India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે પ્રિયંકા તિબ્રેવાલ? જે ભવાનીપુરથી મમતા બેનર્જી સામે BJP ઉમેદવાર બની શકે છે

|
Google Oneindia Gujarati News

કોલકાતા : એવું માનવામાં આવે છે કે ભાજપ કોલકાતામાં ભવાનીપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે પ્રિયંકા તિબ્રેવાલને મેદાનમાં ઉતારી શકે છે. પશ્ચિમ બંગાળ ભાજપમાં તિબ્રેવાલ નવો ચહેરો નથી અને તે ન્યૂઝ ચેનલ્સ પર પણ પોતાના પક્ષની જોરશોરથી હિમાયત કરી રહ્યા છે. જો કે, તેમનો ચૂંટણી રાજકારણનો રેકોર્ડ અત્યાર સુધી પ્રભાવશાળી રહ્યો નથી, તેમ છતાં તેમને લાગે છે કે, જો પાર્ટી તેમના પર વિશ્વાસ કરે અને વરિષ્ઠ નેતાઓના આશીર્વાદ મેળવે તો તેમને 'ન્યાય અને અન્યાય'ની આ લડાઈમાં ભવાનીપુરના મતદારોનું સમર્થન મળી શકે છે.

પ્રિયંકા આ અગાઉની ચૂંટણી હારી ગઇ હતી

પ્રિયંકા આ અગાઉની ચૂંટણી હારી ગઇ હતી

ચૂંટણી ભવાનીપુર વિધાનસભા બેઠક હંમેશા ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી માટે સલામત બેઠક રહી છે અને નંદીગ્રામથી નસીબ અજમાવતા પહેલા તેમણે છેલ્લીવિધાનસભા ચૂંટણીમાં તેનું પ્રતિનિધિત્વ કર્યું હતું પરંતુ ભાજપ હજૂ પણ આ પેટા ચૂંટણી દ્વારા બંગાળના મુખ્યમંત્રીને વિધાનસભામાં પ્રવેશવાનો સરળ રસ્તો આપવા દેવામાંગતો નથી. તેથી જ એવું માનવામાં આવે છે કે, એક મહિલા અને મજબૂત વક્તા હોવાને કારણે તેમણે પ્રિયંકા તિબ્રેવાલ પર દાવ રમવાની તૈયારી કરી છે.

ગતવિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપની ટિકિટ પર બંગાળની એન્ટાલ્લી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. ત્યાં તેમને 27.7 ટકા મત મળ્યા હતા. તેમનેTMCના સ્વરણ કમલ સાહાએ 58,257 મતોથી હરાવ્યા હતા.

કોણ છે પ્રિયંકા તિબ્રેવાલ?

કોણ છે પ્રિયંકા તિબ્રેવાલ?

પ્રિયંકા તિબ્રેવાલ ગત વર્ષે ઓગસ્ટથી પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે. 41 વર્ષીય પ્રિયંકા સુપ્રીમ કોર્ટ અને કોલકાતા હાઇકોર્ટમાંવકીલાતની પ્રેક્ટિસ કરે છે. આ અગાઉ તેમને ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોના કાનૂની સલાહકાર પણ રહી ચૂક્યા છે.

વર્ષ 2014માં તેમનેગાયકથી રાજકારણી બનેલા બાબુલ સુપ્રિયોની સલાહ પર ભાજપમાં જોડાયા હતા. કહેવાય છે કે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થયા બાદ કમળખીલવવાનો નિર્ણય કર્યો હતો.

ગત વિધાનસભા ચૂંટણી પહેલા વર્ષ 2015માં તેમણે વોર્ડ નંબર 58 (અંતાલી) માંથી ભાજપની ટિકિટ પર કોલકાતા મ્યુનિસિપલકાઉન્સિલની ચૂંટણી પણ લડી હતી, પરંતુ ત્યાં પણ તેમને ટીએમસીના સ્વપન સમદારે હરાવી હતી.

કોલકાતામાં 7 જુલાઈ, 1981ના રોજ જન્મેલા, તિબ્રેવાલે વેલન્ડગોલ્ડસ્મિથ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું અને દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા. જે બાદ કાયદાના અભ્યાસ માટે કોલકાતા પરત આવી ગયા અને વર્ષ 2007માંહજારા લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. તેણે થાઈલેન્ડ એસેમ્પ્શન યુનિવર્સિટીમાંથી MBA પણ કર્યું છે.

'ન્યાય અને અન્યાયનું યુદ્ધ'

'ન્યાય અને અન્યાયનું યુદ્ધ'

ભવાનીપુરથી મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે ઉમેદવાર ઉતારવા પર કહ્યું, "પાર્ટીએ મારો સંપર્ક કર્યો છે અને મારો અભિપ્રાય લીધો છે કે શું હું ભવાનીપુરથી ચૂંટણીલડવા માંગુ છું કે નહીં. ઘણા નામો છે અને મને ખબર નથી કે ઉમેદવાર કોણ હશે. હું અમારા તમામ વરિષ્ઠ પક્ષના નેતાઓનો આભાર માનું છું જેમણે મને આટલાવર્ષોથી ખૂબ સમર્થન આપ્યું છે.

તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે 'જો મારી પાર્ટી મને ભવાનીપુરથી મમતા બેનર્જી સામે મેદાનમાં ઉતારશે તો હું મારું સર્વશ્રેષ્ઠ આપીશ અનેમને ખાતરી છે કે લોકો મને ન્યાય અને અન્યાયના આ યુદ્ધમાં સાથ આપશે. મને પૂરો વિશ્વાસ છે કે, લોકો શાસક TMC ના કુશાસન સામે મને મત આપશે. મતદાનબાદની હિંસા અને બંગાળના લોકોની વેદના સામે આ અમારી લડાઈ છે.

30 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે

30 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે

ભવાનીપુર બેઠક માટે પેટા ચૂંટણી 30 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે અને મત ગણતરી 3 ઓક્ટોબરના રોજ થશે. મમતા બેનર્જી મુખ્યમંત્રી રહે તે માટે અહીંથી જીતવુંજરૂરી છે. કારણ કે, તેમણે વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પર ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ હરાવ્યા હતા અને તે આ સમયે વિધાનસભાના સભ્યનથી.

બંધારણની કલમ 164 હેઠળ મુખ્યમંત્રીને શપથ લીધાના છ મહિનાની અંદર વિધાનસભા અથવા વિધાન પરિષદ (જે બંગાળમાં નથી)ના સભ્ય તરીકે ચૂંટાવવુંજરૂરી છે.

કોંગ્રેસે આ બેઠક પર મમતા સામે ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય કર્યો છે અને CPMએ શ્રીજીબ બિસ્વાસને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. (તસવીર -પ્રિયંકા તિબ્રેવાલના ફેસબુક અને ટ્વિટર પરથી)

English summary
Priyanka Tibrewal has been the vice-president of the Bharatiya Janata Yuva Morcha in West Bengal since August last year. Priyanka, 41, practices law in the Supreme Court and the Kolkata High Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X