For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાગઠબંધનની કોશિશોને માયાવતીએ કોરાણે મૂકી, વિપક્ષોની વધી ચિંતા

બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતીએ જે રીતે 10 ડિસેમ્બરના રોજ વિપક્ષી દળોની યોજાનાર બેઠક અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરી નથી તેણે તમામ વિપક્ષી દળોની મુશ્કેલીઓ વધારી દીધી છે.

|
Google Oneindia Gujarati News

બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતીએ જે રીતે 10 ડિસેમ્બરના રોજ વિપક્ષી દળોની યોજાનાર બેઠક અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરી નથી તેણે તમામ વિપક્ષી દળોની મુશ્કેલીઓ વધારી દીધી છે. તમામ વિપક્ષી દલોમાં આ વાત અંગે ચર્ચા છે કે શું માયાવથીની પાર્ટી આ બેઠકમાં શામેલ થશે. આગામી 2019 લોકસભા ચૂંટણીને જોતા 10 ડિસેમ્બરે યોજાનારી બેઠક ઘણી મહત્વની છે. 10 ડિસેમ્બરે યોજાનાર બેઠકમાં સમાજવાદી પાર્ટી આવી રહી છે અને સપાએ પોતે આ વાતની પુષ્ટી કરી દીધી છે પરંતુ હજુ સુધી એ વાત સંશય છે કે શું બસપા આ બેઠકમાં શામેલ થશે કે નહિ.

આ પણ વાંચોઃ રિમોટ કંટ્રોલની જેમ કામ કરતા હતા જસ્ટીસ દીપક મિશ્રાઃ જસ્ટીસ કુરિયનઆ પણ વાંચોઃ રિમોટ કંટ્રોલની જેમ કામ કરતા હતા જસ્ટીસ દીપક મિશ્રાઃ જસ્ટીસ કુરિયન

પરિણામ પહેલા મહત્વની બેઠક

પરિણામ પહેલા મહત્વની બેઠક

મહત્વની વાત એ છે કે 11 ડિસેમ્બરે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો ઘોષિત થવાના છે. એવામાં પરિણામો ઘોષિત થવાના બરાબર એક દિવસ પહેલા યોજાનાર આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાનું કહેવુ છે કે અમને હજુ સુધી માયાવતી તરફથી આ બેઠક વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી કે શું તે પોતે કે પછી તેમની પાર્ટીના પ્રતિનિધિ સતીશ ચંદ્ર મિશ્રા આ બેઠકમાં શામેલ થશે. અમે તેમની સાથે મુલાકાત કરવાની કોશિશ કરીશુ અને તે અંગે આશાસ્પદ છીએ, અમે બહેતરની કલ્પના કરી રહ્યા છીએ.

સંસદ ભવનમાં બેઠક

સંસદ ભવનમાં બેઠક

માહિતી મુજબ આ બેઠક 10 ડિસેમ્બરે બપોરે 3.30 વાગે સંસદ ભવનની એનેક્સીમાં યોજાશે. આ બેઠક અંગે વિપક્ષી દળોનું કહેવુ છે કે જો મહાગઠબંધન માટે યોજાનાર આ બેઠકમાં બસપા શામેલ નહિ થાય તો ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં આની કોઈ ખાસ અસર પડશે નહિ. વિપક્ષ આ મહાગઠબંધનમાં મુખ્ય રીતે સપા, બસપા, કોંગ્રેસ અને અજીત સિંહની રાષ્ટ્રીય લોકદળ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે 2014માં ભાજપે 73 સીટો પર જીત નોંધાવી હતી.

બનશે મોટી રણનીતિ

બનશે મોટી રણનીતિ

માનવામાં આવી રહ્યુ છે કે આ બેઠકમાં વિપક્ષી દળો આગામી ચૂંટણી અંગે પોતાની રણનીતિ બનાવી શકે છે. અહીં મહત્વની વાત એ પણ છે કે જાન્યુઆરીમાં મજૂરોની બે દિવસીય અખિલ ભારતીય હડતાળ છે. ટ્રેડ યુનિયનોનો આરોપ છે કે સરકાર તપાસ એજન્સીઓનો સત્તા અને તાકાતના કારણે ખોટો ઉપયોગ કરી રહી છે. આટલુ જ નહિ રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષ અને સ્પીકરે આ દિવસે સંસદના નેતાઓની બેઠક પણ બોલાવી છે.

આ પણ વાંચોઃ રાજનાથ સિંહે પાકિસ્તાન તરફ વધાર્યો મદદનો હાથ, 'પાક ઈચ્છે તો અમે તૈયાર'આ પણ વાંચોઃ રાજનાથ સિંહે પાકિસ્તાન તરફ વધાર્યો મદદનો હાથ, 'પાક ઈચ્છે તો અમે તૈયાર'

English summary
Mayawati increases tension of all the opposition parties for 10 december big meet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X