For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડથી સુરત લવાયેલા એલિયન જેવા બાળકને જોવા લોકો ઉમટ્યા

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

વલસાડથી સુરત લવાયેલા એલિયન જેવા બાળકને જોવા લોકો ઉમટ્યા

વલસાડથી સુરત લવાયેલા એલિયન જેવા બાળકને જોવા લોકો ઉમટ્યા

વલસાડના છેવાડે ધરમપુરના પીંડવડ ગામમાં રહેતા જયવંતીબેન ભાવેશભાઈ દળવી સર્ગભાવસ્થાના સાડા સાત મહિના બાદ પ્રસવપીડા પડતા ઓપરશેન કરીને બાળક લેવામાં આવ્યુ હતું. જોકે બાળકને જન્મજાત જન્મજાત હાઈડ્રોકેફાલસ નામની બિમારી હોવાથી તે એલિયન જેવું લાગાતા બાળકને જોનારામાં આશ્ચર્ય ફેલાયું હતું. બાળકને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. જોકે સુરત સિવિલ હોસ્પિટલમાં વલસાડથી આવેલી મહિલાના બાળકની સારવાર કરવાની બાળ વિભાગે ના પાડી દીધી હતી. જેથી મહિલા તેના બાળકની સાથે ન્યૂરોલોજી અને સર્જરી વિભાગ વચ્ચે દોડધામ કરી રહી છે અને બાળકની સારવારની માંગણી કરી રહી છે.

પિતાનો આડો સંબંધ જાણી ગયેલી દીકરીને પિતાએ કેનાલમા ફેંકી

પિતાનો આડો સંબંધ જાણી ગયેલી દીકરીને પિતાએ કેનાલમા ફેંકી

દેત્રોજની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી ભાવના ગોસ્વામીને તેનાં સગા પિતા મનુગીરી ગોસ્વામી અને તેમનાં મોટાભાઈની પત્નીએ ગુરૂવારે મોડી સાંજે કડી તાલુકાનાં સુરજ ગામ પાસેની નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. પિતાના મોટાભાઇની પત્ની સાથે આડાસંબંધને કારણે તેમણે પોતાની પુત્રી સાથે આવું કૃત્ય કર્યું હતું. જો કે નસીબ જોગે ભાવના તરતાં તરતાં તેર કિલોમીટર દૂર દેત્રોજ તાલુકાનાં ફતેપુરા ગામ પાસેની નર્મદા કેનાલમાં પહોંચ્યાં હતા. જ્યાં તેણે બચાવવા માટેની બૂમો પાડતાં વિનુભા ઝાલાએ તેમને બચાવ્યા હતા અને સરકારી હોસ્પિટલમાં મોકલી દીધી હતી. દેત્રોજ હોસ્પિટલમાં સારવાર બાદ સ્વસ્થ બનેલી ભાવનાએ તેનાં પિતા અને મોટાબાપાની પત્ની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતમાં કમોસમી વરસાદથી એક વ્યક્તિ સહિત 6 પશુઓના મોત

ગુજરાતમાં કમોસમી વરસાદથી એક વ્યક્તિ સહિત 6 પશુઓના મોત

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પલટાયેલા વાતાવરણને પગલે ખાસ તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં તેની અસર વધારે જોવા મળી હતી. શુક્રવારે રાજ્યમાં જુદા જુદા સ્થળે દોઢેક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અને કેટલાક ઠેકાણે કાડાક ભડાકા સાથે કરા તેમજ વીજળી પડી હતી. કમોસમી વરસાદથી કેરી, બાજરી જેવા ઉનાળુ પાકને નુકસાનનો ભયે સેવાયો છે. અમરેલી જીલ્લામાં વીજળી પડવાથી જુદા જુદા સ્થળે પાંચ પશુના મોત થયા હતાં. સાવરકુંડલા તાલુકાના હાડીડામાં વીજળી પડતા બેચરભાઇ સામતભાઇ દેવગણીયાના એક બળદ અને વાછરડાનું મોત થયુ હતું. તો અમરેલીના દેવરાજીયા ગામે વીજળી પડતા રામજી વિનુભાઇ ભાલુ નામના યુવકનું મોત થયુ હતું. આ યુવાન ઘરના ફળીયામાં હતો ત્યારે જ વીજળી ત્રાટકી હતી. તો ખાંભા તાલુકાના નાનુડી ગામે રસીલાબેન હસમુખભાઇ કલસરીયા (ઉ.વ. 30) ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજળી પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ભરૂચ ડબલ મર્ડર કેસમાં NIAએની ચાર્જશીટમાં દાઉદના 10 સાથીદારોના નામ

ભરૂચ ડબલ મર્ડર કેસમાં NIAએની ચાર્જશીટમાં દાઉદના 10 સાથીદારોના નામ

ભરૂચમાં 2 નવેમ્બર, 2015ના ભાજપના અગ્રણી નેતા શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની પોઇન્ટ બ્લેક રેન્જથી ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જેની તપાસ એનઆઇએ-નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી હતી. આ ડબલ મર્ડર કેસમાં NIAએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં દાઉદના 10 સાથીઓના નામ છે. NIAએ કોર્ટમાં ત્રણ એપ્લિકેશન ફાઇલ કરતાં કેટલાક સાક્ષીઓના નામ જાહેર ન કરવા અંગે અરજી કરી છે. આ સમગ્ર મામલો અંડરવર્લ્ડ સાથે જોડાયેલો હોવાથી NIA સાક્ષીઓના નામ ગુપ્ત રાખવા માંગે છે.

