામાં દારૂ ક્યા જઈ રહ્યો હતો.

5 દેશોની યાત્રા પર જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

5 દેશોની યાત્રા પર જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર જૂને પાંચ દેશોની વિદેશ યાત્રા પર જવાના છે. જેમાં અફધાનિસ્તાન, કતાર, સ્વિટર્ઝલેન્ડ, અમેરિકા અને મેક્સિકો જેવા દેશોની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. નોંધનીય છે કે મોદીની સ્વિટર્ઝલેન્ડની યાત્રા કાળા નાણાંના મુદ્દે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. તો અફધાનિસ્તાનમાં મોદી સલમા બાંધનું ઉદ્ધાટન કરવાના છે.

પ્રત્યુષાના બોયફ્રેન્ડ સાદગી સાથે મનાવ્યો પોતાનો બર્થ ડે!

પ્રત્યુષાના બોયફ્રેન્ડ સાદગી સાથે મનાવ્યો પોતાનો બર્થ ડે!

પ્રત્યૂષાના બોયફ્રેન્ડ રાહુલ રાજનો રવિવારે જન્મદિવસ હતો. 32 વર્ષના રાહુલે પોતાના બર્થ ડે સેલેબ્રિશન પર ગરીબોની મદદ કરીને ઉજવ્યો હતો. અને પોતાના બર્થ ડે પર પ્રત્યૂષાને યાદ કરી હતી. તેણે બર્થ ડેને કોઇ પાર્ટી નહતી આપી. અને તેના ચહેરા પર પ્રત્યૂષાની મૃત્યુનો શોક સાફ દેખાતો હતો.

જાટ આરક્ષણ મામલે રોહતકમાં પોલિસે કરી ફ્લેગ માર્ચ

જાટ આરક્ષણ મામલે રોહતકમાં પોલિસે કરી ફ્લેગ માર્ચ

હરિયાણામાં જાટ આરક્ષણ મામલે હાઇકોર્ટની રોક લાગવાથી જાટ સંગઠનોએ પાંચ જૂનના રોજ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવાની જાહેરાત કરી છે. જેના પગલે વિવિધ જિલ્લાઓમાં સુરક્ષા સધન કરવામાં આવી છે. અને રોહતક પાસે પોલિસે ફ્લેગ માર્ચ પણ કર્યું હતું. સાથે જ સોનીપત જિલ્લામાં ધારા 144 પણ લાગૂ કરવામાં આવી છે.

અગસ્તા કૌભાંડ પર ફિનમૈકેનિકને બ્લેક લિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ

અગસ્તા કૌભાંડ પર ફિનમૈકેનિકને બ્લેક લિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ

અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ મામલે ઇટલીની કંપની ફિનમેકેનિકાની સામે સરકારે સખત પગલા લીધા છે. સરકારે રક્ષા ઉપકરણો માટે લાગુ કરેલા આ કંપનીના તમામ ટેન્ડરને હાલ રદ્દ કર્યા છે. અને કંપની સાથેના તમામ કરાર પણ રદ્દ કરવામાં આવ્યા છે. સાથે જ સરકાર આ કંપનીને બ્લેકલિસ્ટમાં મૂકવાની છે. જે અંગે રક્ષા પ્રધાન મનોહર પર્રીકરે જાણકારી આપી હતી.

ઇડરમાં 11 ગાય ભેંસના ખોરાકી ઝેરથી મોત

ઇડરમાં 11 ગાય ભેંસના ખોરાકી ઝેરથી મોત

ઇડર તાલુકાના ગોરલ ગામના બે પશુપાલકોએ પોતાના પશધનને ઘાસ ખવડાવ્યા બાદ 11 પશુઓના ખોરાકી ઝેરની અસરના કારણે મોત થયા હતા. આટલી મોટી સંખ્યામાં પશુઓના મોત થઈ જતા ગામમાં હાહાકાર મચી ગયો હતો. પશુઓનાં મોત બાબતે વેટરનરી તબીબે લીલું ઘાસ ખાવાના કારણે અસર થઇ હોવાનું પ્રાથમિક તારણ હોવાનું જણાવ્યું હતું.

મેવાસામાં મહિલાએ ચાર બાળકો સાથે કૂવામાં પડી કર્યો આપઘાત

મેવાસામાં મહિલાએ ચાર બાળકો સાથે કૂવામાં પડી કર્યો આપઘાત

વીરપુરના મેવાસા ગામમાં આજે ખેતરમાં આવેલા એક કૂવામાંથી એક જ પરિવારના 5 સભ્યોની લાશ મળી હતી. જેમાં એક મહિલા અને ચાર બાળકોનો સમાવેશ થતો હતો. પોલીસને કૂવા પાસેથી એક બેગ મળી હતી. તેમાંથી એક નંબર મળ્યો હતો જેને ફોન કરતાં તે શાપર-વેરાવળના કોઈ વ્યક્તિનું હોવાનું બહાર આવ્યું હતું. રાજ્યમંત્રી જયેશ રાદડિયા પણ આ ઘટના વિશે સાંભળી મેવાસા પોહંચી ગયા હતા.

