For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 રાજ્યોમાં માયાવતીનું એકલા ચૂંટણી લડવાનું એલાન, દિગ્વિજય પર ફોડ્યુ ઠીકરુ

આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા માયાવતીએ કોંગ્રેસ સાથે ગઠબંધન થવાની સંભાવનાઓ ફગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા માયાવતીએ કોંગ્રેસ સાથે ગઠબંધન થવાની સંભાવનાઓ ફગાવી દીધી છે. માયાવતીએ સ્પષ્ટ કર્યુ છે કે બસપા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એકલી ચૂંટણી લડશે. માયાવતીએ કહ્યુ કે બસપા સાથે ગઠબંધન થાય પરંતુ દિગ્વિજય સિંહ જેવા લોકોએ ન થવા દીધુ.

દિગ્વિજય સિંહ જેવા નેતા ગઠબંધન નહોતા થવા દેતા

દિગ્વિજય સિંહ જેવા નેતા ગઠબંધન નહોતા થવા દેતા

માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી દિલથી ઈચ્છે હતા કે આ વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું બસપા સાથે ગઠબંધન થાય પરંતુ મધ્યપ્રદેશમાં દિગ્વિજય સિંહ જેવા નેતા કોંગ્રેસ અને બસપાનું ગઠબંધન નથી થવા દેતા. તેમણે આરોપ લગાવ્યો કે દિગ્વિજય સિંહ સીબીઆઈ અને ઈડી જેવી એજન્સીઓના ડરથી આવુ નથી થવા દેતા. તેમણે કહ્યુ કે બસપા અને કોંગ્રેસમાં ગઠબંધન ન થવા દેવા પાછળ દિગ્વિજય સિંહનો પોતાનો સ્વાર્થ છે.

આ પણ વાંચોઃ પ્રોટીનના વિકાસ પર 3 વૈજ્ઞાનિકોને રસાયણ શાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારઆ પણ વાંચોઃ પ્રોટીનના વિકાસ પર 3 વૈજ્ઞાનિકોને રસાયણ શાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર

કોંગ્રેસ પક્ષ ગઠબંધનની આડમાં બસપાને સમાપ્ત કરવા ઈચ્છે છે

કોંગ્રેસ પક્ષ ગઠબંધનની આડમાં બસપાને સમાપ્ત કરવા ઈચ્છે છે

માયાવતીએ કહ્યુ કે કોંગ્રેસ ભાજપ કરતા વધારે તો બિન-ભાજપ પક્ષોને નબળા કરવાની કોશિશમાં લાગેલી રહે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બસપા એકલા પોતાના દમ પર ચૂંટણી લડશે. અમારુ કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહિ થાય. કોંગ્રેસ પક્ષ પર હુમલો કરતા માયાવતીએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી ગઠબંધનની આડમાં બસપાને ખતમ કરવા ઈચ્છે છે. કોંગ્રેસનું વલણ હંમેશાની જેમ ભાજપને હરાવવાનું નહિ પરંતુ પોતાની વિપક્ષી પાર્ટીઓને હરાવવાનું રહ્યુ છે.

કોંગ્રેસને ગેરસમજ છે કે તે એકલા જ ભાજપને હરાવી દેશે

કોંગ્રેસને ગેરસમજ છે કે તે એકલા જ ભાજપને હરાવી દેશે

માયાવતીએ દિગ્વિજય સિંહના તે નિવેદનને ખોટુ ગણાવ્યુ જેમાં તેમણે કહ્યુ હતુ કે સીબીઆઈની તપાસના દબાણના કારણે તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યુ નહિ. માયાવતીએ કહ્યુ, ‘અમે બાબા સાહેબની અનુયાયી છે અને જે બાબા સાહેબના અનુયાયી હોય છે તે કોઈ બીજાના હાથનું રમકડુ ન બની શકે.' માયાવતીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે બાબા સાહેબના નિધન પર એક દિવસનો પણ રાષ્ટ્રીય શોક ઘોષિત નહોતો કર્યો. કોંગ્રેસ પાર્ટીએ દલિતો અને શોષિતોનો અવાજ ઉઠાવનાર બાબા સાહેબને ભારત રત્ન આપવામાં પણ આનાકાની કરી. કોંગ્રેસને ગેરસમજ છે કે તે એકલા જ ભાજપને સામ, દામ, દંડ, ભેદ અને ઈવીએસ જેવી ચાલોથી પાર કરીને જીત મેળવી લેશે જે ઘણુ હાસ્યાસ્પદ છે.

ભાજપ પર હુમલો

ભાજપ પર હુમલો

માયાવતીએ કહ્યુ કે છેલ્લા પરિણામોથી સ્પષ્ટ થાય છે કે જ્યાં ભાજપનો સીધો સામનો કોંગ્રેસ સાથે રહ્યો ત્યાં ભાજપે સરળતાથી જીત નોંધાવી હતી. ભાજપ પર હુમલો કરતા માયાવતીએ કહ્યુ કે ભાજપની મહિલા વિરોધી, પૂંજીપતિઓની સહયોગી અને દમનકારી નીતિઓ સામે અમારા પક્ષે ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચોઃ જય શ્રીરામના નારા વચ્ચે 13 મુસ્લિમોનું ધર્મ પરિવર્તન, જણાવ્યા ઈસ્લામ છોડવાના કારણોઆ પણ વાંચોઃ જય શ્રીરામના નારા વચ્ચે 13 મુસ્લિમોનું ધર્મ પરિવર્તન, જણાવ્યા ઈસ્લામ છોડવાના કારણો

English summary
Mayawati claims Digvijaya Singh do not wish for a Congress- BSP alliance They are afraid of ED CBI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X