હાથરસ ઘટના મામલે માયાવતીએ યુપી સરકારને આ બે સલાહ આપી
લખનઉઃ હાથરસમાં પીડિત પરિવારને મળવા માટે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ભારે હંગામા વચ્ચે શનિવારે ખુદ પરિવારને મળવા તેમના ઘરે પહોંચ્યા. એક દિવસ બાદ ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે પીડિત પરિજનો સાથે મુલાકાત કરી. રાષ્ટ્રીય લોક દળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ જયંત ચૌધરીએ પોલીસની લાકડીઓ ખાધી, પરંતુ ઉત્તર પ્રદેશની રાજનીતિના બે મહત્વના ચહેરા માયાવતી અને અખિલેશ યાદવ હજી સુધી રસ્તા પર નથી ઉતર્યા. બંને જ નેતા સોશિયલ મીડિયા દ્વારા આ મામલે પોતાની વાત રાખી રહ્યા છે અને સરકાર પર દબાણ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. માયાવતી અને અખિલેશ યાદવના આ વલણથી હવે સવાલો ઉઠવા લાગ્યા છે કે આખરે આ બંને નેતાઓ રસ્તા પર કેમ નથી ઉતર્યા. આ બધાની વચ્ચે બસપા સુપ્રીમો માયાવતીનું નિવેદન સામે આવ્યું છે. માયાવતી હવે એમ સાબિત કરવા મથી રહ્યા ચે કે બસપા પ્રતિનિધિ મંડળ પીડિત પરિવારને સૌથી પહેલા મળવા ગયા હતા. માયાવતીએ યૂપી સરકારને સલાહ પણ આપી છે.
જેણે મને મીડિયાને મળવા જવા મજબૂર કર્યો
માયાવતીએ સોમવારે બે ટ્વીટ કર્યાં. પહેલા ટ્વીટમાં કહ્યું કે, "હાથરસ ગેંગરેપ કાંડ બાદ સૌથી પહેલા પીડિત પરિવારને મળવા અને યોગ્ય તથ્યોની જાણકારી માટે ત્યાં 28 સપ્ટેમ્બરે બીએસપી પ્રતિનિધિમંડળ ગયું હતું, જેમને પોલીસ સ્ટેશને બોલાવી તેમની વાર્તાલાપ કરાવવામાં આવી હતી. ચર્ચા બાદ મળેલી રિપોર્ટ અતિ દુખદ હતા, જેણે મને મીડિયામાં જવા માટે મજબૂર કર્યો." પોતાના આગલા ટ્વીટમાં બસપા સુપ્રીમોએ કહ્યું, "જે બાદ ત્યાં મીડિયા મીડિયાના જવા પર પણ તેમની સાથે થયેલો દુર્વ્યવહાર તથા કાલે અને પરમ દિવસ વિપક્ષી નેતાઓ અને લોકો સાથે પોલીસનો થયેલો લાઠીચાર્જ વગેરે અતિ નિંદનિય અને શર્મનાક છે. સરકારે પોતાની આ અહંકારી અને તાનાશાહી વાળા વલણને બદલવાની સલાહ, નહિતર આનાથી લોકતંત્રની જળ કમજોર થશે."
ડીએમના રહેતાં મામલાની નિષ્પક્ષ તપાસ કઈ રીતે થઈ શકે છે
અગાઉ માયાવતીએ ટ્વીટ કર્યું હતું, "હાથરસ ગેંગરેપ કાંડના પીડિત પરિવારે જિલ્લાના ડીએમ પર ધમકાવવા વગેરેના કેટલાય ગંભીર આરોપો લગાવ્યા છે, છતાં યૂપી સરકારની રહસ્યમય ચુપ્પી દુખદ અને અતિ ચિંતાજનક છે. જો કે સરકાર CBI તપાસ માટે રાજી થઈ છે, પરંતુ એ ડીએમ ત્યાં હશે ત્યાં સુધી મામલાની નિષ્પક્ષ તપાસ કઈ રીતે થઈ શકે છે? લોકો આશંકિત છે."
હાથરસ કેસઃ મહિલાઓને સારા સંસ્કારોની સલાહ આપનાર ભાજપ નેતા પર રાહુલ ગાંધીનો હુમલો