પુરૂષોત્તમ રૂપાલાએ રાજયસભાના સભ્ય પદ માટે ભર્યું ઉમેદવારી પત્ર

પુરૂષોત્તમ રૂપાલાએ રાજયસભાના સભ્ય પદ માટે ભર્યું ઉમેદવારી પત્ર

રાજ્યસભાના સભ્યપદ માટે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરષોત્તમ રૂપાલાએ આજે 12:39ના વિજય મૂહુર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી, પૂર્વપ્રમુખ આર.સી. ફળદુ, મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા સહિત ભાજપના ધારાસભ્યો અને પ્રદેશના આગેવાનો હાજર રહ્યા હતા. જોકે ભાજપે કડવા પટેલનો પક્ષ રાખી લેઉઆ પટેલને હાસિયામાં મૂક્યા હોવાનું કહીને વિઠ્ઠલ રાદડિયાએ રીસ વ્યક્ત કરી હોવાની પણ ચર્ચા થઈ રહી છે.

શિવસેનાને ભાજપે આપી ચેતવણી

શિવસેનાને ભાજપે આપી ચેતવણી

મોદી સરકાર પર મહારાષ્ટ્રમાં તેમની સહયોગી પાર્ટી શિવસેનાને ચેતવણી આપી. શિવસેના દ્વારા મોદી સરકારની અવારનવાર ટિકા અને ટિપ્પણી કરવામાં આવે છે. ત્યારે કેન્દ્રીય પર્યાવરણ અને વનમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ટીકા ગઠબંધન અને ટિકા એકસાથે ન હોઇ શકે.

6 ભાષામાં પીએમઓની વેબસાઇટ લૉન્ચ કરાઇ

6 ભાષામાં પીએમઓની વેબસાઇટ લૉન્ચ કરાઇ

વિદેશપ્રધાન સુષમા સ્વરાજે ગુજરાતી સહિત 6 ભાષામાં વડાપ્રધાન કાર્યાલયની વેબસાઇટ લૉન્ચ કરી. ગુજરાતી ઉપરાંત બંગાળી, મરાઠી, મલયાલમ, તેલુગુ અને તમિલ ભાષામાં આ વેબસાઈટ જોવા મળશે. પીએમ મોદીએ પણ આ અંગે ખુશી અનુભવીને સુષમા સ્વરાજને અભિનંદન પાઠવ્યાં હતાં.

ગડકરી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે

ગડકરી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આણંદમાં ઇરમાના પદવીદાન સમારોહમાં જવા રવાના થયા છે. ઉપરાંત ગડકરી અમૂલ અને IDMSની મુલાકાત પણ લેશે. ગડકરી અને આનંદીબેનના હસ્તે સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેનું ખાતમૂહુર્ત કરવામાં આવશે.

બે વર્ષમાં 700થી વધુ યોજનાઓ શરૂ કરાઇ

બે વર્ષમાં 700થી વધુ યોજનાઓ શરૂ કરાઇ

કેન્દ્ર સરકારના કામકાજની આલોચના કરનારાઓને મોદીએ આડેહાથ લીધા. મોદીએ કહ્યું કે 700થી વધુ યોજનાઓ શરૂ કરી છે અને જો કોઇ કામ નથી પણ થઇ શક્યું તો પણ હું પાપના રસ્તે ચાલ્યા વિના વિકાસના રસ્તે ચાલીશ. ઉપરાંત પાછલી સરકાર પર દબાણમાં જુકી જવાનો આરોપ લગાવ્યો હતો.

આફ્રિકન વિદ્યાર્થી પર હુમલા બાબતે વી.કે. સિંહનું વિવાદિત નિવેદન

આફ્રિકન વિદ્યાર્થી પર હુમલા બાબતે વી.કે. સિંહનું વિવાદિત નિવેદન

દિલ્હીના મહેરોલીમાં આફ્રિકન વિદ્યાર્થી પર થયેલા હુમલાના કેસમાં 8ની અટકાયત કરાઇ છે. ત્યારે વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહે કહ્યું કે મીડિયા શા માટે આટલા નાનકડા મુદ્દાને ઉછાળે છે? વી. કે. સિહના આવા નિવેદન બાદ મામલો ગરમાયો છે. ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલાં જ આફ્રિકન કોંગી યુવકની દિલ્હીમાં હત્યા થઇ હતી.

English summary
may 30 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X