મોદીના પત્નીની ચિંતા ના કરે માયાવતી, પોતાના લગ્ન વિશે વિચારેઃ આઠવલે
બસપા સુપ્રીમો માયાવતી સતત પીએમ નરેન્દ્ર મોદી પર આરોપ લગાવી રહ્યા છે, વારાણસીની રેલીમાં પણ તેમનો પીએમ પર હુમલો સતત ચાલુ રહ્યો. હાલમાં જ તેમણે પીએમ મોદી પર પર્સનલ એટેક પણ કર્યો હતો. જેના પર હવે જવાબ આપ્યો છે એનડીએના સહયોગી અને ભારત સરકારના મંત્રી રામદાસ આઠવલેએ. વારાણસીમાં પીએમ મોદી માટે ચૂંટણી પ્રચાર કરવા ગયેલા રામદાસ આઠવલેએ ગુરુવારે એક પ્રેસકોન્ફરન્સ કરી જેમાં તેમણે માયાવતી સહિત મહાગઠબંધન પર જોરદાર હુમલો કર્યો.
આ પણ વાંચોઃ ગોડસે પરના નિવેદન માટે સાધ્વી પ્રજ્ઞા પર ભડકી ગૌહર ખાન- ચૂંટણી તો તેમછતાં...

‘મોદીના પત્નીની ચિંતા ના કરે માયાવતી'
રામદાસ આઠવલેએ કહ્યુ કે માયાવતીને પીએમ મોદીની પત્નીની ચિંતા ન કરવી જોઈએ એના કરતા પોતે લગ્ન કરી લેવા જોઈએ. તે પીએમ મોદીને તેમના હાલ પર છોડી દે, તે પોતાની ચિંતા કરે અને પોતાના વિશે વિચારે, બની શકે તો પોતે લગ્ન કરી લે.

ભાજપના પરિણીત મહિલાઓ ડરે છે મોદીથીઃ માયાવતી
તમને જણાવી દઈએ કે હાલમાં જ માયાવતીએ કહ્યુ હતુ કે મને સમાચાર મળ્યા છે કે ભાજપમાં પરિણીત મહિલાઓ પોતાના પતિઓને મોદીની નજીક જતા જોઈને ગભરાયછે કે ક્યાંક મોદી પોતાની પત્નીની જેમ તેમને પણ તેમના પતિઓથી અલગ ના કરાવી દે. ભાજપના લોકો મહિલાઓનું સમ્માન નથી કરતા, જે વ્યક્તિ પોતાના પર્સનલ સ્વાર્થ માટે પોતાની પત્નીની છોડી શકે છે તે દેશની મા-બહેનોની શું ઈજ્જત કરશે.

જેટલીએ માયાને અનફિટ ગણાવી
માયાના આ નિવેદનથી ભડકેલી ભાજપે પણ તેમને આકરો જવાબ આપ્યો હતો. નાણામંત્રી અરુણ જેટલીએ સોમવારે કહ્યુ હતુ કે માયાવતી પ્રધાનમંત્રી બનવા માટે દ્રઢ છે, તેમની લાલસા એટલી હદે વધી ગઈ છે જેના કારણે તેમના સમજમાં નથી આવી રહ્યુ કે તે શું કહી રહ્યા છે. તેમનુ શાસન અને રાજકીય નૈતિકતા હંમેશાથી જ લો ગ્રેડની રહી છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર તેમના આ વિવાદિત નિવેદનથી સ્પષ્ટ થઈ ગયુ છે કે બસપા સુપ્રીમો સાર્વજનિક જીવનમાં સંપૂર્ણપણે અનફિટ થઈ ચૂક્યા છે.

અખિલેશ યાદવ પર પણ નિશાન
આઠવલેએ અખિલેશ યાદવ પર પણ જોરદાર નિશાન સાધ્યુ. તેમણે અખિલેશ યાદવને દેશના નવા પ્રધાનમંત્રી મળવાના નિવેદન પર કહ્યુ કે આ અખિલેશ યાદવે નહિ દેખાય પરંતુ આખા દેશને, દેશની જનતાને નરેન્દ્ર મોદી એક વાર ફરીથી પીએમ રૂપે દેખાશે. આ ખરેખર મહામિલાવટ છે જે પોતાના સ્વાર્થ માટે સાથે ઉભા થઈ ગયા છે, તેમનો ઉદ્દેશ દેશનો વિકાસ નહિ પરંતુ મોદીને હટાવવાનો છે.