તારા બાળકોને મારી નાખીશ કહી પરિણીતા પર ગુજાર્યો બળાત્કાર

તારા બાળકોને મારી નાખીશ કહી પરિણીતા પર ગુજાર્યો બળાત્કાર

નડિયાદમાં આવેલા ગળતેશ્વર તાલુકાના દાતરડી ગામમાં રહેતા અનુપ પુનમભાઇ પોતાના જ્ઞાતિની પરિણીતાને પતિ તથા બાળકોને મારી નાખવાની ધમકી આપની બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ જણાવ્યુ હતુ કે આરોપીએ તેને કહ્યું હતું કે મારી સાથે આવ નહી તો તારા છોકરાઓ અને પતિને જાનથી મારી નાંખીશ . ત્યાર બાદ અનુપે પરિણીતાને બળજબરી પૂર્વક રિક્ષામાં બેસાડીને પંચમહાલ જિલ્લાના તરસંગ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં લઇ ગયો હતો. અને પરિણીતી પર દુષ્કર્મ આચર્યુ હતું. ભોગ બનનાર પરિણીતાની ફરિયાદના આધારે સેવાલિયાની પોલીસે અનુપ પુનમભાઇ ભોઇ વિરૂધ્ધ બળાત્કાર અને જાનથી મારી નાંખવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

એસજી હાઇવે ઉપર ગાડી પલટી અને 10 ફૂટ ઢસડાઈ

એસજી હાઇવે ઉપર ગાડી પલટી અને 10 ફૂટ ઢસડાઈ

શુક્રવારે મોડી રાત્રે ગુજરાત હાઈકોર્ટ સામેથી અતિ ઝડપે પસાર થઈ રહેલી કારના ચાલકને રસ્તા પરનો બમ્પ ન દેખાતા ગાડી પલટી ખાઈ ગઈ હતી અને આશરે દસેક ફૂટ સુધી ઢસડાઇને ઉંધી પડી ગઈ હતી. તેમજ ગાડી અન્ય એક કાર સાથે ભટકાઇ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ બંને ચાલકોની ગાડીને ભારે નુકસાન થયું હતું

કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરાં મુજાનું અવસાન

કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરાં મુજાનું અવસાન

રાણાવાવ-કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય અને મહેર સમાજના અગ્રણી ભુરાભાઈ મુંજાભાઈ જાડેજા છેલ્લા એક સપ્તાહથી બીમાર હતા અને તેમનું શુક્રવારે નિધન થયું હતું. શનિવારે પોરબંદરના તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળશે. ભૂરા મુંજાના અવસાનને પગલે તેમના પત્ની હિરલ બા તેમજ પરિવારજનોમાં અને મિત્રોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે ઉલ્લેખનીય છે કે તાજેતમરાં ભૂરાં મૂંજા પરિવારની સ્ત્રીઓ ઉપર જાહેરમાં ફાયરિંગ ક રવાના મુદ્દે આર્મસ એક્ટ હેઠળ ગુનો નોધાયો હતો. આજે બપોરે ત્રણ વાગ્યે ભૂરા મૂંજાની અંતિમ યાત્રા તેમનૈ નિવાસ્સથાનેથી નીકળશે.

બનાસકાંઠામાં આબૂ રોડ રેલ્વે સ્ટેશનમાં ગુડઝ ટ્રેનના 4 ડબ્બા ખડી પડ્યા

બનાસકાંઠામાં આબૂ રોડ રેલ્વે સ્ટેશનમાં ગુડઝ ટ્રેનના 4 ડબ્બા ખડી પડ્યા

બનાસકાંઠામાં આબૂરોડના રેલવે સ્ટેશન યાર્ડમાં દિલ્હીથી મુંદ્રા આવતી ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા તેમજ ગુડ્સ ટ્રેનના ડબ્બા ઉતરતા ટ્રેક પણ ઉખડી ગયો હતો. આ ઘટના રેલવે યાર્ડના છ નંબરના ટ્રેક પર બની હતી. પરિણામે બીજો ટ્રેન વ્યવહાર ખોરવાયો ન હતો. જોકે અમદાવાદ-જયપુર પેસેન્જર ટ્રેન થોડા સમય માટે મોડી પડી હતી. આબૂરોડ રેલવે સ્ટેશન યાર્ડમાં દિલ્હીથી મુન્દ્રા તરફ આવતી માલગાડીમાં 46 ડબા પર 138 કન્ટેઇનર મૂકવામાં આવ્યા હતા. 34 ડબા પસાર થઇ ગયા બાદ ડ્રાઇવરને માલગાડી પસાર થવામાં ગરબડ જણાઇ હતી. ચકાસણી કરતાં જાણવા મળ્યું હતું કે એક વેગનના પૈડા જામ થઇ જવાના કારણે આ ઘટના સર્જાઇ હતી.

English summary
May 7: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X